ગુજરાત

gujarat

Sharad Pawar Meets Rahul Gandhi: શરદ પવારે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન સાથે મુલાકાત કરી, ઈન્ડિયાની આગામી બેઠક પર ચર્ચા થઈ

By ANI

Published : Oct 6, 2023, 6:07 PM IST

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે શુક્રવારે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાતમાં ઈન્ડિયા ગઠબંધનની આગામી બેઠકને લઈને ચર્ચા-વિચારણા થઈ. સુત્રો અનુસાર ખડગેના નિવાસ સ્થાને ત્રણેય નેતાઓએ બેઠક કરી હતી.

શરદ પવાર રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને મળ્યા
શરદ પવાર રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને મળ્યા

નવી દિલ્હીઃ શરદ પવારે ઈન્ડિયા ગઠબંધનની આગામી બેઠક સંદર્ભે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. આ બેઠકમાં ત્રણ દિગ્ગજ નેતાઓ ઉપરાંત એનસીપીના જિતેન્દ્ર આવ્હાણ અને કૉંગ્રેસ વર્કિંગ કમિટિના સભ્ય ગુરદીપ સપ્પલ ઉપસ્થિત રહ્યા હતા.

મલ્લિકાર્જુને પોસ્ટ શેર કરીઃ કૉંગ્રેસ અધ્યક્ષે આ મુલાકાતના ફોટોઝ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા છે. તેમણે લખ્યું છે કે દેશની જનતાનો અવાજ વધુ મજબૂત કરવા માટે રાહુલ ગાંધી સાથે શરદ પવારે મુલાકાત કરી છે. અમે દરેક પડકારો માટે તૈયાર છીએ. જોડાશે ભારત જીતશે ભારત. પવારે એક્સ હેન્ડલ પર લખ્યું છે કે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે તેમના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત થઈ છે. આ બેઠકમાં રાહુલ ગાંધી, જિતેન્દ્ર આવ્હાણ અને ગુરદીપ સપ્પલ હાજર રહ્યા હતા.

આગામી બેઠક સંદર્ભે ચર્ચાઃ સુત્રો અનુસાર આ બેઠકમાં ઈન્ડિયા ગઠબંધનની આગામી બેઠકની રણનીતિ નક્કી કરવા માટે ચર્ચા થઈ હતી. આ બેઠક એવા સમયે થઈ જ્યારે ભોપાલમાં વિપક્ષની જનસભા રદ થઈ ગઈ અને ઈન્ડિયા ગઠબંધનની આગામી બેઠક ક્યાં થશે તેની ચર્ચા થઈ. આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે ટક્કર લેવા માટે બે ડઝનથી વધુ પક્ષોએ ઈન્ડિયા ગઠબંધનની સ્થાપના કરી છે.

14 સભ્યોની સમન્વય સમિતિઃ ઈન્ડિયા ગઠબંધનના નેતાઓની મુંબઈમાં થયેલ બેઠકમાં ભવિષ્યના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા માટે 14 સભ્યોની સમન્વય સમિતિની રચના કરવામાં આવી હતી. સમન્વય સમિતિ વિપક્ષી ગઠબંધનના નિર્ણય લેતી મુખ્ય સંસ્થાના રુપે કામ કરશે. જૂનમાં પટનામાં થયેલી પહેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણીમાં પ્રત્યેક બેઠક માટે મજબૂત ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. મુંબઈમાં વિપક્ષી ગઠબંધનની ત્રીજી બેઠકમાં પ્રસ્તાવ જાહેર કરાયો હતો કે પક્ષો એક થઈને ચૂંટણી લડશે. વિવિધ રાજ્યોમાં બેઠકોની ફાળવણી પર કામ તત્કાળ શરૂ કરી દેવાશે. (ANI)

  1. INDIA Meeting News : વિપક્ષોના ગઠબંધન INDIAની બેઠક મુંબઈમાં સંપન્ન થઈ, સાથે મળીને ચૂંટણી લડવાનો સંકલ્પ લેવાયો
  2. Modi surname defamation case: સાંસદ પદ મેળવવા માટે રાહુલ ગાંધી તરફથી કરાયેલી આ પાંચ દલીલોને પણ સુરત સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખી નથી

ABOUT THE AUTHOR

...view details