ETV Bharat / business

Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલના ભાવથી આર્થિક મોરચે આગ લાગી, વધારો 20 પૈસાથી નજીક

author img

By

Published : Jul 13, 2023, 11:13 AM IST

Petrol Diesel Price : મહાનગરના પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધ્યા
Petrol Diesel Price : મહાનગરના પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધ્યા

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. ગતરોજ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં નજીવો ઘટાડો નોંધાયો હતો. જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરી વધારો થયો છે. જ્યારે વડોદરા અને રાજકોટમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં નજીવો ઘટાડો થયો છે. ત્યારે કયા શહેરમાં પેટ્રોલ-ડીઝલના શું ભાવ છે, આવો જાણીએ...

ગાંધીનગર : ગુજરાતભરમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે લોકોને પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. ક્રુ઼ડ માર્કેટમાં એક પ્રકારની સ્થિરતા જોવા મળી રહી છે. રાજ્યનાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના આજના ભાવ શું છે, આવો જાણીએ.

ગાંધીનગરના ભાવ : તારીખ 13 જુલાઈ ગુરુવારના રોજ ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 96.73 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.49 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં અનુક્રમે 0.18 અને 0.19 પૈસાનો વધારો થયો છે.

અમદાવાદના ભાવ : તારીખ 13 જુલાઈ ગુરુવારના રોજ અમદાવાદમાં પેટ્રોલની કિંમત 96.63 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.38 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં અનુક્રમે 0.12 અને 0.13 પૈસાનો વધારો થયો છે.

સુરતના ભાવ : તારીખ 13 જુલાઈ ગુરુવારના રોજ સુરતમાં પેટ્રોલની કિંમત 96.42 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.18 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.17 પૈસાનો વધારો થયો છે.

રાજકોટના ભાવ : તારીખ 13 જુલાઈ ગુરુવારના રોજ રાજકોટમાં પેટ્રોલની કિંમત 96.18 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 91.94 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.01 પૈસાનો ઘટાડો થયો છે.

વડોદરાના ભાવ : તારીખ 13 જુલાઈ ગુરુવારના રોજ વડોદરામાં પેટ્રોલની કિંમત 96.04 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 91.78 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.12 પૈસાનો ઘટાડો થયો છે.

Petrol Diesel Price
Petrol Diesel Price

અસર : ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાં મોંઘવારી દિન-પ્રતિદિન વધી રહી છે. જીવન જરુરિયાતની ચીજ-વસ્તુઓની કિંમતોમાં વધઘટ થતી રહે છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર છે. ત્યારે હવે ફરી આ કિંમતોમાં વધારો થયો છે જે આવનાર દિવસોમાં હજુ વધે તેવી શક્યતા છે. દેશભરમાં દૈનિક ધોરણે સવારે 6 થી 7 કલાકે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.

  1. GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક બાદ શું સસ્તું, શું મોંઘું થયું, જુઓ
  2. GST Collection in June: જીએસટી કલેક્શન 12 ટકા વધીને 1.61 લાખ કરોડને પાર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.