ગુજરાત

gujarat

સંજય રાઉતની ન્યાયિક કસ્ટડી લંબાવાઈ, હજુ રહેવું પડશે જેલમાં

By

Published : Sep 5, 2022, 4:58 PM IST

પાત્રા ચાવલ જમીન કૌભાંડ કેસમાં શિવસેના સાંસદ સંજય રાઉતની ન્યાયિક કસ્ટડી 19 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. 1 ઓગસ્ટના રોજ સંજય રાઉતની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. Sanjay Raut arrested in money laundering case, MP Sanjay Raut's judicial custody extended till September 19,Patra Chawal land scam case

સંજય રાઉતની ન્યાયિક કસ્ટડી 19મી સપ્ટેમ્બર સુધી લંબાવાઈ
સંજય રાઉતની ન્યાયિક કસ્ટડી 19મી સપ્ટેમ્બર સુધી લંબાવાઈ

મુંબઈ: મુંબઈમાં 'ચાલ'ના પુનઃવિકાસમાં કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સોમવારે મુંબઈની વિશેષ અદાલતે શિવસેનાના સાંસદ સંજય રાઉતની ન્યાયિક કસ્ટડી 14 દિવસ સુધી લંબાવી છે. રાઉતને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 1 ઓગસ્ટના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (Prevention of Money Laundering Act) હેઠળ ઉપનગરીય ગોરેગાંવમાં પાત્રા ચાલના પુનઃવિકાસમાં કથિત નાણાકીય અનિયમિતતાઓના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.

રાઉતની કસ્ટડી 14 દિવસ વધારીરાઉતને ન્યાયિક કસ્ટડી પૂરી થયા બાદ સોમવારે તેને વિશેષ PMLA જજ એમજી દેશપાંડેની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે રાઉતની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ વધારી દીધી છે. શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના (Former Maharashtra Chief Minister Uddhav Thackeray) નજીકના સાથી રાઉતે તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને તેમની સામેના ED કેસને "બનાવટી" ગણાવ્યો છે. મુંબઈની વિશેષ અદાલતે સોમવારે શિવસેનાના સાંસદ સંજય રાઉતની ન્યાયિક કસ્ટડી 5 સપ્ટેમ્બર સુધી લંબાવી હતી. શહેરમાં એક ચાલના પુનર્વિકાસમાં કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાઉતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 1 ઓગસ્ટના રોજ ગોરેગાંવ ઉપનગરમાં પાત્રા ચાલના પુનઃવિકાસમાં કથિત નાણાકીય અનિયમિતતાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details