ગુજરાત

gujarat

આજે સતત 24મા દિવસે Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નહીં, જાણો શું છે ભાવ?

By

Published : Aug 10, 2021, 10:33 AM IST

મજબૂત ડોલર અને કોરોના વાઈરસના ડેલ્ટા વેરિયન્ટના પ્રસારને રાકવા માટે ચીન તરફથી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવવાના પગલાંને આંતરરાષ્ટ્રીય તેલ બજાર (International oil market)માં રોકાણકારોને ડરાવી દીધા છે, જેના કારણે કાચા તેલની કિંમતોમાં જબરદસ્ત ઘટાડો આવ્યો છે. છેલ્લા કારોબારી સત્રમાં બ્રેન્ટ ક્રુડમાં 4 ટકાનો ઘટાડો આવ્યો છે. જોકે, જાગૃત રોકાણકારોના કારણે આંતરરાષ્ટ્રીય તેલ માનક બ્રેન્ટ ક્રુડ 3.95 ટકાના ઘટાડા સાથે 67.91 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું હતું. અત્યાર સુધી ઓગસ્ટમાં કાચુું તેલ 9.90 ટકા ગગડી ચૂક્યું છે.

આજે સતત 24મા દિવસે Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નહીં, જાણો શું છે ભાવ?
આજે સતત 24મા દિવસે Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નહીં, જાણો શું છે ભાવ?

  • દેશમાં આજે સતત 24મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price) સ્થિર
  • છેલ્લા કારોબારી સત્રમાં બ્રેન્ટ ક્રુડ (Brent Crude)માં 4 ટકાનો ઘટાડો આવ્યો
  • ભારતમાં રેકોર્ડ હાઈ પર ચાલી રહેલા પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price)માં ઘણો ઘટાડો નથી થયો.

નવી દિલ્હીઃ છેલ્લા કારોબારી સત્ર (Last executive session)માં બ્રેન્ટ ક્રુડ (Brent Crude)માં 4 ટકાનો ઘટાડો આવ્યો છે. જોકે, જાગૃત રોકાણકારોના કારણે આંતરરાષ્ટ્રીય તેલ માનક બ્રેન્ટ ક્રુડ (International oil standard Brent crude) 3.95 ટકાના ઘટાડા સાથે 67.91 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું હતું. અત્યાર સુધી ઓગસ્ટમાં કાચુું તેલ 9.90 ટકા ગગડી ચૂક્યું છે. જોકે, તેમ છતાં ભારતમાં રેકોર્ડ હાઈ પર ચાલી રહેલા પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price)માં ઘણો ઘટાડો નથી થયો.

આ પણ વાંચો-Share Market: આજે બીજા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સમાં 149 પોઈન્ટનો ઉછાળો

કિંમતોમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી

આજે મંગળવારે (10 ઓગસ્ટે) સતત 24મા દિવસે પણ પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price)માં કોઈ ફેરફાર નથી થયો. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ તેલની કિંમતને સ્થિર રાખવાનો નિર્ણય કર્યો છે. કિંમતોમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી દેખાતી. પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price)માં છેલ્લે 17 જુલાઈએ વધારો થયો હતો. તે સમયે પેટ્રોલ 30 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું હતું.

આ પણ વાંચો-એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ ઇન્ડિયા લિમિટેડનો IPO 10 ઓગસ્ટ, 2021ના રોજ ખુલશે, પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ RS. 346- 353

પેટ્રોલ-ડીઝલની વર્તમાન કિંમત

રાજ્ય પેટ્રોલ (રૂ.) (પ્રતિ લિટર) ડીઝલ (રૂ.) (પ્રતિ લિટર)
દિલ્હી 101.84 89.87
મુંબઈ 107.83 97.45
કોલકાતા 102.08 93.02
ચેન્નઈ 102.49 94.39
બેંગલુરૂ 105.25 95.26
ભોપાલ 110.20 98.67
લખનઉ 98.92 90.26
પટના 104.25 95.57
ચંદીગઢ 97.93 89.50
અમદાવાદ 98.65 96.81

SMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે

પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઈન્ડિયન ઓઈલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.

નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.

ABOUT THE AUTHOR

...view details