ETV Bharat / business

ત્રણ દિવસ બાદ આજે Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 55 પોઈન્ટ ઘટ્યો

author img

By

Published : Aug 26, 2021, 9:49 AM IST

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત નબળાઈ સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 55.22 પોઈન્ટ (0.10 ટકા)ના ઘટાડા સાથે 55,888.99ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નિફ્ટી (Nifty) 21.45 પોઈન્ટ (0.13) ટકા તૂટીને 16,613.20ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

  • વૈશ્વિક બજાર (Global market) તરફથી ફ્લેટ સંકેત મળ્યા
  • સપ્તાહના ચોથા દિવસે શેર બજારની (Share Market) નબળી શરૂઆત
  • સેન્સેક્સ (Sensex) 55.22 તો નિફ્ટી (Nifty) 21.45 પોઈન્ટ ઘટ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global market) તરફથી ફ્લેટ સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત નબળાઈ સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 55.22 પોઈન્ટ (0.10 ટકા)ના ઘટાડા સાથે 55,888.99ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 21.45 પોઈન્ટ (0.13) ટકા તૂટીને 16,613.20ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- RBIએ ATM, CVV, એક્સપાયરી નંબર અંગે જાહેર કરેલો નવો નિયમ શું છે? જુઓ

આ શેર્સ પર સૌની નજર રહેશે

આજે શેર બજારની શરૂઆત ભલે નબળી થઈ હોય, પરંતુ આજે દિવસભર ભારતી એરટેલ (Bharti Airtel), બેન્ક ઓફ ઈન્ડિયાનો ક્યૂઆઈપી (QIP of Bank of India), એફલ ઈન્ડિયા (Affle India), ડીએલએફ (DLF), અદાણી ગ્રીન (Adani Green) જેવા શેર્સ પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો- WhatsApp Payment: ભારતમાં શરૂ થઇ વોટ્સએપ-પે સર્વિસ, મેસેજ સાથે કરી શકાશે ચૂકવણી

વૈશ્વિક બજાર (Global market)માં સામાન્ય વધારો જોવા મળ્યો

વૈશ્વિક બજારની (Global market) વાત કરીએ તો, આજે એશિયાઈ બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 26 પોઈન્ટ નીચે વેપાર કરી રહ્યો છે. તો નિક્કેઈ 0.11 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યું છે. તો સ્ટ્રેઈટ્સ ટાઈમ્સ (Straits Times) 0.04 ટકાના વધારા સાથે વેપાર કરી રહ્યું છે. આ સાથે જ તાઈવાનનું બજાર 0.08 ટકાના ઘટાડા સાથે 17,032.38ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.92 ટકાના ઘટાડા સાાથે 25,456.63ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પીમાં 0.51 ટકાનો ઘટાડો તો શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.65 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.