ગુજરાત

gujarat

Retail Inflation: ફુગાવો વધ્યો, શાકભાજીથી લઈ તેલ સુધીની ખાદ્ય વસ્તુઓના ભાવ આસમાને

By

Published : Jul 13, 2023, 12:06 PM IST

Updated : Jul 14, 2023, 10:32 AM IST

કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ આધારીત રીટેઈલ ફૂગાવામાં વૃદ્ધિ થયેલી જોવા મળી છે. જુન મહિના બાદ આ બીજો નોંધપાત્ર ફૂગાવો હોવાનું માનવામાં આવે છે. જેમાં મોટાભાગની ખાદ્ય ચીજ-વસ્તુઓના ભાવમાં મોટો ભાવ વધારો થયો છે. જેના કારણે મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે.

Retail Inflation: ફુગાવો વધ્યો, શાકભાજીથી લઈ તેલ સુધીની ખાદ્ય વસ્તુઓના ભાવ આસમાને
Retail Inflation: ફુગાવો વધ્યો, શાકભાજીથી લઈ તેલ સુધીની ખાદ્ય વસ્તુઓના ભાવ આસમાને

મુંબઈ/ અમદાવાદઃફુગાવાનો જે દર મે મહિનામાં 2.96 ટકા હતો એ જુન મહિનામાં વધીને 4.49 ટકા સુધી પહોંચી ગયો છે. ટમેટા, આદુ, કોથમરી અને મરચા જેવી ખાદ્ય વસ્તુઓના ભાવ વધારાને કારણે ખાણી-પીણી માર્કેટને પણ અસર પહોંચી છે. આ ઉપરાંત, ગુજરાતમાં ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો થતાં મધ્યમ વર્ગની ગુજરાતી થાળી મોંઘી બની રહી છે.

મોટો યુટર્નઃચાર મહિના સુધી સતત એક પ્રકારનો ઘટાડો સામે આવ્યા બાદ અચનાક એક યુટર્ન જોવા મળ્યો છે. ટમેટાના સીધા જ ભાવ વધી જવાને કારણે શાકભાજી માર્કેટમાં રીતસરનો સિસકારો બોલી ગયો છે. જુન મહિનામાં ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળ્યા બાદ છૂટક મોંઘવારી વધી ગઈ છે. મે મહિનામાં છૂટક મોંધવારીનો દર 4.31 ટકા રહ્યો હતો. જુન મહિનામાં એમાં મોટો વધારો જોવા મળતા એ દર 4.81 ટકા સુધી પહોંચી ગયો છે.

આંકડા એક નજરઃસરકારના મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર મોટાભાગની ખાદ્ય પદાર્થની ચીજવસ્તુઓના ભાવમાં મોટો વધારો થયો છે. શાકભાજીથી લઈને કઠોળની દાળ સુધીની કોમોડિટીમાં એક પ્રકારનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે મે મહિનામાં તે દાળનો મોંઘવારી દર 6.56 ટકા હતો. લીલોતરી અને શાકભાજીનો ફુગાવાનો દર જૂનમાં -0.93 ટકા રહ્યો છે, જ્યારે મે મહિનામાં તે -8.18 ટકા હતો.

આવું છે ચિત્રઃ મસાલાનો ફુગાવો મે મહિનામાં 17.90 ટકાથી વધીને 19.19 ટકા થયો છે. દૂધ અને તેના સંલગ્ન ઉત્પાદનોના ભાવ મે મહિનામાં 8.91 ટકાની સરખામણીએ હજુ પણ 8.56 ટકા પર રહ્યા છે. ખાદ્ય અનાજ અને સંબંધિત ઉત્પાદનોનો ફુગાવાનો દર 12.71 ટકા રહ્યો, જે મે મહિનામાં 12.65 ટકા હતો. ખાંડનો મોંઘવારી દર 3 ટકા હતો, જે ગયા મહિને 2.51 ટકા હતો.

વ્યાજ દરમાં વધારોઃવ્યાજદરમાં શ્રેણીબદ્ધ વધારો થયા બાદ તેમાં કોઈ રીતે ઘટાડો કરવાનું શક્ય નથી. મહારાષ્ટ્રના કૃષિ વિભાગના રીપોર્ટમાંથી મળેલી એક વિગત અનુસાર ગત સીઝનમાં પણ ટમેટાના ભાવ સાવ નીચા ગયા હતા. ઉત્પાદન ખર્ચ પણ નીકળ્યો ન હતો. આ ઉપરાંત ટમેટાના બિયારણના ભાવ પણ વધી ગયા હતા. જેના કારણે વાવતર ઘટ્યું હતું. પાછલા વર્ષમાં પડેલા ફટકાને કારણે આ વખતે ખેડૂતોએ વાવેતર ઓછું કર્યું હતું. જેના કારણે આ વખતે ટામેટાના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે.

  1. Financial security : ડિજિટલ પેમેન્ટ કરતી વખતે છેતરપિંડીથી બચવા શું ધ્યાનમાં રાખવું?
  2. Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલના ભાવથી આર્થિક મોરચે આગ લાગી, વધારો 20 પૈસાથી નજીક
Last Updated :Jul 14, 2023, 10:32 AM IST

ABOUT THE AUTHOR

...view details