ETV Bharat / business

Share Market: આજે બીજા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સમાં 149 પોઈન્ટનો ઉછાળો

author img

By

Published : Aug 10, 2021, 9:54 AM IST

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેર બજાર (Indian Stock Market)ની શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે સેન્સેક્સ (Sensex) 149.61 પોઈન્ટ (0.28 ટકા)ના વધારા સાથે 54,552.46ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 34.95 પોઈન્ટ (0.21 ટકા)ની મજબૂતી સાથે 16,293.20ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Share Market: આજે બીજા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સમાં 149 પોઈન્ટનો ઉછાળો
Share Market: આજે બીજા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સમાં 149 પોઈન્ટનો ઉછાળો

  • સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) શેર બજારની મજબૂત શરૂઆત
  • શેર બજારની શરૂઆતથી જ વૈશ્વિક બજાર તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે
  • સેન્સેક્સમાં (Sensex) 149.61 તો નિફ્ટીમાં (Nifty)34.95 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેર બજારની શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange ) 149.61 પોઈન્ટ (0.28 ટકા)ના વધારા સાથે 54,552.46ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 34.95 પોઈન્ટ (0.21 ટકા)ની મજબૂતી સાથે 16,293.20ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ ઇન્ડિયા લિમિટેડનો IPO 10 ઓગસ્ટ, 2021ના રોજ ખુલશે, પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ RS. 346- 353

આ શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે

આજે દિવસભર ટાટા મોટર્સ (Tata Motors), આરઆઈએલ (RIL), એનબીસીસી ઈન્ડિયા (NBCC India), નેલ્કો (NELCO), હિન્દુજા ગ્લોબલ (Hinduja Global) જેવા શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- SCએ રિલાયન્સ-ફ્યુચર રિટેલ સાથેના વિવાદમાં Amazonની તરફેણમાં ચૂકાદો આપ્યો

એશિયાઈ બજારમાં (Asian Market) મિશ્ર વેપાર જોવા મળ્યો

વૈશ્વિક બજારની વાત કરીએ તો, એશિયાઈ બજારમાં (Asian Market) મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX NIFTY) 19 પોઈન્ટની નીચે વેપાર કરી રહ્યો છે. નિક્કેઈ 0.31 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ્સ ટાઈમ્સ (Straits Times) 0.63 ટકાના વધારા સાથે વેપાર કરી રહ્યો છે. તો તાઈવાનનું બજાર 0.56 ટકાના સામાન્ય ઘટાડા સાથે 17,386.64ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.01 ટકાના સામાન્ય ઘટાડા સાથે 26,281.16ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પીમાં 0.65 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.21 ટકા તૂટ્યો છે. તો ડાઉ ફ્યૂચર્સ (Dow Futures) પણ ઉપર જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.