ગુજરાત

gujarat

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની હાલત ગંભીર, AIIMSમાં ચાલી રહી છે સારવાર

By

Published : Jul 29, 2021, 1:49 PM IST

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની હાલત ગંભીર
અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની હાલત ગંભીર

અંડરવર્લ્ડ ડોન છોટા રાજન(Chhota Rajan)ની તબિયત અચાનક ખરાબ થઇ ગઇ હતી, ત્યારબાદ તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા. પેટમાં ખૂબ દુખાવો થવાના કારણે કરવામાં આવ્યો દાખલ.

  • અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત અચાનક ખરાબ થઇ ગઇ છે
  • ડોન છોટા રાજનને સારવાર અર્થે એઇમ્સમાં દાખલ કરાયો છે
  • પેટમાં તીવ્ર દુખાવો થવાના કારણે છોટા રાજનને દાખલ કરવામાં આવ્યો છે

નવી દિલ્હી: રાજધાની દિલ્હીની અતિ સુરક્ષિત તિહાડ જેલમાં બંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજન(Chhota Rajan)ની તબિયત અચાનક ખરાબ થઇ ગઇ હતી, ત્યારબાદ તેમને સારવાર અર્થે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા(All India Institute of Medical Sciences)માં દાખલ કરવામાં આવ્યો હતો. એઇમ્સમાં જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે, પેટમાં તીવ્ર દુખાવો થવાના કારણે તેમને દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો- ગેંગસ્ટર રવિ પૂજારીના 7 દિવસના રિમાન્ડ મંજૂર

છોટા રાજનને થોડા સમય પહેલા કોરોના થયો હતો

આ સમગ્ર મામલે તિહાડ જેલમાં જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે, છોટા રાજન(Chhota Rajan)ને થોડા સમય પહેલા કોરોના થયો હતો. આ તેની સાઇડ ઇફેક્ટ પણ હોઇ શકે છે. હાલ ડોક્ટર જ આખી ઘટનાની તપાસ કરીને આ મામલે કંઇ પણ કહી શકશે. મંગળવારે તિહાડના જેલ (tihad jail)નંબર 2માં બંધ છોટા રાજનને અચાનક પેટમાં તીવ્ર દુખાવો થવા માંડ્યો હતો. જેની સૂચના જેલના ગાર્ડોએ તિહાડ પ્રબંધનને આપી હતી. શરૂમાં જેલના ડોક્ટરોએ જ છોટા રાજનની તપાસ કરી, પરંતું મામલો સમજમાં ના આવતા તેમને એઇમ્સમાં ભર્તી કરવામાં આવ્યો છે.

છોટા રાજનને એઇમ્સમાં ભર્તી કરવામાં આવ્યા હતા

જો કે, આ પહેલા 24 એપ્રિલે કોરોના થયા પછી છોટા રાજન(Chhota Rajan)ને એઇમ્સમાં ભર્તી કરવામાં આવ્યો હતો. જ્યાં 18 દિવસ દાખલ રહ્યા બાદ 11 મે એ તેમને પાછા તિહાડ જેલમાં મોકલવામાં આવ્યો હતો. હવે ફરીથી તેમની તબિયત ખરાબ થવા પર તેમને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો- કુખ્યાત અંડરવર્લ્ડ ડોન છોટા રાજન કોરોના સંક્રમિત થતા દિલ્હી AIIMSમાં દાખલ કરાયો

ગેંગસ્ટર છોટા રાજનને ગોળીબારની ઘટનામાં 10 વર્ષની જેલની સજા આપવામાં આવી છે

ઉલ્લેખનિય છે કે, અંડરવર્લ્ડ ડોન છોટા રાજન(Chhota Rajan)ને મુંબઇની એક વિશેષ અદાલતે હત્યાના પ્રયાસ મામલામાં 10 વર્ષની જેલની સજા આપી છે. વિશેષ મકોકા અદાલતે 16 માર્ચે ગેંગસ્ટર છોટા રાજનને 2013માં મલાડમાં ગોળીબારની ઘટનામાં 10 વર્ષની જેલની સજા આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details