ગુજરાત

gujarat

ખેડૂત આંદોલન પર સુપ્રીમ કોર્ટનું આકરું વલણ, કહ્યું - તમે શહેરનું ગળું દબાવી રહ્યા છો

By

Published : Oct 1, 2021, 1:00 PM IST

કિસાન મહાપંચાયત (Kisan Mahapanchayat) નામક સંગઠન દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશન પર સુનવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે ખેડૂત આંદોલન પર ફિટકાર વરસાવતા કહ્યું કે, તમે લોકો ટ્રેનો રોકી રહ્યા છો, હાઈવે બંધ કરી રહ્યા છો. શું શહેરી લોકો પોતાના ધંધા બંધ કરી દે, શું લોકો શહેરમાં તમારા આ ધરણાથી ખુશ થશે?

Supreme Court
Supreme Court

  • સુપ્રીમ કોર્ટે પિટિશનની સુનવણીમાં ખેડૂત આંદોલનની કાઢી ઝાટકણી
  • આંદોલનના નામે ટ્રેનો અને હાઈવે બંધ કરાવવા અયોગ્ય
  • કોર્ટે કહ્યું - તમે શહેરને ચોતરફથી ઘેર્યું, હવે અંદર આવીને વિરોધ કરવા માંગો છો

નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટમાં કિસાન મહાપંચાયત (Kisan Mahapanchayat) અંગે સુનવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે આદેશ આપ્યો છે કે, જંતર-મંતર પર સત્યાગ્રહ કરવાની અનુમતિ માટે સોમવાર સુધીમાં સોગંદનામું રજૂ કરે. કોર્ટે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, આંદોલનને પગલે હાઈવેને અવરોધિત કરી શકાય નહીં.

કોર્ટ પર ભરોસો હોય તો વિરોધ પ્રદર્શનની શું જરૂર

સુપ્રિમ કોર્ટે દિલ્હીમાં 'સત્યાગ્રહ' કરવાની અનુમતિ માંગી રહેલા ખેડૂતોના સંગઠન કિસાન મહાપંચાયત (Kisan Mahapanchayat) ને કહ્યું કે આપે શહેરને ચોતરફથી ઘેરી લીધું છે અને હવે અંદર આવીને પ્રદર્સન કરવા માંગો છો. જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ રવિકુમારની બેન્ચે કહ્યું કે, તમે લોકો કૃષિ કાયદાઓના વિરોધમાં સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચ્યા છો, એનો અર્થ એમ થાય છે કે, તમને કોર્ટ પર ભરોસો છે. ચો પછી વિરોધ-પ્રદર્સનની શું જરૂર છે.

ABOUT THE AUTHOR

...view details