ગુજરાત

gujarat

ટૂર્નામેન્ટના જૈવિક રૂપથી સુરક્ષિત માહોલનું ઉલ્લંઘન કરવા બદલ એમ્પાયર માઈકલ ગોની ટી20 વર્લ્ડ કપમાંથી હકાલપટ્ટી

By

Published : Nov 4, 2021, 2:52 PM IST

ઈંગ્લેન્ડના એમ્પાયર માઈકલ ગોને (England's Empire Michael Go) ક્રિકેટ પરિષદ (ICC)એ બુધવારે વર્તમાન ટી20 વર્લ્ડ કપથી હટાવી દીધા છે. કારણ કે, તેમણે કેટલાક દિવસ પહેલા ટૂર્નામેન્ટના જૈવિક રૂપથી સુરક્ષિત માહોલનું ઉલ્લંઘન કર્યું હતું.

ટૂર્નામેન્ટના જૈવિક રૂપથી સુરક્ષિત માહોલનું ઉલ્લંઘન કરવા બદલ એમ્પાયર માઈકલ ગોની ટી20 વર્લ્ડ કપમાંથી હકાલપટ્ટી
ટૂર્નામેન્ટના જૈવિક રૂપથી સુરક્ષિત માહોલનું ઉલ્લંઘન કરવા બદલ એમ્પાયર માઈકલ ગોની ટી20 વર્લ્ડ કપમાંથી હકાલપટ્ટી

  • ઈંગ્લેન્ડના એમ્પાયર માઈકલ ગોની ટી20 વર્લ્ડ કપમાંથી હકાલપટ્ટી
  • ટૂર્નામેન્ટના જૈવિક રૂપથી સુરક્ષિત માહોલના ઉલ્લંઘન બદલ હકાલપટ્ટી
  • એમ્પાયર માઈકલ ગો મંજૂરી વગર હોટેલની બહાર નીકળ્યા હતા

દુબઈઃ ઈંગ્લેન્ડના એમ્પાયર માઈકલ ગોને (England's Empire Michael Go) ક્રિકેટ પરિષદ (ICC)એ બુધવારે વર્તમાન ટી20 વર્લ્ડ કપથી (T20 World Cup) હટાવી દીધા છે. કારણ કે, તેમણે કેટલાક દિવસ પહેલા ટૂર્નામેન્ટના જૈવિક રૂપથી સુરક્ષિત માહોલનું ઉલ્લંઘન કર્યું હતું. ગયા સપ્તાહે શુક્રવારે આ 41 વર્ષીય એમ્પાયર મંજૂરી વગર હોટેલથી બહાર નીકળ્યા હતા અને ટૂર્નામેન્ટના જૈવિક રૂપથી સુરક્ષિત માહોલના બહારના વ્યક્તિઓને મળ્યા હતા. ત્યારબાદ તેમને 6 દિવસના આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃT20 વર્લ્ડ કપ વચ્ચે BCCIનો મોટો નિર્ણય, રાહુલ દ્રવિડને બનાવ્યા ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ

ભારત અને ન્યૂ ઝિલેન્ડની મેચમાં માઈકલ ગોને અધિકારીની ભૂમિકા નિભાવવાની હતી

ICCએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જૈવિક રૂપથી સુરક્ષિત માહોલના નિયમોના ઉલ્લંઘન પછી એમ્પાયર માઈકલ ગોને ICC પુરુષ ટી20 2021ની અન્ય બેચ દરમિયાન નિયુક્ત નહીં કરવામાં આવે. ગોને ગયા સપ્તાહે રવિવારે દુબઈમાં ભારત અને ન્યૂ ઝિલેન્ડ (India and New Zealand) વચ્ચે રમાયેલી મેચમાં અધિકારીની ભૂમિકા નિભાવવાની હતી, પરંતુ નિયમોના ઉલ્લંઘન પછી તેમને હટાવી દેવાયા હતા અને તેમની જગ્યાએ દક્ષિણ આફ્રિકાના મરાઈસ ઈરાસમસને (Marais Erasmus of South Africa) લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃT20 WC : ભારતનો અફઘાનિસ્તાન સામે ભવ્ય વિજય, આખરે જીતનો સ્વાદ મળ્યો ચાખવા...

માઈકલ ગો આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સર્વશ્રેષ્ઠ એમ્પાયરમાંથી એક ગણવામાં આવે છે

ડરહમના પૂર્વ બેટ્સમેન ગોને અત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સર્વશ્રેષ્ઠ એમ્પાયરમાંથી એક માનવામાં આવે છે. આઈસોલેશન દરમિયાન દર એક દિવસ છોડીને તેમનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details