ETV Bharat / bharat

હેમકુંડ સાહિબ માટે અત્યાર સુધી માત્ર 461 ટિકિટ બુક, શ્રદ્ધાળુ બુકિંગની નવી પ્રક્રિયાથી અજાણ - Hemkund Sahib Heli Service

author img

By ETV Bharat Gujarati Team

Published : May 25, 2024, 6:23 PM IST

હેમકુંડ સાહેબના દરવાજા ખૂલ્યા છે. ત્યારે આ વખતે આઈઆરસીટીસી હેમકુંડ સાહિબ માટે હેલિકોપ્ટર બુક કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 461 શ્રદ્ધાળુઓએ હેમકુંડ સાહિબ માટે ટિકિટ બુક કરાવી છે. બીજી તરફ ગૌચરથી બદ્રીનાથ ધામ સુધી પહેલીવાર શરૂ થયેલી હેલિકોપ્ટર સેવ માટે એક પણ બુકિંગ થઈ નથી. જાણો સંપૂર્ણ વિગત આ અહેવાલમાં. -Badrinath Hemkund Sahib Heli Service

25 મેથી હેમકુંડ સાહિબના દરવાજા ખૂલવાના છે અને હેલી સેવાઓનું સંચાલન પણ શરૂ થવાનું છે.
25 મેથી હેમકુંડ સાહિબના દરવાજા ખૂલવાના છે અને હેલી સેવાઓનું સંચાલન પણ શરૂ થવાનું છે. (Etv Bharat)

દેહરાદૂન: ઉત્તરાખંડ ચારધામ યાત્રા પર આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધી રહી છે. હાલ સુધીમાં લગભગ 9 લાખ 65 હજાર શ્રદ્ધાળુઓ ચારધામના દર્શન કરી ચુક્યા છે. ઉપરાંત 25મી મેના રોજ હેમકુંડ સાહિબના દરવાજા પણ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા છે. જ્યારે અહી દર્શન કરવા માટે અત્યાર સુધીમાં 92,539 ભક્તોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

હેમકુંડ સાહિબ માટે અત્યાર સુધી માત્ર 461 ટિકિટ બુક, શ્રદ્ધાળુ બુકિંગની નવી પ્રક્રિયાથી અજાણ (etv bharat)

માત્ર 461 શ્રદ્ધાળુઓએ કરાવી હેલી ટિકિટ બુક: આજથી એટલે કે, 25 મેથી હેમકુંડ સાહિબના દરવાજા ખૂલવાના છે અને હેલી સેવાઓનું સંચાલન પણ શરૂ થવાનું છે. હેમકુંડ સાહિબ તેમજ હેલી સેવાઓ માટે ઓનલાઈન બુકિંગ વ્યવસ્થા 22 મેથી શરૂ થઈ હતી. જોકે, અત્યાર સુધી માત્ર 461 શ્રદ્ધાળુઓએ જ હેલી ટિકિટ બુક કરાવી છે. બદ્રીનાથ ધામ માટે એક પણ ભક્તે હેલી બુકિંગ નથી કરાવ્યું.

આઈઆરસીટીસી દ્વારા બુકિંગનું સંચાલન: દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ હેમકુંડ સાહિબના દર્શન કરવા આવે છે. અને આ દરમિયાન સેંકડો ભક્તો હેલી સેવાનો પણ ઉપયોગ કરે છે. જો કે દર વર્ષે, હેમકુંડ સાહિબ માટે સંચાલિત હેલી સેવા માટેની ટિકિટનું બુકિંગ ઑફલાઇન કરવામાં આવતું હતું. પરંતુ વર્ષ 2024માં પહેલીવાર હેમકુંડ સાહિબની હેલી ટિકિટ બુક કરવાની વ્યવસ્થા આઈઆરસીટીસી દ્વારા કરવામાં આવી છે. ઉપરાંત છેલ્લા બે વર્ષથી કેદારનાથ માટે સંચાલિત હેલી સેવાઓનું બુકિંગ આઈઆરસીટીસી દ્વારા કરવામાં આવી રહ્યું છે. જો કે માનવામાં આવે છે કે પહેલીવાર આ વ્યવસ્થા ગોઠવવાને કારણે ખૂબ જ ઓછી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હેલી સેવાઓનું બુકિંગ કરી રહ્યા છે.

સેવાઓ ટ્રાયલ ધોરણે ચાલુ: યૂકાડાએ ગોચર હેલિપેડથી બદ્રીનાથ હેલિપેડ સુધીની હેલી સેવાઓ ટ્રાયલ ધોરણે ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં હેમકુંડ સાહિબમાં હેલી સેવાનું સંચાલન કરનાર ઓપરેટર 25 મેથી ગૌચરથી બદ્રીનાથ ધામ સુધી બપોરે હેલી સેવાનું સંચાલન કરશે. જો કે નોંધનીય બાબત એ છે કે, બદ્રીનાથ ધામ માટે હેલી ટિકિટનું બુકિંગ ઓનલાઈનને બદલે ઓફલાઈન રાખવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં મુસાફરો ગૌચર ખાતેના ટિકિટ કાઉન્ટર અને બદ્રીનાથ ધામના ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવી શકે છે. આ સિઝનમાં બદ્રીનાથ ધામ માટે શરૂ કરવામાં આવેલી હેલી સેવાને મળેલા પ્રતિસાદને ધ્યાનમાં લઈને આગળની કામગીરી કરવામાં આવશે.

પહેલા 100% ટિકિટ ઑફલાઇન મોડ દ્વારા થતી: યૂકાડા સીઇઓ સી. રવિશંકરે જણાવ્યું હતું કે, હેમકુંડ સાહિબ માટે ઓનલાઈન આઈઆરસીટીસી દ્વારા સંચાલિત હેલી સેવા માટે ટિકિટ બુક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પહેલા 100% ટિકિટ ઑફલાઇન મોડ દ્વારા બુક કરવામાં આવતી હતી. અત્યાર સુધીમાં જો કે હેમકુંડ સાહિબ માટે 461 ટિકિટ જ બુક કરવામાં આવી છે. ભક્તો ટિકિટ કાઉન્ટર પરથી હેમકુંડ સાહિબની ટિકિટ પણ બુક કરાવી શકે છે. સી રવિશંકરે આગળ જણાવ્યું કે, આ પ્રક્રિયા પહેલીવાર શરૂ થઈ છે, જેના કારણે લોકોને તેના વિશે સંપૂર્ણ માહિતી નથી. જેઓ ઑફલાઇન માધ્યમથી વધુ ટિકિટ બુકિંગ થશે તેવી અપેક્ષા રાખે છે.

  1. છત્તીસગઢમાં ગનપાઉડર ફેક્ટરીમાં બ્લાસ્ટ, કાટમાળ નીચે અનેક મૃતદેહો દટાયા હોવાની આશંકા - Bemetra Blast in chhattisgarh
  2. આજે શીખોના પવિત્ર ધાર્મિક સ્થળ હેમકુંડ સાહિબના કપાટ ખુલશે, આખો માર્ગ કુદરતી પ્રકૃતિથી ભરપૂર - HEMKUND SAHIB
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.