ગુજરાત

gujarat

નિષ્ણાંતોનું મંતવ્ય, મૌદ્રિક સમીક્ષા બેઠક બાદ રેપોરેટમાં વધારો કરશે મધ્યસ્થ બેંક, લોકોને થશે આવી અસર

By

Published : Jun 7, 2022, 5:58 PM IST

માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝયુમની (MPC Meeting) ત્રણ દિવસીય બેઠક પહેલા આર્થિક ક્ષેત્રના નિષ્ણાંતોએ એવું અનુમાન કર્યું કે, RBI પોતાની પોલીસી (RBI Rates Policies) અંતર્ગત રેપોરેટમાં વધારો કરી શકે છે. આ અંગે ગવર્નર શક્તિકાંત દાસે પણ કેટલાક સંકેતો આપ્યા છે.

નિષ્ણાંતોનું મંતવ્ય,મૌદ્રિક સમીક્ષા બેઠક બાદ રેપોરેટમાં વધારે કરશે મધ્યસ્થ બેંક, લોકોને થશે આવી અસર
નિષ્ણાંતોનું મંતવ્ય,મૌદ્રિક સમીક્ષા બેઠક બાદ રેપોરેટમાં વધારે કરશે મધ્યસ્થ બેંક, લોકોને થશે આવી અસર

મુંબઈ: હાલમાં ફુગાવો ઘટે (Inflation Down) એવા કોઈ સંકેત દેખાતા નથી. આ માહોલ વચ્ચે ભારતીય રીઝર્વ બેન્કે (RBI India) પોતાની આગામી પોલીસીની સમીક્ષા (RBI Policy Review Meet) કરી રેપોરેટમાં વધારો કરવાના સંકેત આપ્યા છે. મધ્યસ્થ બેંક ફરીથી રેપોરેટમાં (RBI Rapo Rates) વધારો કરી શકે છે. નિષ્ણાંતોએ એવું અનુમાન કર્યું છે કે,ગવર્નર શક્તિકાંત દાસ (RBI Governor Shaktikant Das) પહેલાથી જ એવા સંકેત આપી ચૂક્યા છે કે, પોલીસી અંગે કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે. દેશની કેન્દ્રીય બેંકે ગત મહિને MPCની બેઠકમાં રેપોરેટ 0.40 ટકાથી વધારવાનો નિર્ણય કર્યો હતો. એવી અટકળો હતી કે, આ વખતે દરમાં ઓછામાં ઓછો 0.35 ટકા હજુ વધારે વધારો થઈ શકે છે.

નિષ્ણાંતોનું મંતવ્ય,મૌદ્રિક સમીક્ષા બેઠક બાદ રેપોરેટમાં વધારે કરશે મધ્યસ્થ બેંક, લોકોને થશે આવી અસર

આ પણ વાંચો:Share Market India: રોકાણકારો માટે આજનો દિવસ રહ્યો 'અમંગળ'

રેટમાં વધારો થશે:નિષ્ણાંતો એવું અનુમાન લગાવી રહ્યા છે કે, આવનારા દિવસોમાં રેપોરેટમાં વધારો થઈ શકે છે. ગવર્નર શક્તિકાંત દાસની ટીમે ત્રણ દિવસીય બેઠકમાં સોમવારે ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન લેવામાં આવેલા નિર્ણયનું તેઓ બુધવારે એલાન કરશે. ફુગાવો એપ્રિલ મહિનામાં સતત સતામા મહિને વધ્યો હતો. જે આઠ વર્ષના સર્વોત્તમ સ્તર એવા 7.79 ટકા પર રહ્યો હતો. આ પાછળનું મુખ્યકારણ યુક્રેન રશિયાનું યુદ્ધ હતું. જેમાં ફ્યૂલ સહિત અન્ય વસ્તુઓની કિંમતમાં વધારો થતા સમગ્ર એક અસર ઊભી થઈ હતી. જથ્થાબંધ વસ્તુઓની કિંમત પર આધારિત ફુગાવો 13 મહિનાથી ડબલ ડિજિટમાં છે. જે એપ્રિલ મહિનામાં 15.08 ટકાના રેકોર્ડ પોઈન્ટ પર સ્પર્શ કરી ગયો.

મોટા ફેરફાર નહીં:ટીવી પર આપેલા ઈન્ટરવ્યૂમાં દાસે કહ્યું હતું કે, રેપોરેટમાં થોડોઘણો વધારો થઈ શકે છે. પણ અત્યારે એ વિશે હું કંઈ કહી શકું એમ નથી. એ ટકાવારી કેટલી હશે એ કહેવું મુશ્કેલ છે. બેન્ક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસે આ બેઠક પર કહ્યું હતું કે,આ સમીક્ષા વૃદ્ધિ અને ફુગાવા પર વિચાર કરવા માટે હતી. કેન્દ્રીય બેંકના દ્રષ્ટિકોણથી તે ખૂબ મહત્ત્વનું મનાય છે. રેપોરેટમાં વધારો થશે પણ 0.25થી 0.35થી વધારે નહીં થાય. કારણ કે મે મહિનામાં થયેલી બેઠકમાં એવા સંકેત આપ્યા હતા કે, રેપોરેટમાં કોઈ મોટી ટકાવારી નહીં વધે. સરકારે ફુગાવા પર કાબુ મેળવવા માટે ફ્યૂલ પરના ચાર્જમાં ઘટાડો કર્યો હતો. પછી ખાદ્ય તેલની ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડી એ પછી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો. પછી હકીકત એવી પણ છે નિકાસ બંધ થતા દેશમાં જ ઘઉંના ભાવમાં તોતિંગ વધારો થઈ ગયો.

આ પણ વાંચો:EMIનો બોજ ઘટાડવા માંગો છો, તો આ રીત અપનાવો

આ ક્ષેત્રને સીધી અસર:બોફા સિક્યુરિટીએ એક રીપોર્ટમાં એવું પણ કહ્યું કે, એવી આશા છે કે, જુન મહિનામાં રેપોરેટ 0.40 ટકા અને ઓગસ્ટમાં 0.35 ટકાનો વધારો થશે. હાઉસિંગ ડોટકોમ અને મકાન ડોટકોમ ગ્રૂપના કાર્યપાલક અધિકારી ધ્રુવ અગ્રવાલે કહ્યું કે, મધ્યસ્થ બેંક ફુગાવાને કંટ્રોલમાં કરવા માટે રેપોરેટમાં વધારો કરશે. એવી પૂરી શક્યતા છે. દરમાં ધીમે ધીમે વૃદ્ધિ થવી જોઈએ. કારણ કે, એનાથી રીયલ એસ્ટેટ ક્ષેત્રને સીધી અસર પહોંચી શકે છે.

ABOUT THE AUTHOR

...view details