ગુજરાત

gujarat

શેરબજારમાં મજબૂતાઇ, સેન્સેક્સ 660 પોઈન્ટે ઉછળ્યો

By

Published : Apr 13, 2021, 7:08 PM IST

Updated : Apr 13, 2021, 8:04 PM IST

શેરબજારમાં ગઈકાલના કડાકા પછી આજે મજબૂતી આવી હતી. એશિયાઈ સ્ટોક માર્કેટની તેજીના અહેવાલો અને દેશભરમાં લોકડાઉન નહી લદાય તેવી ધારણા પાછળ શેરોમાં નવી લેવાલી આવી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ 660.68(1.38 ટકા) ઉછળી 48,544.06એ બંધ થયો હતો. તેમજ નિફ્ટી ઈન્ડેક્સ 194(1.36 ટકા) પોઈન્ટે ઉછળી 14,504.80એ બંધ થયો હતો.

શેરબજારમાં મજબૂતાઇ, સેન્સેક્સ 660 પોઈન્ટે ઉછળ્યો
શેરબજારમાં મજબૂતાઇ, સેન્સેક્સ 660 પોઈન્ટે ઉછળ્યો

  • શેરબજારમાં ગઈકાલના કડાકા પછી મજબૂતી
  • સેન્સેક્સ 660 પોઈન્ટે ઉછળ્યો
  • નિફટી 194 પોઈન્ટે પ્લસ રહી

અમદાવાદ- શેરબજારમાં સપ્તાહના બીજા દિવસે ઉછાળો આવ્યો હતો. ઈન ડાયરેક્ટ ટેક્સ ક્લેકશનમાં આ વર્ષે 12 ટકાનો વધારો થયો છે અને ટેક્સની આવક રૂપિયા 10.71 લાખ કરોડ થઈ છે. તેમજ કોરોનાના કેસ સતત વધી રહ્યા હોવા છતાં, દેશભરમાં લોકડાઉન નહી લદાય તેવી ધારણાએ તેજીવાળા ખેલાડીઓએ બ્લૂચિપ શેરોમાં નીચા મથાળે નવી લેવાલી કાઢી હતી, અને શેરોના ભાવ ઉંચકાયા હતા.

શેરબજારમાં મજબૂતાઇ, સેન્સેક્સ 660 પોઈન્ટ ઉછળ્યો
દેશમાં સામાન્ય કરતાં સારું ચોમાસુ રહેવાની ધારણાબીજી તરફ આનંદના સમાચાર હતા કે, 2021માં ચોમાસું સામાન્ય કરતા વધુ સારુ રહેવાનું અનુમાન સ્કાયમેટે કર્યું છે. જે સમાચાર પાછળ ભારતીય શેરોમાં નવી વેચવાલી અટકી ગઈ હતી, અને બુલ ઓપરેટરોએ નવી લેવાલી કાઢીને તક ઝડપી હતી. ગઈકાલે એફઆઈઆઈએ રૂપિયા 1746 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. જો કે આજે એફઆઈઆઈની નવી વેચવાલી સામાન્ય રહી હતી. જેથી શેરબજારનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું.

આ પણ વાંચોઃછ દિવસના ઘટાડા પછી શેરબજારમાં પુલબેક, સેન્સેક્સમાં 835 પોઈન્ટનો ઉછાળો

સેન્સેક્સ 660.68 ઉછળ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ આગલા બંધ 47,883.38ની સામે આજે સવારે 47,991.53ના ઉંચા મથાળે ગેપમાં ખુલ્યો હતો. શરૂમાં સામાન્ય ઘટી 47,775.32 થઈ અને ત્યાંથી ઉછળી 48,627.43 થયો અને ટ્રેડિંગ સેશનને અંતે 48,544.06 બંધ થયો હતો, જે 660.68નો ઉછાળો દર્શાવે છે.

નિફટી 194 પોઈન્ટ ઊંચકાયો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ આગલા બંધ 14,310.80ની સામે, આજે સવારે 14,364.90ના ઉંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 14,274.90થી ઝડપી ઉછળી 14,528.90 થયો અને ટ્રેડિંગ સેશનને અંતે 14,504.80 બંધ થયો હતો, જે 194 પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે.

આ પણ વાંચોઃશેરબજારમાં ઐતિહાસિક તેજીઃ સેન્સેક્સે 50,000ની સપાટી કૂદાવી

ટોપ ગેઈનર્સ

આજે સૌથી વધુ ઉંચકાયેલા શેરમાં એમ એન્ડ એમ(8.02 ટકા), બજાજ ફિનસર્વ(6.43 ટકા), બજાજ ફાઈનાન્સ(4.75 ટકા), મારૂતિ સુઝુકી(4.60 ટકા) અને ઈન્ડુસઈન્ડ બેંક(4.29 ટકા)નો સમાવેશ થાય છે.

ટોપ લુઝર્સ

આજે સૌથી વધુ ગગડેલા શેરમાં ટીસીએસ(4.21 ટકા), ડૉ. રેડ્ડી લેબ(4.18 ટકા), ટેક મહિન્દ્રા(3.54 ટકા), એચસીએલ ટેક(2.70 ટકા) અને ઈન્ફોસીસ(1.91 ટકા)નો સમાવેશ થાય છે.

Last Updated : Apr 13, 2021, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details