ETV Bharat / bharat

Terrorist Attack in Kashmir: આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત પર કર્યો હુમલો, છેલ્લા 24 કલાકમાં 7 લોકોને બનાવ્યા શિકાર

author img

By

Published : Apr 4, 2022, 9:37 PM IST

Updated : Apr 5, 2022, 8:19 AM IST

આતંકવાદીઓએ શોપિયામાં એક કાશ્મીરી પંડિત પર હુમલો (Terrorist Attack in Kashmir) કર્યો છે. ઘાયલને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં 4 મજૂરો 2 CRPFના જવાનો અને એક કાશ્મીરી પંડિતને નિશાન બનાવવામાં આવ્યા છે.

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત પર કર્યો હુમલો, છેલ્લા 24 કલાકમાં 7 લોકોને બનાવ્યા શિકાર
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત પર કર્યો હુમલો, છેલ્લા 24 કલાકમાં 7 લોકોને બનાવ્યા શિકાર

જમ્મુ: કાશ્મીરમાં આતંકી હુમલા (Terrorist Attack in Kashmir)માં કાશ્મીરી પંડિતને ગોળી મારી દેવામાં આવી (Terrorist Attack On Kashmiri Pandit) છે. છેલ્લા 24 કલાકમાં 4 મજૂરોને આતંકીઓએ નિશાન બનાવ્યા છે. મળતી માહિતી મુજબ ઘાટીમાં છેલ્લા 24 કલાકમાં કુલ 7 લોકો આતંકવાદીઓનો શિકાર બન્યા છે. આમાં પુલવામામાં 4 બહારના મજૂરો (Outside laborers In Kashmir), શ્રીનગરમાં 2 CRPF જવાન (CRPF In Kashmir) અને હવે શોપિયાંમાં એક કાશ્મીરી પંડિત પર હુમલો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Alert in Gujarat: દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ આતંકી હુમલા અંગે કેન્દ્રિય એજન્સીઓએ આપ્યું એલર્ટ

સેનાએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન- રિપોર્ટ્સ પ્રમાણે, સોમવારે સાંજે જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિત પર ગોળીબાર કર્યો હતો. ઘાયલને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. માહિતી મળતાની સાથે જ સુરક્ષાદળો (Indian Army In Kashmir) ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વિસ્તારની નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે આતંકીઓએ કાશ્મીરી પંડિત સોનુ કુમાર બાલજી પર ગોળીબાર કર્યો હતો.

આ પણ વાંચો: JK Police busted a terror module : પુલવામામાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ, 6 આતંકીઓની ધરપકડ

સેનાએ એક આતંકવાદીને ઠાર કર્યો- આતંકવાદીઓના હુમલામાં બાલજીને 3 ગોળી લાગી હતી. ગંભીર હાલતમાં ઘાયલને સારવાર માટે શ્રીનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બીજી તરફ ભારતીય સેનાએ સોમવારે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટર (jammu kashmir naushera sector)માં પાકિસ્તાની આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, આ દરમિયાન એક આતંકવાદી માર્યો ગયો.

Last Updated :Apr 5, 2022, 8:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.