ગુજરાત

gujarat

31st Celebration 2021: રાજ્યમાં રાત્રે 11 વાગ્યા પછી કર્ફ્યુ હોવાથી અમદાવાદીઓએ કાઢ્યો તોડ, DJને ગોવા-ઉદયપુર માટે બુક કરાવ્યા

By

Published : Dec 31, 2021, 4:21 PM IST

Updated : Dec 31, 2021, 5:14 PM IST

31st Celebration 2021: રાજ્યમાં રાત્રે 11 વાગ્યા પછી કર્ફ્યુ હોવાથી અમદાવાદીઓએ નીકાળ્યો તોડ, DJને ગોવા-ઉદયપુર માટે બુક કરાવ્યા
31st Celebration 2021: રાજ્યમાં રાત્રે 11 વાગ્યા પછી કર્ફ્યુ હોવાથી અમદાવાદીઓએ નીકાળ્યો તોડ, DJને ગોવા-ઉદયપુર માટે બુક કરાવ્યા

અમદાવાદમાં કોરોના કેસો (Corona cases in Ahmedabad) વધવાના કારણે રાત્રે 11 વાગ્યાથી રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે, ત્યારે નવા વર્ષની ઉજવણી (31st Celebration 2021) મોડી રાત સુધી થઈ શકશે નહીં. તેથી અમદાવાદીઓએ રાજસ્થાન (New Year Celebration In Rajasthan) અને ગોવા (New Year Celebration In Goa) માટે ડીજેના બુકિંગ કરાવ્યા છે.

અમદાવાદ: ગુજરાતમાં ઓમિક્રોન (Omicron In Gujarat) અને કોરોનાના કેસો (Corona Cases In Gujarat) વધવાના કારણે રાત્રી કર્ફ્યુ રાત્રે 11:00થી લાગુ કરાયો છે. ત્યારે આ વર્ષે નવા વર્ષનું સેલિબ્રેશન (31st Celebration 2021) 12 વાગ્યા સુધી થઈ શકશે નહીં તે હેતુથી નવા વર્ષના સેલિબ્રેશન માટે અમદાવાદીઓએ શહેરના ડીજેને ઉદયપુર (New Year Celebration In Udaipur), ગોવા (New Year Celebration In Goa) માટે બુક કરાવી લીધા છે. જેઓ અહીંથી ડીજેને હાયર કરીને અન્ય રાજ્યોમાં ન્યુ યર પાર્ટીનું સેલિબ્રેશન (New Year Celebration in Rajasthan) કરશે. આ માટે એક લાખ રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે.

નવા વર્ષના સેલિબ્રેશનનો ઉત્સાહ ઓછો, કોરોનાની ચિંતા વધી

રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં 8 ગણા કોરોનાના કેસો વધતા ન્યુ યર પાર્ટીમાં ભીડ એકત્રિત ન થાય તેમજ કોરોનાના કેસો વધે નહીં તે હેતુથી રાત્રી કર્ફ્યુ (Night Curfew In Gujarat)ના નિયંત્રણો લગાવવામાં આવ્યા છે. બીજી બાજુ દિવસે નેતાઓ જ રેલીઓ (Political Rallies In Gujarat) કરી ભીડ ભેગી કરે છે. ન્યુ યર પહેલા રાત્રે 11:00 વાગે કર્ફ્યુ લગાવવામાં આવતા કેટલાક લોકોમાં નવા વર્ષના સેલિબ્રેશનનો ઉત્સાહ ઓછો થઈ ગયો હતો, પરંતુ કોરોનાની ચિંતા કરવી પણ આવશ્યક છે.

રાજસ્થાન-ગોવામાં ડીજે પાર્ટી માટે બૂકિંગ

અમદાવાદીઓ અહીંથી રાજસ્થાન, ગોવા સહિતના રાજ્યો તરફ નવા વર્ષનું સેલિબ્રેશન કરવા માટે બુકિંગ કરાવી ચુક્યા છે. અનેક અમદાવાદીઓ તેમના ફ્રેન્ડસ અને ફેમિલી સાથે અમદાવાદથી ડીજે (DJs In Ahmedabad) લઈ ગયા છે જેઓ ત્યાં નવા વર્ષને આવકારશે અને ને ન્યુ યર પાર્ટી એન્જોય કરશે. અમદાવાદમાં 12 વાગ્યા સુધી સેલિબ્રેશન થઈ શકતું ન હોવાથી અહીં ડિમાન્ડ ઓછી છે અને અન્ય રાજ્યમાં ડિમાન્ડ વધુ છે.

50,000થી લઈ એક લાખ રૂપિયામાં બુકિંગનો ભાવ

ગુજરાતીઓએ નવા વર્ષના સેલિબ્રેશન માટે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં જવાનું વધુ પસંદ કર્યું છે. ઉદયપુર અને આબુ (31st Celebration in Mount Abu) હોટફેવરિટ સ્થળો છે. રાજસ્થાનમાં રિસોર્ટ સાથે ડીજે પણ બુક કરાવી દીધા છે. મોટાભાગના ડીજે રાજસ્થાન અને ગોવા આજે પહોંચી ચૂક્યા છે. ડીજેના થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે 50,000થી લઈ રૂપિયા એક લાખ સુધીના બુકિંગ થયા છે. આમ ગુજરાતીઓ પાડોશી રાજ્યમાં જઇને ડીજેના તાલે નવા વર્ષનું સેલિબ્રેશન એન્જોય કરશે.

મોટાભાગના ડીજેના રાજસ્થાન-ગોવામાં માટે બુકિંગ

ગુજરાતની વાત કરીએ તો 11:00 વાગ્યાથી રાત્રી કર્ફ્યુ લાદી દેતા ડીજેની ફી (dj booking price in ahmedabad)માં 50થી 60 ટકા જેટલો ઘટાડો થયો છે. આ કારણસર ડીજે પણ અન્ય રાજ્યોમાં જઈ રહ્યા છે. ડીજે હર્ષે કહ્યું જણાવ્યું કે, રાત્રી કર્ફ્યુ 11:00 વાગ્યાથી કર્યું હોવાથી અહીં ડીજેની ડિમાન્ડ ઘટી છે, જ્યારે અન્ય રાજ્યોમાં ડીજેની ડિમાન્ડ વધી ગઈ છે. 50 હજારથી એક લાખ સુધીના ડીજેના ભાવ ચાલી રહ્યા છે. ડીજે નિહારે જણાવ્યું કે, થર્ટી ફસ્ટની પાર્ટી માટે હું ઉદયપુર જઈ રહ્યો છું. અહી રાત્રે 11:00 વાગ્યા પછી પરમિશન ન હોવાથી ડીજેની જે ડિમાન્ડ હોવી જોઈએ તે ડિમાન્ડમાં ઘટાડો થતા મોટાભાગના ડીજે રાજસ્થાન-ગોવા તરફ થર્ટી ફસ્ટની પાર્ટી માટે ગયા છે.

આ પણ વાંચો: 31st Celebration 2021: અમદાવાદની પોલીસ સતર્ક, 7 DCB, 50 PI, 80 જેટલા PSI સહિત 3500 જવાનો તૈનાત

આ પણ વાંચો: 31st Celebration In Surat: 31st પર ભૂલથી પણ નશો કરતા નહીં, સુરત જિલ્લા પોલીસે ઘડ્યો એક્શન પ્લાન

Last Updated :Dec 31, 2021, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details