ગુજરાત

gujarat

Tokyo Paralympics : વિનોદ કુમારને નહીં મળે બ્રોન્ઝ મેડલ, જાણો કારણ..

By

Published : Aug 30, 2021, 5:00 PM IST

વિનોદ કુમારને નહીં મળે બ્રોન્ઝ મેડલ
વિનોદ કુમારને નહીં મળે બ્રોન્ઝ મેડલ ()

ભારતના ડિસ્કસ થ્રોવર વિનોદ કુમારે સોમવારે ટુર્નામેન્ટની પેનલ દ્વારા વર્ગીકરણ નિરીક્ષણમાં અયોગ્ય હોવાનું જાણવા મળતા પેરાલિમ્પિક પુરુષોનો F52 બ્રોન્ઝ મેડલ ગુમાવ્યો હતો.

  • ટુર્નામેન્ટની પેનલ દ્વારા વર્ગીકરણ નિરીક્ષણમાં લેવાયો નિર્ણય
  • વિનોદ કુમારે પેરાલિમ્પિક પુરુષોનો F52 બ્રોન્ઝ મેડલ ગુમાવ્યો
  • વિનોદે 19.91 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા

ટોક્યો : ભારતના ડિસ્કસ થ્રોવર વિનોદ કુમારે સોમવારે ટુર્નામેન્ટની પેનલ દ્વારા વર્ગીકરણ નિરીક્ષણમાં અયોગ્ય હોવાનું જાણવા મળતા પેરાલિમ્પિક પુરુષોનો F52 બ્રોન્ઝ મેડલ ગુમાવ્યો હતો.

શ્રેષ્ઠ થ્રો સાથે એશિયન રેકોર્ડ બનાવ્યો

BSFના 41 વર્ષીય જવાન વિનોદ કુમારે રવિવારે 19.91 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે એશિયન રેકોર્ડ બનાવ્યો હતો અને તે પોલેન્ડના પિયોત્ર કોસેવિચ (20.02 મીટર) અને ક્રોએશિયાના વેલિમિર સેન્ડોર (19.98 મીટર) પછી ત્રીજા સ્થાને રહ્યા હતા. જોકે, એક સ્પર્ધકે આ પરિણામને લઈને વાંધો ઉઠાવ્યો હતો. આયોજકોએ એક નિવેદનમાં કહ્યું હતું કે, પેનલે શોધી કાઢ્યું કે NPC (નેશનલ પેરાલિમ્પિક કમિટી) ભારતીય રમતવીર વિનોદ કુમારને રમત વર્ગ ફાળવી શકતી નથી અને ખેલાડીને વર્ગીકરણ (CNC) પૂર્ણ ન કરતા ચિહ્નિત કરવામાં આવ્યા છે.

પુરુષોની F52 ડિસ્કસ થ્રો ઇવેન્ટ

આ ઉપરાંત, રમતવીર પુરુષોની F52 ડિસ્કસ થ્રો ઇવેન્ટ માટે અયોગ્ય છે અને ઇવેન્ટમાં તેનું પરિણામ અમાન્ય છે. તે રમતવીરો F52 ઇવેન્ટમાં ભાગ લે છે, જેમની નબળી સ્નાયુ ક્ષમતા છે અને તેમની હિલચાલ મર્યાદિત છે. હાથમાં અવ્યવસ્થા છે અથવા પગની લંબાઈમાં તફાવત છે, જેના કારણે ખેલાડીઓ બેસીને સ્પર્ધામાં ભાગ લે છે.

ABOUT THE AUTHOR

...view details