ETV Bharat / bharat

T20 WC : ભારતનો અફઘાનિસ્તાન સામે ભવ્ય વિજય, આખરે જીતનો સ્વાદ મળ્યો ચાખવા...

author img

By

Published : Nov 3, 2021, 7:29 PM IST

Updated : Nov 3, 2021, 10:59 PM IST

ભારતીય ક્રિકેટ(Indian cricket)ટીમે લીગ સ્તરે 5 મેચ રમવાની હતી. જેમાં ભારતને પ્રથમ બે મેચમાં હાર મળી હતી. પરંતું આજે અફઘાનિસ્તાન સામેની મેચમાં ભારતે પ્રથમ દાવમાં 2 વિકેટે 210 રન બનાવ્યા હતાં. ભારતે આખરે T20 WC માં પ્રથમ જીત મેળવીને પોતાની આબરુ બચાવી લિધી.

T20 WC : ભારતનો અફઘાનિસ્તાન સામે ભવ્ય વિજય, આખરે જીતનો સ્વાદ મળ્યો ચાખવા...
T20 WC : ભારતનો અફઘાનિસ્તાન સામે ભવ્ય વિજય, આખરે જીતનો સ્વાદ મળ્યો ચાખવા...

  • વર્તમાન વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે
  • ભારતીય ટીમે ત્રીજી મેચમાં જીત નોંધાવી
  • ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 210 રન ફટકાર્યા

દિલ્હીઃ ભારત-અફઘાનિસ્તાન(India vs Afghanistan) બુધવારે ICC T20 વર્લ્ડ કપ 2021 સુપર 12 સ્ટેજનાં ગ્રુપ 2માં એકબીજા સામે ટકરાશે. આ મેચ અબુધાબી(Match Abu Dhabi)નાં શેખ જાયદ સ્ટેડિયમમાં રમાશે. સતત બે મેચ હાર્યા બાદ કોહલી એન્ડ કંપનીની ભારે ટીકા થઈ રહી છે. સાથે જ ટીમ ઈન્ડિયાની સેમીફાઈનલમાં પહોંચવાની આશા પણ લગભગ ધૂંધળી છે. ભારતીય ટીમ ત્યારે જ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી શકે છે જો તે લીગ સ્ટેજમાં બાકીની તમામ મેચો મોટા માર્જિનથી જીતે. આ સિવાય અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ તેમની એક-એક મેચ હારી છે.

ભારતની ટીમ

પ્લેઇંગ 11 રોહિત શર્મા, કે.એલ.રાહુલ, વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડયા, રવિંન્દ્ર જાડેજા, અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમદ શમી, જસપ્રીત બુમરાહ નો સમાવેશ કરાયો છે.

અફઘાનિસ્તાનની બોલિગ આક્રમણ

ટીમ ઈન્ડિયા તેના ગ્રુપમાં માત્ર સ્કોટલેન્ડથી ઉપર છે. ભારતીય ટીમનો નેટ રન રેટ -1.609 છે. અફઘાનિસ્તાન ટીમ પાસે વર્લ્ડ ક્લાસ બોલિંગ છે જે તેના દિવસે કોઈપણ બેટિંગ ઓર્ડરને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. તેથી અફઘાનિસ્તાન સામે ટીમ ઈન્ડિયાનો રસ્તો સરળ નથી.

Last Updated :Nov 3, 2021, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.