ગુજરાત

gujarat

Sharad pawar on bjp: શરદ પવારે કર્યા ભાજપ પર પ્રહાર, કહ્યું રાજકીય લાભ ખાટવા માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો કરાઈ રહ્યો છે દુરુપયોગ

By ETV Bharat Gujarati Team

Published : Oct 5, 2023, 7:47 PM IST

નવી દિલ્હીમાં આયોજીત NCPની કાર્ય સમિતિની બેઠકમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના પ્રમુખ શરદ પવાર ભાજપ અને પીએમ મોદી પર નિશાન સાધ્યું. ચૂંટણી પંચની સુનાવણીના એક દિવસ પહેલા, શરદ પવારે કહ્યું હતું કે "ભાજપે તેનું ચૂંટણી ચિન્હ્ 'કમળ' થી 'વોશિંગ મશીન' કરી નાખવું જોઈએ. કારણ કે, ભ્રષ્ટ નેતાઓ ભગવા પાર્ટીમાં જોડાતાની સાથે જ "સ્વચ્છ" થઈ જાય છે.

Sharad pawar on bjp
Sharad pawar on bjp

નવી દિલ્હી: અહીં કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે એનસીપીની વિસ્તૃત કાર્ય સમિતિને સંબોધતા, NCPના નેતા શરદ પવારે રાજકીય લાભ ખાટવા માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવા બદલ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું કે. "શું કોઈએ એક દાયકા પહેલા ED અથવા CBI વિશે સાંભળ્યું હતું? આનો અર્થ એ નથી કે આ એજન્સીઓ ક્યારેય અસ્તિત્વમાં નહોતી. પરંતુ તેનો ઉપયોગ રાજકીય ધ્યેયો માટે ક્યારેય કરવામાં આવ્યો ન હતો. પરંતુ મોદી શાસનમાં, આ એજન્સીઓનો ઉપયોગ વિપક્ષ અને મીડિયાને નિશાન બનાવવા માટે કરવામાં આવે છે.

શરદ પવારના પ્રહાર:એનસીપીમાં વિભાજન અંગે, શરદ પવારે કહ્યું કે, "જે રીતે 8 મંત્રીઓને મંત્રાલય અને વિભાગો આપવામાં આવ્યા હતાં અને આખા દેશે તે જોયું. હવે તેઓ દાવો કરે છે કે, એનસીપી પાસે પાવર અને તેનું પ્રતીક છે. પવારે ઉમેર્યુ હતું કે, જ્યારે બધાએ મહારાષ્ટ્ર કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા હતા, ત્યારે તેઓ બધા તેમને મળવા આવ્યા હતા. તે સમયે, તેઓએ મને કહ્યું હતું કે તેમને ED દ્વારા ધમકી આપવામાં આવી હતી અને તેમને કહેવામાં આવ્યું હતું કે ભાજપમાં જોડાઓ અથવા EDનો સામનો કરો."

ચૂંટણી પંચ પાસે પવારને આશા: મહત્વપૂર્ણ છે કે, શરદ પવારના ભત્રીજા અજિત પવાર સહિત આઠ ધારાસભ્યો મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારમાં જોડાયા પછી જુલાઈમાં શરદ પવારની પાર્ટી NCP 2માં વિભાજન થયું હતું અને મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવ્યો હતો. હવે એનસીપીની અરજી પર ચૂંટણી પંચ 6 ઑક્ટોબરના રોજ ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે, પવારે કહ્યું કે તેમને આશા છે કે ચૂંટણી પંચ ન્યાય કરશે અને "બધાની નજર પોલ પેનલ પર છે,"

વિરોધીઓ પર વરસ્યા:અહીંથી ન અટકતા શરદ પવારે આડકતરી રીતે વિરોધીઓ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, "દરેક વ્યક્તિ જાણે છે કે, એનસીપીના નેતા કોણ છે ? પરંતુ કેટલાક લોકો એવા છે જેઓ આ પાર્ટી અને તેના પ્રતીકને કબજે કરવા માંગે છે. પરંતુ જો તેઓ ચિન્હ્ છીનવી લેશે તો પણ લોકો અમને સમર્થન આપવાનું ચાલુ રાખશે. લોકોને મૂર્ખ બનાવી શકાય નહીં,"

પવારના પીએમ મોદી પર પ્રહાર: પીએમ મોદી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, તેમણે ઈન્દિરા ગાંધી, એચડી દેવગૌડા, પી.વી. નરસિમ્હા રાવ સહિત અગાઉના ઘણા વડાપ્રધાનો સાથે કામ કર્યું છે. પવારે કહ્યું, નરસિંહ રાવ અને મોરારજી દેસાઈએ ક્યારેય વિકાસ સંબંધિત પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતી વખતે કોઈ રાજકીય ભાષણ આપ્યું નથી, પછી તે રેલ્વે લાઇન, ટ્રેનો અથવા કોઈપણ વિકાસલક્ષી પ્રોજેક્ટ હોય. પરંતુ પીએમ મોદી જ્યાં પણ લોકાર્પણ કે ઉદ્ધાટનના કાર્યક્રમોમાં જાય છે, ત્યારે તેઓ રાજકીય ભાષણ આપવાનું ચુકતા નથી.

આ પણ વાંચો

  1. Congress Working Committee News: દિલ્હીમાં 9 ઓક્ટોબરે કૉંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક યોજાશે
  2. PM Modi in Rajasthan: કેન્દ્ર સરકાર રાજસ્થાનમાં ચારે દિશામાં તેજ ગતિથી કામ કરી રહી છે : PM મોદી

ABOUT THE AUTHOR

...view details