ગુજરાત

gujarat

Nag Panchami: જાણો શુભ મુહૂર્ત, પૂજા વિદ્ધિ અને વ્રતની કથા, રાહુ-કેતુ દોષથી મુક્તિ મેળવવા માટે કરો આ ઉપાય

By

Published : Aug 13, 2021, 7:22 AM IST

નાગપંચમીનો દિવસ નાગ દેવતાને સમર્પિત કરવામાં આવે છે. આ દિવસે નાગદેવતાની પૂજા કરવામાં આવે છે. જેથી કાલ સર્પદોષનું નિવારણ થાય છે. નાગ પંચમીના દિવસને ખૂબસારો દિવસ માનવામાં આવે છે. નાગ પંચમીના દિવસે ઘરની આસપાસ નાગ દેવતાની આકૃતિ બનાવવાથી ઘર પર આવનાર મુશ્કેલીઓ ટળે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા મનસા દેવીની આરાધના કર્યા પછી જ નાગદેવતાની પૂજા કરવી જોઇએ.

Nag Panchami: જાણો શુભ મુહૂર્ત, પૂજા વિદ્ધિ અને વ્રતની કથા, રાહુ-કેતુ દોષથી મુક્તિ મેળવવા માટે કરો આ ઉપાય
Nag Panchami: જાણો શુભ મુહૂર્ત, પૂજા વિદ્ધિ અને વ્રતની કથા, રાહુ-કેતુ દોષથી મુક્તિ મેળવવા માટે કરો આ ઉપાય

  • નાગપંચમીના દિવસે ભગવાન શિવનું ધ્યાન ધરવું
  • આ દિવસે શાપની પૂજા કરવી
  • નાગ દેવતાને શિવલિંગ પર અર્પિત કરાવા જોઇએ

ન્યૂઝ ડેસ્ક: જ્યોતિષોના મત મુજબ પંચમી તિથિના સ્વામિ નાગદેવતા છે, નાગપંચમીના દિવસે ભગવાન શિવનું ધ્યાન ધરવું જોઇએ. ચાંદીના 2 સર્પ સાથે સ્વાસ્તિક બનાવવું. આ દિવસે શાપની પૂજા કરવી જેમાં કાચું દૂધ ચઢાવવામાં આવે છે. સ્વસ્તિક પર બલિપત્ર ચઢાવવું જોઇએ ત્યાર બાદ નાગ દેવતાને શિવલિંગ પર અર્પિત કરાવા જોઇએ. આવું કરવાથી કાળ શર્પ દોષ, સર્પભય દૂર થાય છે.

આ પણ વાંચો:બીલીમોરાના ધકવાડામાં ઝેરીલા નાગનું રેસ્ક્યૂ કરાયું

નાગપંચમીના દિવસે શું કરવું

નાગપંચમીના દિવસે શ્રીમદ્ભાગવત પુરાણ અને શ્રી હરિવંશ પુરાણનું વાંચન કરવું જોઇએ. મા દૂર્ગાનો પાઠ કરવો જોઇએ નાગ પંચમીના દિવસે ભૈરવ ઉપવાસ ન કરવો જોઇએ. શ્રી મહામત્યુંજય મંત્રનો જાપ કરવો. હદળ, રાલી, ચોખા, ફૂલ અને કચા દૂધ સાથે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. નાગદેવની સુગંધિત ફૂલો અને ચંદનથી પૂજા કરવી જોઈએ કારણ કે, નાગદેવને સુગંધ પસંદ છે. નાગ પંચમીના દિવસે જમીનમાં ખોદકામ ન કરવું જોઈએ અને લીલોતરીનો પાક ન લેવો જોઈએ. આ દિવસે પૃથ્વીને ખેડવા પર પ્રતિબંધ છે. ઘણી જગ્યાએ સોયને દોરાવાની પણ મનાઈ છે. નાગ પંચમીના દિવસે ચૂલા પર લોખંડનું પાન અથવા પાન રાખવાની મનાઈ છે. આ દિવસે નાગદેવતાની મુલાકાત અવશ્ય લેવી.

ABOUT THE AUTHOR

...view details