ગુજરાત

gujarat

સમીર વાનખેડેએ ઘણા મોટા લોકોના ફોન ટેપ કર્યા, નવાબ મલિકનો સનસનાટી ભર્યો દાવો

By

Published : Oct 26, 2021, 1:56 PM IST

મહારાષ્ટ્ર સરકારના પ્રધાન અને એનસીપીના નેતા નવાબ મલિકે(Nawab Malik) કહ્યું કે, તેમને એનસીબીના એક અનામી અધિકારી તરફથી એક પત્ર મળ્યો છે. આ પત્ર નાર્કોટિક્સના મહાનિર્દેશકને મોકલ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મહાનિર્દેશક મુથા અશોક જૈન (Mutha Ashok Jain NCB DG)એ નવાબ મલિકના પત્રના સંબંધમાં કહ્યું છે કે તેમને આ પત્ર મળ્યો છે. NCBઆ અંગે જરૂરી કાર્યવાહી કરશે.

સમીર વાનખેડેએ ઘણા મોટા લોકોના ફોન ટેપ કર્યા, નવાબ મલિકનો સનસનાટી ભર્યો દાવો
સમીર વાનખેડેએ ઘણા મોટા લોકોના ફોન ટેપ કર્યા, નવાબ મલિકનો સનસનાટી ભર્યો દાવો

  • NCB અધિકારીના હોદ્દા સાથેનો એક અનામી પત્ર મળ્યોઃ નવાબ
  • નવાબ મલિકે સમીર વાનખેડે પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો
  • સમીર વાનખેડે બે ખાનગી વ્યક્તિઓ દ્વારા ગેરકાયદેસર કાર્ય કરી રહ્યા હતાઃ નવાબ

મુંબઈઃ ક્રૂઝ શિપ ડ્રગ પાર્ટી(Cruise Ship Drug Party)નો મામલો સામે આવ્યા બાદ બે અઠવાડિયાથી વધુ સમયથી બયાનબાજી ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં સત્તારૂઢ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) નેતા નવાબ મલિકે પણ ટિપ્પણી કરી છે. તેણે કહ્યું છે કે તેને NCB(નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) અધિકારીના હોદ્દા સાથેનો એક અનામી પત્ર મળ્યો છે.

નવાબ મલિકેનું નિવેદન...

નવાબ મલિકે(Nawab Malik) પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ, NCB અધિકારીનો અનામી પત્ર નાર્કોટિક્સ મહાનિર્દેશકને મોકલ્યો છે, જેમાં વિનંતી કરવામાં આવી છે કે આ પત્રને NCB અધિકારી સમીર વાનખેડે પર કરવામાં આવી રહેલી તપાસમાં સામેલ કરવામાં આવે. તેમણે કહ્યું કે એનસીપી તપાસની માંગ કરે છે. NCB અધિકારી સમીર વાનખેડે મુંબઈ અને થાણેમાં બે ખાનગી વ્યક્તિઓ દ્વારા ગેરકાયદેસર રીતે કેટલાક લોકોના મોબાઈલ ફોનને અટકાવી રહ્યા છે.

નવાબે આર્યનખાન કેસમાં સમીર પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં છેતરપિંડીનો દાવો કરતો પત્ર શેર કર્યો છે. આ મામલે આર્યન ખાન ડ્રગ્સ કેસ સાથે સંબંધિત NCB ઝોનલ ઓફિસર સમીર વાનખેડે NCB પણ સ્કેનર હેઠળ આવ્યા છે. NCB નેતા નવાબ મલિકે આર્યન ખાન કેસમાં સમીર વાનખેડે પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચોઃ મુંબઈમાં તપાસનો દોર શરૂ થતા સમીર વાનખેડે દિલ્હી પહોંચ્યા, કહ્યું - 'આદેશ નથી મળ્યો, કામથી આવ્યો છું'

આ પણ વાંચોઃ મુંબઈ ડ્રગ્સ કેસ: સમીર વાનખેડેના બચાવમાં ઉતરી પત્ની, કહ્યું- અમે બંને હિંદુ પરિવારથી છીએ

ABOUT THE AUTHOR

...view details