ગુજરાત

gujarat

Rajnath Singh In Assam: આસામમાં રાજનાથ સિંહે આપેલા આ નિવેદનથી આતંકવાદીઓ ફફડશે, ભારતીય સેનાની કરી પ્રશંસા

By

Published : Apr 23, 2022, 10:36 PM IST

દેશના સંરક્ષણ પ્રધાને આસામમાં (Rajnath Singh In Assam) એક કાર્યક્રમમાં કહ્યું કે જરૂર પડશે તો સેના સરહદ પાર જઇને આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે. તેમણે એ પણ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ સુધરશે ત્યારે AFSPA હટાવી દેવામાં આવશે. તેમણે ભારતીય સેના અને તેના સમર્પણની પણ પ્રશંસા કરી હતી.

આસામમાં રાજનાથ સિંહે આપેલા આ નિવેદનથી આતંકવાદીઓ ફફડશે, ભારતીય સેનાની કરી પ્રશંસા
આસામમાં રાજનાથ સિંહે આપેલા આ નિવેદનથી આતંકવાદીઓ ફફડશે, ભારતીય સેનાની કરી પ્રશંસા

ગુવાહાટી: કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે (Rajnath Singh In Assam) શનિવારે જણાવ્યું હતું કે, જો જરૂર પડશે તો ભારતીય સશસ્ત્ર દળો (Cross border operations of Indian Army) સરહદ પાર જઇને એ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે જે ભારતના દુશ્મન છે. ગુવાહાટી (Defense Minister Rajnath Singh in Guwahati)માં 1971ના યુદ્ધવીરોના સન્માન સમારંભમાં બોલતા સંરક્ષમ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, આ સરકારનો દ્રઢ નિર્ણય છે કે ભારતીય સશસ્ત્ર દળ દેશની વિરુદ્ધ કામ કરી રહેલા સક્રિય આતંકવાદીઓની વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવા માટે સરહદ પાર પણ જશે.

પરિસ્થિતિ સુધરશે ત્યારે કાશ્મીરમાંથી AFSPA હટાવાશે-આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ 1958 (Armed forces special powers act 1958)નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આ વિસ્તારોમાં પરિસ્થિતિ સુધરી હોવાથી આસામના 23 જિલ્લાઓ અને મણિપુર અને નાગાલેન્ડના 15 પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાંથી આ કાયદો (AFSPA In Assam) તાજેતરમાં પાછો ખેંચી લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આપણી સેના જમ્મુ-કાશ્મીરમાં પણ AFSPA રાખવા માંગતી નથી. પરંતુ પરિસ્થિતિએ J&Kમાં એક્ટનો અમલ કરવાની ફરજ પાડી છે. જ્યારે પણ પરિસ્થિતિ સુધરશે ત્યારે જમ્મુ-કાશ્મીરમાંથી AFSPA (AFSPA In Jammu And Kashmir) હટાવી લેવામાં આવશે.

આ પણ વાંચો:ભારતની મિસાઈલ સિસ્ટમ સુરક્ષિત છે: પાકિસ્તાનમાં પડેલી મિસાઈલ પર રક્ષા પ્રધાન રાજનાથ સિંહ

દેશની આંતરિક સુરક્ષા જાળવવા માટે સેના નથી- તેમણે કહ્યું કે, દેશની આંતરિક સુરક્ષા જાળવવા માટે સેના નથી. તે અન્ય સુરક્ષા દળો અને રાજ્ય પોલીસની જવાબદારી છે. સંરક્ષણ પ્રધાને કહ્યું કે, જો સેનાને આંતરિક સુરક્ષા (internal security of india)માંથી દૂર કરી શકાશે તો તે સરહદો પર દેશની બાહ્ય સુરક્ષાને વધુ અસરકારક રીતે નિભાવશે. ભારતીય સેનાની તાકાત, સમર્પણ અને ભાવના અવિશ્વસનીય છે. 15 લાખ ભારતીય સશસ્ત્ર દળના જવાનોના સમર્પણ અને સાહસને કારણે ભારત માતાનું માથું ક્યારેય નીચું નહીં થાય.

2025 સુધીમાં ભારતની સરંક્ષણ નિકાસ 35 હજાર કરોડને પાર જશે- તેમણે કહ્યું કે આ દેશ માટે ખૂબ જ ગર્વની લાગણી છે કે હાલમાં પૂર્વોત્તર ક્ષેત્ર (Veterans in the Northeast)માં 38,000થી 40,000 નિવૃત્ત સૈનિકો છે. રાજનાથ સિંહે કહ્યું કે, ભારતને સંરક્ષણ સાધનોમાં આત્મનિર્ભર બનાવવા સરકારના આત્મનિર્ભર ભારત મિશન (aatmanirbhar bharat mission) હેઠળ છેલ્લા કેટલાક વર્ષોમાં સંરક્ષણ ઉપકરણોની નિકાસમાં 334 ટકાનો વધારો થયો છે. તેમણે કહ્યું કે 2025 સુધીમાં ભારતીય સંરક્ષણ નિકાસ (Indian defense exports) રૂપિયા 35,000 કરોડને પાર કરી જશે. ભારત હવે સંરક્ષણ સાધનોનું ઉત્પાદન અને નિકાસ કરનારા 25 દેશોમાં શામેલ છે.

આ પણ વાંચો:Terrorist Attack in Kashmir: આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત પર કર્યો હુમલો, છેલ્લા 24 કલાકમાં 7 લોકોને બનાવ્યા શિકાર

બાંગ્લાદેશના રિટાયર્ડ લેફ્ટનન્ટ કર્નલ પણ ઉપસ્થિત રહ્યા-આસામના રાજ્યપાલ પ્રો. જગદીશ મુખી, મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા, બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશ્નર વિક્રમ દોરાઈસ્વામી, બાંગ્લાદેશના લેફ્ટનન્ટ કર્નલ કાઝી સજ્જાદ અલી ઝહીર (સેવાનિવૃત્ત) હાજર હતા. 1971ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા લેફ્ટનન્ટ કર્નલ ઝહીર (સેવાનિવૃત્ત)ને ગયા વર્ષે ભારત સરકાર દ્વારા સામાજિક કાર્ય શ્રેણીમાં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details