ગુજરાત

gujarat

કરતારપુર સાહિબ કોરિડોર 17 નવેમ્બરે ફરી શરૂ થશે

By

Published : Nov 16, 2021, 6:31 PM IST

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે(Home Minister Amit Shah) માહિતી આપી હતી કે, કેન્દ્ર સરકારે 17 નવેમ્બરથી કરતારપુર સાહિબ કોરિડોર(Kartarpur Sahib Corridor)ને ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે.

કરતારપુર સાહિબ કોરિડોર 17 નવેમ્બરે ફરી શરૂ થશે
કરતારપુર સાહિબ કોરિડોર 17 નવેમ્બરે ફરી શરૂ થશે

  • કરતારપુર સાહિબ કોરિડોર 17 નવેમ્બરે ખુલશે
  • શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ ઉત્સવની ઉજવણી
  • કરતારપુર સાહિબ કોરિડોર ખોલવાથી દેશમાં ખુશીઓની લહેર

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે 17 નવેમ્બરથી કરતારપુર સાહિબ કોરિડોર(Kartarpur Sahib Corridor)ને ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે(Home Minister Amit Shah) આ અંગે માહિતી આપી છે.

ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કર્યું...

ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને માહિતી આપી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) સરકારે આવતીકાલે 17 નવેમ્બરથી કરતારપુર સાહિબ કોરિડોરને ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુઓને ફાયદો થશે. આ નિર્ણય શ્રી ગુરુ નાનક દેવજી અને આપણા શીખ સમુદાય(Sikh community) પ્રત્યે મોદી સરકારની અપાર આદર દર્શાવે છે.

કરતારપુર સાહિબ કોરિડોર ખોલવાથી ખુશીઓની લહેર

અમિત શાહે ટ્વીટ કર્યું કે દેશ 19 નવેમ્બરે શ્રી ગુરુ નાનક દેવજીના(Shri Guru Nanak Devji) પ્રકાશ ઉત્સવની ઉજવણી કરવા માટે તૈયાર છે. મને ખાતરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કરતારપુર સાહિબ કોરિડોર ફરીથી ખોલવાનો નિર્ણય લઈને સમગ્ર દેશમાં ખુશીઓ બમણી થશે.

આ પણ વાંચોઃ અમેરિકાની પછાડી ચીન બન્યો સૌથી અમીર દેશ, જાણો કેટલી સંપત્તિ થઈ?

આ પણ વાંચોઃ 'મેરે પાસ માં હૈ'નાં શૂટીંગ માટે અમદાવાદ પહોંચી બોલીવુડ એકટર માધુરી દિક્ષીત

ABOUT THE AUTHOR

...view details