ગુજરાત

gujarat

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટમાં વધુ એક વધારો, શિવસેનાના સાંસદ સંજય રાઉતને EDનું તેડૂં

By

Published : Jun 27, 2022, 12:55 PM IST

Updated : Jun 27, 2022, 1:16 PM IST

મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પ્રવેશ કર્યો છે. EDએ શિવસેનાના સાંસદ સંજય રાઉતને સમન્સ પાઠવ્યું (sanjay raut summoned) છે. રાઉતને આવતીકાલે મંગળવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટમાં વધુ એક વધારો
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટમાં વધુ એક વધારો

હૈદરાબાદ : મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પ્રવેશ કર્યો છે. EDએ શિવસેનાના સાંસદ સંજય રાઉતને સમન્સ પાઠવ્યું (sanjay raut summoned) છે. રાઉતને આવતીકાલે મંગળવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ સમન્સ સંજય રાઉતને પ્રવીણ રાઉત અને પાત્રા ચાલ જમીન કૌભાંડ (pravin raut and patra chawl land scam) સાથે જોડાયેલા કેસમાં મોકલવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :સંજય રાઉતના વિવાદાસ્પદ નિવેદન પર એકનાથ શિંદેએ આપી પ્રતિક્રિયા

EDએ મિલકત જપ્ત કરી હતી :આ પહેલા EDએ પ્રવીણ રાઉતની ધરપકડ કરી હતી. પ્રવીણ રાઉતને સંજય રાઉતના નજીકના માનવામાં આવે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તાજેતરમાં પ્રવીણ રાઉતની કરોડોની સંપત્તિ પણ જપ્ત કરી હતી. EDએ 11 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. જેમાં પાલઘરમાં પ્રવીણ રાઉતની સંપત્તિ લગભગ 9 કરોડ રૂપિયા છે, જ્યારે દાદરમાં ફ્લેટ અને અલીબાગમાં 2 કરોડનો પ્લોટ સંજય રાઉતની પત્નીનો હોવાનો આરોપ છે.

આ પણ વાંચો :ઠાકરે સરકારનો રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની કોઈ જ સમસ્યા ન હોવાનો દાવો

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ યથાવત :શિવસેનાના નેતા એકનાથ શિંદેના બળવાખોર વલણે મહારાષ્ટ્ર સરકારને મુશ્કેલીમાં મૂકી દીધી છે. એકનાથ શિંદે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સાથે ગુવાહાટીમાં પડાવ નાખ્યા છે. શિંદેનો દાવો છે કે, તેમની પાસે શિવસેનાના 39 ધારાસભ્યો સહિત 50થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે. બીજી તરફ શિંદે જૂથના ધારાસભ્ય દીપક કેસરકરે પણ દાવો કર્યો છે કે, શિવસેનાના 1-2 ધારાસભ્યો તેમની છાવણીમાં આવવાના છે. દીપક કેસરકરે કહ્યું કે, આ ધારાસભ્યો સાથે અમારી પાસે 51 ધારાસભ્યો હશે. અમે 3-4 દિવસમાં નિર્ણય લઈશું. બીજી તરફ મહારાષ્ટ્રની રાજકીય લડાઈ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ છે.

Last Updated : Jun 27, 2022, 1:16 PM IST

ABOUT THE AUTHOR

...view details