ગુજરાત

gujarat

સેના પ્રમુખે ચેતવ્યા, અફઘાનિસ્તાનમાં સ્થિતિ સારી થતાં જ કાશ્મીરમાં ઘૂસવાનો પ્રયત્ન કરી શકે છે આતંકવાદીઓ

By

Published : Oct 9, 2021, 8:56 PM IST

સેના પ્રમુખે (Army Chief) કહ્યું છે કે, ભારતીય સશસ્ત્ર દળ (Indian Armed Forces) કોઈપણ ઘટનાને પહોંચી વળવા માટે તૈયાર છે, કેમકે તેમની પાસે ઘુસણખોરી વિરોધી તેમજ જમ્મુ-કાશ્મીર (Jammu And Kashmir)ના અંતરિયાળ વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા માટેની એક વ્યવસ્થા છે. તેમણે કહ્યું છે કે, અફઘાનિસ્તાન (Afghanistan)માં સ્થિતિ સામાન્ય થતાં કાશ્મીરમાં ત્યાંથી આતંકવાદી આવી શકે છે.

કાશ્મીરમાં અફઘાનિસ્તાનના આતંકવાદીઓ કરી શકે છે ઘૂસણખોરી, સેના પ્રમુખની ચેતવણી
કાશ્મીરમાં અફઘાનિસ્તાનના આતંકવાદીઓ કરી શકે છે ઘૂસણખોરી, સેના પ્રમુખની ચેતવણી

  • અફઘાનિસ્તાનથી કાશ્મીરમાં આતંકવાદીઓ કરી શકે છે ઘૂસણખોરી
  • ભારતીય સેના કોઈપણ પડકારને પહોંચી વળવા માટે તૈયાર
  • આતંકવાદીઓ કાશ્મીરમાં નથી ઇચ્છતા શાંતિ

નવી દિલ્હી: થળ સેના પ્રમુખ જનરલ એમ.એમ. નરવણે (Army Chief General Manoj Mukund Naravane)એ અફઘાનિસ્તાનમાં સ્થિતિ સ્થિર થવા પર અફઘાનિસ્તાન મૂળના વિદેશી આતંકવાદીઓ (Foreign terrorists of Afghan origin)ની જમ્મુ-કાશ્મીર (Jammu And Kashmir)માં ઘૂસણખોરી કરવાની શક્યતાથી શનિવારના ઇનકાર નથી કર્યો. તેમણે એ પ્રકારના ઉદાહરણો આપ્યા, જ્યારે તાલિબાન (Taliban) 2 દાયકા પહેલા કાબુલમાં સત્તામાં હતું.

આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવા મજબૂત વ્યવસ્થા

તેમણે કહ્યું કે, ભારતીય સશસ્ત્ર દળો કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે, કેમકે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓને રોકવા માટે તેમની પાસે એક મજબૂત ઘૂસણખોરી વિરોધી કવચ અને વ્યવસ્થા છે. 'ઇન્ડિયા ટૂડે કૉનક્લેવ'માં એ પૂછવા પર કે કાશ્મીરમાં નાગરિકોની તાજેતરની હત્યાઓ અને અફઘાનિસ્તાનમાં સત્તા પર તાલિબાનના કબજા કરવામાં કોઈ સંબંધ છે? જનરલ નરવણેએ કહ્યું કે, એ ન કહી શકાય કે આમાં કોઈ સંબંધ હતો.

સ્થિતિ સ્થિર થયા બાદ અફઘાનિસ્તાનથી કાશ્મીરમાં આવશે આતંકવાદીઓ

થળસેના પ્રમુખે કહ્યું કે, "પરંતુ આપણે એ કહી શકીએ છીએ અને ભૂતકાળથી શીખ લઇ શકીએ છીએ કે જ્યારે પહેલા તાલિબાન સત્તામાં હતું ત્યારે નિશ્ચિત રીતે જમ્મુ-કાશ્મીરમાં અફઘાન મૂળના વિદેશી આતંકવાદી હતા." તેમણે કહ્યું કે, "આ માટે એ માનવાના કારણો છે કે અફઘાનિસ્તાનમાં સ્થિતિ સ્થિર થવા પર એ ચીજ એકવાર ફરી થઈ શકે છે, ત્યારે આપણે જમ્મુ-કાશ્મીરમાં અફઘાનિસ્તાનથી આ આતંકવાદીઓનું આવવાનું જોઇ શકીએ છીએ."

કોઈપણ પડકારને પહોંચી વળવા માટે ભારતીય સેના તૈયાર

તેમણે કહ્યું કે, "ભારતીય સશસ્ત્ર દળ આ પ્રકારના કોઈપણ પ્રયત્નોને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે." કાબુલમાં સત્તા પર તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનથી પાકિસ્તાન થઈને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના આવવાની શક્યતા અને લશ્કર-એ-તૈયબા તથા જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોની આતંકવાદી ગતિવિધિઓ વધવાને લઇને ભારતીય સુરક્ષા સંસ્થાઓમાં ચિંતાઓ વધતી જઈ રહી છે.

કાશ્મીરમાં આતંકવાદીઓ સામાન્ય સ્થિતિ ઇચ્છતા નથી

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી રહેલી હત્યા પર સેના પ્રમુખે કહ્યું કે, "આ ચિંતાનો વિષય છે." તેમણે આતંકવાદી સંગઠનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "તેઓ સામાન્ય સ્થિતિ નથી ઇચ્છતા. આ તેમના સંબંધિત અહીં બન્યા રહેવાનો છેલ્લો પ્રયત્ન છે."

આતંક ફેલાવવાનો પ્રયત્ન

તેમણે કહ્યું કે, "લોકો બળવો કરશે. જો તેઓ (આતંકવાદી) કહેશે કે તેઓ આ બધું લોકો માટે કરી રહ્યા છે તો પછી તમે લોકોની હત્યા કેમ કરી રહ્યા છો, જે તમારા સમર્થનનો આધાર છે. આ ફક્ત આતંક ફેલાવવાનો પ્રયત્ન છે, જે સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે."

ફરી પાકિસ્તાન કરી રહ્યું છે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન

પાકિસ્તાન સાથે નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામ કરાર અંગે જનરલ નરવણેએ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીથી 4 મહિના સુધી તેનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું, પરંતુ જુલાઈથી સપ્ટેમ્બર અને હવે ઓક્ટોબરની શરૂઆતમાં છૂટાછવાયા બનાવો ફરી શરૂ થયા છે."

આ પણ વાંચો: આઝાદીના 75 વર્ષ: ભગતસિંહે આ ગુપ્ત ભોંયરામાં કેન્દ્રીય વિધાનસભામાં હુમલો કરવાની યોજના બનાવી હતી

આ પણ વાંચો: G-23ના નેતાઓની માંગ બાદ કૉંગ્રેસે 16 ઑક્ટોબરના બોલાવી CWCની બેઠક

ABOUT THE AUTHOR

...view details