ગુજરાત

gujarat

અમદાવાદ: પાંજરાપોળ પાસે ફરી સર્જાયો અકસ્માત, 1 મહિલાનું મોત

By

Published : Dec 10, 2019, 3:46 PM IST

અમદાવાદ: શહેરમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. અગાઉ પાંજરાપોળ સર્જાયેલ અકસ્માતની જગ્યાથી માત્ર 5 ફૂટના અંતરે એક અકસ્માત થયો છે. જેમાં એક્ટીવા પર સવાર મહિલાનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે ડમ્પર ડ્રાઈવરની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

accident near Panjrapole
પાંજરાપોળ પાસે ફરી સર્જાયો અકસ્માત

સુભદ્રાબેન નામના આધેડ વયના મહિલા પોતાના પતિ સાથે એકટીવા પર પાંજરાપોળથી જઈ રહ્યા હતા. જે સમયે પાંજરાપોળ પાસે પાછળથી આવી રહેલા ડમ્પરે એક્ટીવાને અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

પાંજરાપોળ પાસે ફરી સર્જાયો અકસ્માત

ઘટનાની માહિતી મળ્યા બાદ ટ્રાફિક પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહને V.S હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

આ મામલે પોલીસે ગુનો નોંધી ડમ્પર ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પાંજરાપોળ સર્કલ પાસે જ અકસ્માત સર્જાયો હતો. જેના 20 દિવસમાં અકસ્માતનો બીજો બનાવ સામે આવ્યો છે.

Intro:અમદાવાદ:અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો યથાવત જ છે ત્યારે અગાઉ પાંજરાપોળ સર્જાયેલ અકસ્માતની જગ્યાથી માત્ર ૫ ફૂટના અંતરે જ વધુ એક અકસ્માત સર્જાયો છે જેમાં એકટીવા પર સવાર મહિલાનું મોત નીપજ્યું છે.આ મામલે પોલીસે ડમ્પર ડ્રાઈવરની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Body:સુભદ્રાબેન નામના આધેડ વયના મહિલા પોતાના પતિ સાથે એકટીવા પર કાલુપુરથી પાંજરાપોળ થઈને આગળ જઈ રહ્યા ત્યારે પાંજરાપોળ પાસે પાછળથી આવી રહેલ ડમ્પરે અડફેટે લેતા મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.અકસ્માતમાં મહિલાના પતિને ઈજા પહોચી નથી.મહિલાના પરિવારના સભ્યો પણ સ્થળ પર પહોચ્યા હતા...

આ મામલે જાણ થતા ટ્રાફિક પોલીસના અધિકારીઓ બનાવ સ્થળે પહોચ્યા હતા અને કાર્યવાહી શરુ કરી હતી.પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી હતી અને ડમ્પર ખાનગી હોવાનું જાણવા મળ્યું હતું.મૃતદેહને પીએમ અર્થે વિ.એસ.હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.અકસ્માતના બનાવથી પરિવારમાં દુખની લાગણી છવાઈ છે.લોકોની પણ ભીડ અકસ્માતના સ્થળે ઉમટી હતી ટ્રાફિક જમના દ્રશ્યો પણ સર્જાયા હતા..

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ પાંજરાપોળ સર્કલ પાસે જ અકસ્માત સર્જાયો હતો ત્યારે ૨૦ જ દિવસમાં અકસ્માતનો બીજો બનાવ સામે આવ્યો છે અને ડમ્પર ખાનગી હોવા છતાં દિવસ દરમિયાન શહેરી વિસ્તારમાં કઈ રીતે પ્રવેશ્યું તે અંગે પણ અનેક સવાલ ઉભા થયા છે.M ડીવીઝન ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માત અંગે તપાસ શરુ કરવામાં આવી છે.

બાઈટ- જીતેન્દ્રસિંહ પરમાર(PSI- M-ડિવિઝન)Conclusion:

ABOUT THE AUTHOR

...view details