ETV Bharat / bharat

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બીઆરએસ નેતા કે. કવિતાની નિયમિત જામીન અરજી ફગાવી દિધી - K Kavitha Bail Rejected

author img

By ETV Bharat Gujarati Team

Published : May 6, 2024, 3:10 PM IST

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બીઆરએસ નેતા કે. કવિતાની નિયમિત જામીન અરજી ફગાવી દિધી
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બીઆરએસ નેતા કે. કવિતાની નિયમિત જામીન અરજી ફગાવી દિધી (etv bharat desk)

BRS નેતા કવિતાની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ આ નિર્ણય આપ્યો હતો. તમને જણાવી દઈએ કે 24 એપ્રિલના રોજ રાઉઝ એવન્યુ કોર્ટે નિયમિત જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.K Kavitha Bail Rejected

નવી દિલ્હીઃ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા BRS નેતા કે. કવિતાની નિયમિત જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ આ નિર્ણય આપ્યો હતો. કોર્ટે કે. કવિતાની નિયમિત જામીન અરજી પરનો નિર્ણય 24 એપ્રિલ સુધી અનામત રાખ્યો હતો.

કોર્ટે જામીન અરજી ફગાવી દીધી: તમને જણાવી દઈએ કે, 8 એપ્રિલે કોર્ટે કે.કવિતાની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી હતી. વચગાળાની જામીન અરજી પર સુનાવણી દરમિયાન, EDએ કહ્યું હતું કે, મની લોન્ડરિંગ કેસમાં કે કવિતાને જામીન આપવામાં કોઈ છૂટ આપી શકાય નહીં કારણ કે, તે એક મહિલા છે. સુનાવણી દરમિયાન કવિતા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ ED પર આરોપ લગાવ્યો હતો કે, તે તપાસ એજન્સી નહીં પરંતુ હેરાન કરતી એજન્સી બની ગઈ છે. સિંઘવીએ કહ્યું હતું કે, આ કેસમાં તપાસ સંપૂર્ણપણે પક્ષપાતી રહી છે.

કે કવિતા અત્યારે કાનૂની કસ્ટડીમાં: કે કવિતાની સીબીઆઈ દ્વારા 11 એપ્રિલના રોજ ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈના જણાવ્યા અનુસાર કે કવિતા પણ દિલ્હી એક્સાઈઝ કૌભાંડના કાવતરામાં સામેલ હતી. અગાઉ, કવિતા એક્સાઇઝ કૌભાંડ કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હતી. સીબીઆઈએ આ કેસમાં 6 એપ્રિલે કે કવિતાની ન્યાયિક કસ્ટડીમાં પૂછપરછ કરી હતી. તમને જણાવી દઈએ કે, 5 એપ્રિલે કોર્ટે સીબીઆઈને કે કવિતાને ન્યાયિક કસ્ટડીમાં પૂછપરછ કરવાની મંજૂરી આપી હતી. EDએ 15 માર્ચે હૈદ્રાબાદમાં દરોડા બાદ કવિતાની ધરપકડ કરી હતી.

EDના જણાવ્યા અનુસાર, 33 ટકા નફો ઈન્ડોસ્પિરિટ્સ દ્વારા કવિતાને પહોંચ્યો હતો. ED જણાવ્યા અનુસાર, કવિતા દારૂના વેપારીઓની લોબી સાઉથ ગ્રુપ સાથે સંકળાયેલી હતી. EDએ કવિતાને પૂછપરછ માટે બે સમન્સ મોકલ્યા હતા, પરંતુ કવિતાએ તેની અવગણના કરી અને હાજર ન થયા, ત્યારબાદ દરોડા પાડીને તેની ધરપકડ કરવામાં આવી.

  1. લોકસભા ચૂંટણી 2024 ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ, ચૂંટણી પંચે આપ્યા જરુરી સૂચન - Lok Sabha Elections 2024
  2. ગાંધીનગરમાં મતદાન જાગૃતિ અર્થે "રન ફોર વોટ", મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા જનતા જોગ અપીલ - Lok Sabha Election 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.