ગુજરાત

gujarat

RBIએ ATM, CVV, એક્સપાયરી નંબર અંગે જાહેર કરેલો નવો નિયમ શું છે? જુઓ

By

Published : Aug 23, 2021, 3:03 PM IST

કોઈ પણ પ્રકારની છેતરપિંડી અને ઓનલાઈન ફ્રોડ (Online Fraud) પર રોક લગાવવા માટે રિઝર્વ બેન્કે એક નિયમ જાહેર કર્યો છે. આ માટે રિઝર્વ બેન્કે (RBI) પેમેન્ટ ગેટ-વે કંપનીઓ (જે કંપનીઓના માધ્યમથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય છે)ની એ જોગવાઈને ઠુકરાવી દીધી છે.

  • ઓનલાઈન છેતરપિંડી પર રોક લગાવવા રિઝર્વ બેન્કે (RBI)એ નિયમ જાહેર કર્યો
  • રિઝર્વ બેન્કે (RBI) પેમેન્ટ ગેટ-વે કંપનીઓની એ જોગવાઈને ઠુકરાવી દીધી
  • RBIએ ATM, CVV, એક્સપાયરી નંબર અંગે જાહેર કર્યો નવો નિયમ

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્કે (RBI) ક્રેડિટ કાર્ડ અંગે એક જરૂરી નિયમ જાહેર કર્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર, આગામી દિવસોમાં તમામ ડેબિટ અને ક્રેડિટ કાર્ડધારકોએ પોતાના કાર્ડ નંબર યાદ રાખવા પડશે. આ સાથે જ કાર્ડની પાછળ લખેલા ત્રણ આંકડાનો સીવીવી (CVV)ને પણ યાદ રાખવો પડશે.

આ પણ વાંચો-આજે ફરી એક વાર Petrol-Dieselની કિંમતમાં કોઈ ઘટાડો નહીં, જુઓ કયા રાજ્યમાં શું કિંમત છે?

કાર્ડધારકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી નિયમ બનાવાયો

દેશની અગ્રણી બેન્ક RBIએ ડેટા સ્ટોરેજ પોલિસી (Data storage policy) અંતર્ગત નવો નિયમ જાહેર કર્યો છે. આપને જણાવી દઈએ કે, આ નિયમ કાર્ડધારકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યો છે. ડેબિટ કાર્ડ (Credit Card) કે ક્રેડિટ કાર્ડના (Debit Card) 16 પોઈન્ટ મહત્ત્વપૂર્ણ હોય છે. આ સાથે જ સીવીવી (CVV) અને એક્સપાયરી નંબર પણ જરૂરી હોય છે. સાઈબર ક્રિમિનલ આ જ નંબરોથી સૌથી વધુ સાઈબર ફ્રોડ કરે છે.

આ પણ વાંચો-સપ્તાહના પ્રથમ દિવસે આજે Share Marketની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 391 પોઈન્ટ ઉછળ્યો

RBIએ ઓનલાઈન ફ્રોડ પર રોક લગાવવા નિયમ જાહેર કર્યો

આપને જણાવી દઈએ કે,કોઈ પણ પ્રકારની છેતરપિંડી અને ઓનલાઈન ફ્રોડ પર રોક લગાવવા માટે રિઝર્વ બેન્કે (RBI) એક નિયમ જાહેર કર્યો છે. આ માટે રિઝર્વ બેન્કે પેમેન્ટ ગેટ-વે કંપનીઓ (જે કંપનીઓના માધ્યમથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન (Online Transaction) થાય છે)ની એ જોગવાઈને ઠુકરાવી દીધી છે, જેમાં ગ્રાહકોના કાર્ડ સાથે જોડાયેલી જાણકારી પોતાના સર્વર પર સ્ટોર કરવાની મંજૂરી માગવામાં આવી હતી. આ કંપનીઓમાં એમેઝોન, ફ્લિપકાર્ટ અને નેટફ્લિક્સ જેવી કંપનીઓ છે. RBIના નવા નિયમાનુસાર, આગામી વર્ષથી ગ્રાહકોને ઓનલાઈન પેમેન્ટ કરતા સમયે ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો પૂરો 16 નંબર લખવો પડશે. આ સાથે જ સીવીવી (CVV) અને એક્સપાયરીની પણ માહિતી આપવી પડશે.

ABOUT THE AUTHOR

...view details