ગુજરાત

gujarat

Share Market India: શેરબજારમાં ચોથા દિવસે પણ બેઠી દશા, સેન્સેક્સ 89 નિફ્ટી 22 પોઈન્ટ ઘટ્યો

By

Published : Mar 24, 2022, 3:57 PM IST

Share Market India: શેરબજારમાં ચોથા દિવસે પણ બેઠી દશા, સેન્સેક્સ 89 નિફ્ટી 22 પોઈન્ટ ઘટ્યો
Share Market India: શેરબજારમાં ચોથા દિવસે પણ બેઠી દશા, સેન્સેક્સ 89 નિફ્ટી 22 પોઈન્ટ ઘટ્યો ()

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 89.14 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 22.90 પોઈન્ટ (0.13 ટકા)ના ઘટાડા સાથે બંધ થયો છે.

અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 89.14 પોઈન્ટ (0.15 ટકા)ના ઘટાડા સાથે 57,595.68ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 22.90 પોઈન્ટ (0.13 ટકા)ના ઘટાડા સાથે 17,222.75ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો-Planning for New Financial Year: નવા નાણાકીય વર્ષ માટે કઈ રીતે આયોજન શરૂ કરવું, જાણો

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ -આજે દિવસભર ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddys Labs) 4.87 ટકા, કોલ ઇન્ડિયા (Coal India) 2.38 ટકા, હિન્દલકો (Hindalco) 2.22 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) 1.89 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) 1.71 ટકા ઉંચકાયા છે. જ્યારે કોટક મહિન્દ્રા (Kotak Mahindra) - 3.14 ટકા, ટાઈટન કંપની (Titan Company) -2.66 ટકા, એચડીએફસી બેન્ક (HDFC Bank) -2.47 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) -1.96 ટકા, એચડીએફસી (HDFC) -1.53 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો-શું રેવન્યુ ગેરંટી નીતિઓ નફાકારક છે?

શેરબજારની આજની સ્થિતિ-આજના વેપારમાં કન્ઝ્યૂમર ડ્યૂરેબલ, બેન્કિંગ શેર્સમાં વેચવાલી ભારી રહી હતી. જ્યારે ઓઈલ ગેસ, આઈટી અને મેટલ શેર્સમાં તેજી આવી છે. તો મિડકેપ, સ્મોલકેપ શેર્સમાં ખરીદી રહી હતી. આ સિવાય BSEનો મિડકેપ ઈન્ડેક્સ 0.34 ટકાના વધારા સાથે 23,875.61ના સ્તર પર બંધ થયો છે. તો સ્મોલકેપ ઈન્ડેક્સ 0.16 ટકાની મજબૂતી સાથે 27.892.67ના સ્તર પર બંધ થયો છે.

ABOUT THE AUTHOR

...view details