ગુજરાત

gujarat

WAR 14th Day : ઝેલેન્સકીએ કહ્યું, "રશિયાને આંતકવાદી દેશ જાહેર કરવો જોઈએ"

By

Published : Mar 9, 2022, 12:06 PM IST

આજે યદ્ધનો 14મો દિવસ રશિયાએ આજે ​​યુક્રેનમાં સીઝફાયર (Ceasefire in Ukraine) ની જાહેરાત કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર રશિયા કીવ સહિત ઘણા શહેરોમાં માનવીય કોરીડોર(Human corridor) આપવા માટે તૈયાર છે. જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ રશિયાને આંતકવાદી દેશ જાહેર કરવા સાથે વધુ કડક પ્રતિબંધોની માંગણી કરી છે.

યુક્રેન ઝુકશે નહીંઃ ઝેલેન્સકીએ કહ્યું, રશિયાને આંતકવાદી દેશ જાહેર કરવો જોઈએ
યુક્રેન ઝુકશે નહીંઃ ઝેલેન્સકીએ કહ્યું, રશિયાને આંતકવાદી દેશ જાહેર કરવો જોઈએ

કીવ:યુક્રેન અને રશિયા યુદ્ધ (Ukraine Russia war) ના 14 દિવસ થઈ ગયા છે. રશિયા યુદ્ધમાં પાછુ હટવાનું નામ નથી લઈ રહ્યું, યુક્રેનની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી છે. ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી (President of Ukraine Volodymyr Zelensky) એ કહ્યું કે, તેઓનો દેશ રશિયા સામે છેલ્લા શ્વાસ સુધી લડતો રહેશે. ઝેલેન્સકીએ બ્રિટનના સાંસદોને સંબોધિત કરીને જાણકારી આપી.બ્રિટનના સાંસદોને કહ્યુંકે, અમે હાર નહી માનીએ અને હારીશુ પણ નહી. જણાવી દઈએ કે, પૂર્વ યુક્રેનના ખારકીવમાં રશિયાના મેજર જનરલ વિટાલી ગેરાસિમોવને મારી નાખ્યા છે. જ્યારે બીજી બાજુ યુક્રેનના સૂમી શહેર પર રશિયાએ બોંમ્બમારો કર્યો હતો જેમાં નવ લોકોના મૃત્યુ નિપજ્યા હતા. કીવ પર મોટા હુમલાનું એલાન પણ કરવામાં આવ્યું છે. જ્યારે અમેરિકાએ રશિયાના ગેસ, તેલ અને વિજળી તે બધી આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે.

આ પણ વાંચો:Ukraine Sailors evacuation : ઈન્ડિયન એમ્બેસીએ 52 ભારતીય નાવિકોને બચાવ્યા

રશિયાને આંતકવાદી દેશ જાહેર કરવામાં આવે: યુક્રેનના રાષ્ટ્રપતિ

યુક્રેનના 44 વર્ષીના નેતા ઝેલેન્સકીએ વિડિયોલિંક દ્વારા નીચલા ગૃહ 'હાઉસ ઓફ કોમન્સ'ને સંબોધિત કરતી વખતે ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. ઝેલેન્સકીનુ સાંસદોએ ઉભા થઈ સન્માન કર્યુ હતુ. ઝેલેન્સકીએ બ્રિટનના સાંસદોને કહ્યુ કે,અમે હાર નહી માનીએ. ઝેલેન્સકીએ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનને સંબોધિત કરતા કહ્યુ અમે પશ્મિમી દેશોની મદદ કરવા માટે અમારે તમારી મદદની જરુર છે. અમે આ મદદ માટે આભારી છીએ અને બોરિસ, હું તમારો આભારી છું. યુક્રેનના રાષ્ટ્રપતિ એ કહ્યું કે, કૃપા કરીને રશિયા વિરુદ્ધ કડક પ્રતિબંધો લાદવામાં આવે અને આ દેશને આંતકવાદી દેશ જાહેર કરવામાં આવે. કૃપા કરીને ખાતરી આપો કે અમારા યુક્રેનનું આકાશ સુરક્ષિત રહે.

અમેરિકામાં રશિયન ગેસ, તેલ અને વિજળીની તમામ આયાત પર પ્રતિબંધ:અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધને બે અઠવાડિયા થઈ ગયા છે. ઘણા દેશો દ્વારા પ્રતિબંધો છતાં રશિયાની આક્રમકતા ઓછી થઈ નથી. તાજેતરની ઘટનામાં, રશિયામાંથી અમેરિકામાં તેલની આયાત પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને એક જાહેરાતમાં કહ્યું કે, અમે રશિયન ગેસ, તેલ અને વિજળીની તમામ આયાત પર પ્રતિબંધ લગાવી રહ્યા છીએ.

આ પણ વાંચો:Ukraine invasion : બાઇડનની જાહેરાત, અમેરિકામાં રશિયન તેલની આયાત પર પ્રતિબંધ

રશિયાએ "સાઈલેન્ટ મોડ" જાહેર કર્યું

મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે રશિયાએ યુક્રેનમાં નાગરિક વસ્તીને ખાલી કરવા માટે આજે સવારે સીઝફાયરની જાહેરાત કરી હતી. સ્પુતનિક સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે રશિયાએ "સાઈલેન્ટ મોડ" જાહેર કર્યું છે અને કિવ સહિત ઘણા શહેરોમાં કોરિડોર પ્રદાન કરવા માટે તૈયાર છે.

રશિયાએ ફરીથી યુક્રેનના નાગરિકોને પરત ફરવાના માર્ગો પર સંમત થવાની ઓફર કરી

આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે બંને પક્ષોએ એકબીજા પર માનવીય કોરિડોરને અવરોધવાનો આરોપ લગાવ્યો છે. રશિયનોએ કહ્યું કે તેઓ ચેર્નિહિવ, સુમી, ખાર્કીવ, મેરીયુપોલ અને ઝાપોરિઝિયાથી કોરિડોર આપવા તૈયાર છે. માનવતાવાદી સંકલન કેન્દ્રના વડા, મિખાઇલ મિગિનત્સેવે કહ્યું કે, રશિયાએ ફરીથી યુક્રેનના નાગરિકોને પરત ફરવાના માર્ગો પર સંમત થવાની ઓફર કરી હતી.

ભારતીય વિદ્યાર્થીઓનું ઓપરેશન ગંગા દ્વારા સફળતાપૂર્વક એરલિફ્ટ કરવામાં આવ્યા છે

ભારતની વાત કરવામાં આવે તો, યુદ્ધગ્રસ્ત યુક્રેનના સુમી વિસ્તારમાં ફસાયેલા બધા ભારતીય વિદ્યાર્થીઓનું ઓપરેશન ગંગા દ્વારા સફળતાપૂર્વક એરલિફ્ટ કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ કે, તેઓને કંઈ અજુગતુ બનવાની શંકા હતી પરંતુ ભારતીય વિદ્યાર્થીઓને નિકાળાનું મિશન સફળ રહ્યું.

ABOUT THE AUTHOR

...view details