ETV Bharat / bharat

સંજય રાઉતના વિવાદાસ્પદ નિવેદન પર એકનાથ શિંદેએ આપી પ્રતિક્રિયા

author img

By

Published : Jun 27, 2022, 9:56 AM IST

Updated : Jun 27, 2022, 11:04 AM IST

શિવસેનાના સાંસદ સંજય રાઉતના વિવાદાસ્પદ નિવેદન પર પ્રતિક્રિયા આપતા એકનાથ શિંદેએ કહ્યું છે કે, મુંબઈ બોમ્બ બ્લાસ્ટ (Mumbai bomb blast) અને દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ ધરાવતા લોકોને શિવસેના (Shiv Sena) સમર્થન આપી શકે નહીં.

સંજય રાઉતના વિવાદાસ્પદ નિવેદન પર એકનાથ શિંદેએ આપી પ્રતિક્રિયા
સંજય રાઉતના વિવાદાસ્પદ નિવેદન પર એકનાથ શિંદેએ આપી પ્રતિક્રિયા

મુંબઈ: શિવસેનાના અસંતુષ્ટ નેતા એકનાથ શિંદેએ રવિવારે પાર્ટીના નેતૃત્વ પર કટાક્ષ કર્યો અને આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, બાળ ઠાકરેની પાર્ટી દાઉદ ઈબ્રાહિમ સાથે સીધા સંબંધો ધરાવતા લોકોને કેવી રીતે સમર્થન આપી શકે છે, જેઓ ઘણા બોમ્બ વિસ્ફોટ (Mumbai bomb blast) કરીને નિર્દોષ મુંબઈકરોની હત્યા માટે જવાબદાર છે. તેમણે કહ્યું કે, આવા સમર્થનના વિરોધમાં તેમણે અને અન્ય ધારાસભ્યોએ બળવાનો ઝંડો ઉઠાવ્યો છે અને તેઓ બાળ ઠાકરેની શિવસેનાને બચાવવા માટે પોતાના જીવની પરવા કરતા નથી.

  • How can Balasaheb Thackeray's Shiv Sena support people who had direct connection with culprits of Mumbai bomb blast, Dawood Ibrahim & those responsible for taking lives of innocent people of Mumbai. That's why we took such step, it's better to die, tweets Eknath Shinde pic.twitter.com/9Tbjd7CLs1

    — ANI (@ANI) June 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: અયોગ્યતાની નોટિસ અંગે શિંદે જૂથની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

સંજય રાઉતે શું કહ્યું હતું?: દહિસરમાં શિવસેનાની રેલીમાં માર્ગદર્શન આપતા સંજય રાઉતે કહ્યું હતું કે, 40 ધારાસભ્યોના મૃતદેહ સીધા ગુવાહાટીથી આવશે. અમે તેમને પોસ્ટમોર્ટમ માટે સીધા મોર્ગમાં મોકલીશું. ગુવાહાટીમાં એક મંદિર છે. આ મંદિરમાં રેડાનો ભોગ ચઢાવવામાં આવે છે. રાઉત દ્વારા કરવામાં આવેલા આ જ વિવાદાસ્પદ નિવેદન (Controversial statement) પર એકનાથ શિંદેએ ટ્વીટ કર્યું, અમે 40 રેડ મોકલી છે.

આ પણ વાંચો: ત્રિપુરામાં કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે અથડામણ, 19 ઘાયલ

દાઉદ સાથે છે સીધા સંબંધો : રવિવારે રાત્રે શિંદે દ્વારા કરવામાં આવેલી ટ્વીટ (Eknath Shinde tweet) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (Nationalist Congress Party)ના નેતા નવાબ મલિકના સ્પષ્ટ સંદર્ભમાં છે, જેઓ દાઉદ ઈબ્રાહિમના સંબંધીઓ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં (Money laundering case) કથિત રીતે જેલમાં છે. શિંદેએ ટ્વીટ કર્યું, "હિંદુ હ્રદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેની શિવસેના (Balasaheb's Shiv Sena) એવા લોકોને કેવી રીતે સમર્થન આપી શકે જેમના દાઉદ સાથે સીધા સંબંધો છે, જેમણે મુંબઈ વિસ્ફોટોને (Mumbai bomb blast?) અંજામ આપીને નિર્દોષ મુંબઈકરોની હત્યા કરી નાખી?" તેનો વિરોધ કરવા માટે અમે આ પગલું ભરી રહ્યા છીએ. આ પગલું ભલે આપણને મૃત્યુની અણી પર લઈ જાય, તો પણ અમને કોઈ પરવા નથી. અન્ય એક ટ્વિટમાં, શિવસેનાના (Shiv Sena) વરિષ્ઠ નેતાએ કહ્યું કે, જો તે શિવસેના અને બાળ ઠાકરેની વિચારધારાનું રક્ષણ કરતા મૃત્યુ પામે તો તે પોતાને ભાગ્યશાળી માનશે.

Last Updated : Jun 27, 2022, 11:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.