Share Market India: ફરી એક વાર શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 399 પોઈન્ટ ગગડ્યો

author img

By

Published : Mar 24, 2022, 10:19 AM IST

Share Market India: ફરી એક વાર શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 399 પોઈન્ટ ગગડ્યો

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની (Share Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે સેન્સેક્સ (Sensex) 399.34 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 117 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે.

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની (Share Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 399.34 પોઈન્ટ (0.69 ટકા)ના ઘટાડા સાથે 57,285.48ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 117 પોઈન્ટ (0.68 ટકા) તૂટીને 17,128.70ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો- Wings India 2022 :એરબસ સાથે ટાટાની નવા એરક્રાફ્ટની ખરીદી માટે ચર્ચા

આ શેર રહેશે ચર્ચામાં - આજે દિવસભર કોટક મહિન્દ્રા બેન્ક (Kotak Mahindra Bank), ઝી એન્ટ (Zee Ent), આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank), ઓએનજીસી (ONGC), ઓઈલ ઇન્ડિયા (Oil India), એચઓઈસી (HOEC), આઈજીએલ (IGL), ફર્ટિલાઈઝર શેર (Fertilizer Share), અદાણી ટોટલ ગેસ (Adani Total Gas), નેલ્કો (Nelco) જેવા શેર ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- Planning for New Financial Year: નવા નાણાકીય વર્ષ માટે કઈ રીતે આયોજન શરૂ કરવું, જાણો

વૈશ્વિક બજારની સ્થિતિ - આ તમામની વચ્ચે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX NIFTY) 102 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 3 ટકાના વધારા સાથે 28,040.16ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.42 ટકાના વધારા સાથે 3,364.26ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આ સિવાય તાઈવાનનું બજાર 0.98 ટકાના ઉછાળા સાથે 17,731.37ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 1.21 ટકાના ઉછાળા સાથે 22,154.08ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પીમાં 0.92 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. સાથે જ શાંઘાઈ કોમ્પોઝિટ 0.34 ટકાના વધારા સાથે 3,271.03ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.