ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીરમાં બે કાર નદીમાં પડતા 6 લોકોના થયા મોત

author img

By

Published : Sep 5, 2022, 2:25 PM IST

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં બે અકસ્માતો થયા છ. અકસ્માતમાં બે કાર રસ્તા પરથી લપસીને નદીમાં પડી ગઈ હતી. નોંધનીય છે કે, આ બંને અકસ્માતો અલગ-અલગ સમયે થયા છે. આ બંને અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે અને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. Six people died in a road accident in Doda, Two cars skidded off the road

જમ્મુ કાશ્મીરમાં બે કાર નદીમાં પડતા 6 લોકોના થયા મોત
જમ્મુ કાશ્મીરમાં બે કાર નદીમાં પડતા 6 લોકોના થયા મોત

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં સોમવારે બે કાર રસ્તા પર લપસીને નદીમાં પડી ગઈ (Two cars skidded off the road) હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. અકસ્માત અંગે માહિતી આપતાં ડોડાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક અબ્દુલ કયૂમે જણાવ્યું કે, ડોડા ભદ્રવાહ રોડ પર છ કલાકની અંદર થયેલા આ બે અકસ્માતોમાં બે લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. સવારે લગભગ 6.30 વાગ્યે ગલગંધર પાસે એક કાર 400 મીટર નીચે નીરુ નદીમાં પડી હતી.

કારમાં સવાર લોકોના થયા મોત આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના મોત (Five people died in a road accident in Doda) થયા હતા અને અન્ય એકને ગંભીર ઈજાઓ થઈ હતી. કયુમે જણાવ્યું કે, મૃતકોની ઓળખ સત્ય દેવી, સતીશા દેવી, વિક્રમ સિંહ અને લખરાજ તરીકે થઈ છે. આ તમામ શિવા ગામના રહેવાસી હતા અને લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે ભદ્રવાહ જઈ રહ્યા હતા. અગાઉ થયેલા અન્ય અકસ્માતમાં ગલગંધરથી જ બે કિલોમીટર દૂર મુગલ માર્કેટ વિસ્તારમાં અન્ય એક ખાનગી કાર 300 મીટર નીચે નદીમાં પડી હતી.

એક વ્યક્તિની હાલત ગંભીર આ અકસ્માત અંગે SSPએ જણાવ્યું કે, આ ઘટના મોડી રાત્રે 12.30 વાગ્યે બની હતી, જેમાં બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. SSPએ કહ્યું કે, પોલીસે કારમાંથી ટંગોરના ભદ્રવાહના સજ્જાદ, અહમદ, હિમોતે, રવીન્દ્ર કુમારના મૃતદેહ બહાર કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે, ચિંટાના પીયૂષ કુમારને બચાવી લેવામાં આવ્યા છે અને તેમની હાલત નાજુક છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.