ગુજરાત

gujarat

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDAના ઉમેદવાર જાહેર, જાણો કોણ છે ધનખર

By

Published : Jul 16, 2022, 8:42 PM IST

NDA તરફથી આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર તરીકે જગદીપ ધનખરની જાહેરાત કરી છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન 6 ઓગસ્ટ 2022ના રોજ થશે અને પરિણામ પણ તે જ દિવસે જાહેર કરવામાં આવશે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુનો (Tenure of Vice President M Venkaiah Naidu) કાર્યકાળ 11 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDAના ઉમેદવાર જાહેર
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDAના ઉમેદવાર જાહેર

નવી દિલ્હીઃ જગદીપ ધનખર આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના ઉમેદવાર (Jagdeep Dhankhar NDA candidate ) હશે. દિલ્હીમાં મળેલી ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં જગદીપ ધનખરના નામ પર મહોર મારવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, જગદીપ ધનખર હાલ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે 6 ઓગસ્ટ 2022ના રોજ મતદાન થશે અને પરિણામ પણ તે જ દિવસે આવશે. ઉલ્લેખનીય છે કે, વર્તમાન ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 11 ઓગસ્ટે પૂરો થઈ રહ્યો (Tenure of Vice President M Venkaiah Naidu) છે.

આ પણ વાંચો :Vice President Election 2022: જાણો આ રીતે થાય છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી

વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત : દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં આયોજિત બેઠકમાં પીએમ મોદી, કેન્દ્રીય પ્રધાન અમિત શાહ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, બીજેપીના મહાસચિવ બીએલ સંતોષ અને મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ હાજર હતા. બીજેપી સંસદીય બોર્ડની બેઠક બાદ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જગદીપ ધનખર ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે NDAના ઉમેદવાર હશે. બેઠકમાં NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઈને ઘણા નામો પર ચર્ચા થઈ હતી અને અંતે જગદીપ ધનખરના નામ પર સહમતિ થઈ હતી. તમને જણાવી દઈએ કે, આજે બપોરે જગદીપ ધનખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ સાથે ધનખરે શુક્રવારે ગૃહપ્રધાને અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details