ગુજરાત

gujarat

Petrol-Dieselની કિંમતમાં આજે કોઈ ફેરફાર નહીં, જુઓ ક્યાં શું ભાવ છે?

By

Published : Aug 26, 2021, 11:22 AM IST

દેશના અનેક રાજ્યોમાં અત્યારે પેટ્રોલની કિંમત 100ને પાર પહોંચી છે. ત્યારે આજે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ (Oil marketing companies) પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ પહેલા મંગળવારે બંનેની કિંમતમાં 15-15 પૈસા પ્રતિલિટરનો ઘટાડો થયો હતો. તો કાચા તેલની કિંમતોમાં પણ છેલ્લા કેટલાક દિવસોમાં સતત તેજી જોવા મળી રહી છે.

Petrol-Dieselની કિંમતમાં આજે કોઈ ફેરફાર નહીં, જુઓ ક્યાં શું ભાવ છે?
Petrol-Dieselની કિંમતમાં આજે કોઈ ફેરફાર નહીં, જુઓ ક્યાં શું ભાવ છે?

  • ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ (Oil marketing companies) આજે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં (Petrol Diesel Price) કોઈ ફેરફાર નથી કર્યો
  • મંગળવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં (Petrol Diesel Price) 15-15 પૈસાનો ઘટાડો થયો હતો
  • છેલ્લા 2 દિવસોમાં બ્રેન્ટ ક્રુડ તેલની કિંમત 9 ટકા વધીને 71 ડોલર પ્રતિબેરલ નજીક પહોંચી ગઈ છે

નવી દિલ્હીઃ આજે (26 ઓગસ્ટ) સતત બીજો દિવસ છે. જ્યારે પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર રાખવામાં આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ (Oil marketing companies) આજે બંનેની કિંમતમાં કોઈ વધારો નથી કર્યો. મંગળવારે પેટ્રોલ અને ડીઝલ બંને 15-15 પૈસા સસ્તું થયું હતું. તો આ પહેલા પણ રવિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમત 20 પૈસા પ્રતિલિટર ઘટી હતી.

આ પણ વાંચો-ત્રણ દિવસ બાદ આજે Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 55 પોઈન્ટ ઘટ્યો

15થી વધુ રાજ્યમાં પેટ્રોલ 100ને પાર

આપને જણાવી દઈએ કે, કાચા તેલની કિંમતોમાં છેલ્લા કેટલાક દિવસોમાં સતત તેજી જોવા મળી રહી છે. છેલ્લા 2 દિવસોમાં બ્રેન્ટ ક્રુડ તેલ (Brent crude oil)ની કિંમત 9 ટકા વધીને 71 ડોલર પ્રતિબેરલ નજીક પહોંચી ગઈ છે, પરંતુ મે-જૂનમાં ભારી વધારા જોનારા તેલમાં અત્યારે કોઈ વધારો નથી કરવામાં આવ્યો. જોકે, બીજી વાત એ છે કે, દેશમાં 15થી વધુ રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર ચાલી રહ્યું છે.

આ પણ વાંચો-જનતા પર મોંઘવારીનો વધુ એક ડામ, પેટ્રોલ-ડિઝલ બાદ હવે CNGમાં થયો ભાવ વધારો

જાણો, કયા રાજ્યમાં શું ભાવ છે?

રાજ્ય પેટ્રોલ (રૂ.) (પ્રતિલિટર ડીઝલ (રૂ.) (પ્રતિલિટર
ગુજરાત 98.19 95.67
દિલ્હી 101.49 96.48
મુંબઈ 107.52 96.48
કોલકાતા 101.82 91.98
ચેન્નઈ 99.20 93.52
બેંગલુરૂ 104.98 94.34
ભોપાલ 109.91 97.72
લખનઉ 98.56 89.29
પટના 103.99 94.75
ચંદીગઢ 97.66 86.62

cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે

પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓRલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.

નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.

ABOUT THE AUTHOR

...view details