ગુજરાત

gujarat

સરકારી મેડિકલ કૉલેજમાં જુનિયર્સનું રેગિંગ, જુઓ થપ્પડ મારતો વીડિયો

By

Published : Jul 30, 2022, 6:13 PM IST

સરકારી મેડિકલ કૉલેજમાં જુનિયર્સનું રેગિંગ, થપ્પડ મારતો વીડિયો વાયરલ
સરકારી મેડિકલ કૉલેજમાં જુનિયર્સનું રેગિંગ, થપ્પડ મારતો વીડિયો વાયરલ ()

મધ્ય પ્રદેશની રતલામની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગને લઈને સનસનાટી (Ragging In Ratlam Government Medical College) ફેલાઈ ગઈ છે. આ મામલે તંત્રએ તપાસ શરૂ કરી છે. સિનિયરોએ જુનિયર વિદ્યાર્થીઓને લાઈનમાં ઉભા કરી જોરથી થપ્પડ મારી હતી. એક વિદ્યાર્થીએ તેનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. જ્યારે વોર્ડન આ અંગે માહિતી લેવા માટે પહોંચ્યા ત્યારે એમના પર બોટલો ફેંકીને એના પર હુમલો કરવા પ્રયત્ન કરાયો હતો.

રતલામ:મધ્યપ્રદેશના રતલામની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગનો મામલો સામે આવ્યો છે. આ વીડિયો વાયરલ (Ratlam Ragging Video goes viral) થયા બાદ મેડિકલ કૉલેજમાં (Ragging In Ratlam Government Medical College) ખળભળાટ મચી ગયો છે. વીડિયોમાં 12થી વધુ સિનિયર્સ જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ (Ratlam Medical College Ragging) કરી રહ્યા છે. લાઈનમાં ઉભા રહીને જુનિયર પર શેતાનની જેમ થપ્પડ મારી રહ્યા છે. આ અંગેની ફરિયાદ વોર્ડન સુધી પહોંચ્યતા ડૉ. અનુરાગ જૈન યુદ્ધના ધોરણે હોસ્પિટલ પહોંચ્યા હતા. એ સમયે કેટલાક વિદ્યાર્થીઓએ એમના પર દારૂની બોટલનો ઘા કર્યો હતો. જોકે, એમાં તેમને કોઈ પ્રકારની ઈજા પહોંચી નથી.

આ પણ વાંચો: વિદ્યાના ધામમાં વિદ્યાર્થીઓ સાથે કરાવવામાં આવતું હતું આવું કામ, આ રીતે ફૂટ્યો સમગ્ર ભાંડો

મામલો પહોંચ્યો દિલ્હીઃ એક વિદ્યાર્થીએ ચૂપચાપ બનાવ્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. આ અંગે કૉલેજની શિસ્ત સમિતિને ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલો દિલ્હી સુધી પહોંચતા દિલ્હીમાં પણ આ બાબત પર ફરિયાદ થઈ છે. સિનિયર વિદ્યાર્થીઓ તેમના જુનિયર સાથે કેવું વર્તન કરતા હતા એ આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. રેગિંગ કરનારા સિનિયર્સની ઓળખ કરવામાં આવી છે. જેની સામે કાયદેસરના પગલાં લેવાશે.

આ પણ વાંચો: હત્યાની તપાસ દરમિયાન સગીરા પર દુષ્કર્મ થયાનું ખલ્યું, 10 શખ્સો ઝડપાયા

સિનિયર્સ સામે પગલાં:શિસ્ત સમિતિના સૂત્રોની વાત માનીએ તો જુનિયરોનું રેગિંગ લેનારા સિનિયરોને આકરી સજા થશે. હાલ એમની સામે કાયદેસરના પગલાં લેવાશે એવું માનવામાં આવે છે. આ મામલે સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી હતી. રેગિંગનો આ પહેલો મામલો નથી. અગાઉ મે મહિનામાં પણ રેગિંગની ઘટના સામે આવી હતી. ત્યારપછી આરોપી વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરીને તેમને કોલેજની બહાર કાઢી મુકવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details