ગુજરાત

gujarat

Share Market India સામાન્ય તેજી સાથે બંધ થયું શેરબજાર

By

Published : Aug 18, 2022, 3:43 PM IST

સપ્તાહના ચોથા દિવસે આજે ભારતીય શેરબજાર સામાન્ય તેજી સાથે બંધ થયું છે. આજે સેન્સેક્સ 37.87 પોઈન્ટ અને નિફ્ટી 12.25 પોઈન્ટના સામાન્ય ઉછાળા સાથે બંધ થયો છે. Share Market India, Sensex, Nifty.

Share Market India સામાન્ય તેજી સાથે બંધ થયું શેરબજાર
Share Market India સામાન્ય તેજી સાથે બંધ થયું શેરબજાર

અમદાવાદસપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજાર (Share Market India) સામાન્ય તેજી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 37.87 પોઈન્ટ (0.06 ટકા)ના વધારા સાથે 60,298ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 12.25 પોઈન્ટ (0.07 ટકા)ના સામાન્ય ઉછાળા સાથે 17,956.50ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ 60,000ને પાર અને નિફ્ટી 18,000ની નજીક પહોંચ્યો છે. તો આજે દિવસભર શેરબજારમાં સામાન્ય તેજી જોવા મળ્યો હતો.

નિષ્ણાતના મતેટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના (Tradebulls Securities) CMD દિનેશ ઠક્કરે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બજારમાં વ્યાપક ખરીદી જોવા મળી રહી છે અને નિફ્ટી તેના 18,000ના મનોવૈજ્ઞાનિક સ્તરની નજીક છે. જ્યાં તેને પ્રતિકારનો સામનો કરવો પડી શકે છે. 17,660ના સ્તરને મુખ્ય રિવર્સલ પોઈન્ટ તરીકે ધ્યાનમાં લઈ શકાય. નિફ્ટી સાડા ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હોવાથી કોન્સોલિડેશનની શક્યતા છે. તો આવતા અઠવાડિયે FMCG, ફાર્મા તેમની મોમેન્ટમ ચાલુ રાખે તેવી શક્યતા છે. જ્યારે મંદીની આશંકા ઑટો અને મેટલ સેક્ટરને અસર કરી શકે છે.

આ પણ વાંચોવિવિધ સૂચકાંકોમાં ભારતનો રેન્ક કેટલામો છે જાણીએ એક ખાસ અહેવાલમાં

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સકોટક મહિન્દ્રા (Kotak Mahindra) 3.60 ટકા, લાર્સન (Larsen) 2.12 ટકા, તાતા કન્સ્ટ્રક્શન પ્રોડ (Tata Cons. Prod) 1.78 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 1.56 ટકા, ભારતી એરટેલ (Bharti Airtel) 1.41 ટકા.

આ પણ વાંચો2029 સુધીમાં ભારત 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બની શકે છે

સૌથી વધુ ગગડેલા શેર્સઓએનજીસી (ONGC) -3.01 ટકા, ડો રેડ્ડીઝ લેબ્સ (Dr Reddys Labs) -2.11 ટકા, યુપીએલ (UPL) -2.08 ટકા, વિપ્રો (Wipro) -1.82 ટકા, બીપીસીએલ (BPCL) -1.68 ટકા.

ABOUT THE AUTHOR

...view details