ગુજરાત

gujarat

PUNJAB Election 2022 UPDATE : ભગવંત માનની જીત મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની, નવજોત સિંહ સિદ્ધુ, પ્રકાશ સિંહ બાદલની હાર

By

Published : Mar 10, 2022, 6:46 AM IST

Updated : Mar 10, 2022, 5:10 PM IST

PUNJAB Election 2022 UPDATE
PUNJAB Election 2022 UPDATE

16:59 March 10

હું પંજાબના લોકોના નિર્ણયને નમ્રતાથી સ્વીકારું છું : ચરણજીતચન્ની

ચરણજીતચન્નીનુ ટ્વિટ

હું પંજાબના લોકોના નિર્ણયને નમ્રતાથી સ્વીકારું છું અને @AamAadmiParty અને તેમના ચૂંટાયેલા સીએમ @ભગવંત માનજીને જીત માટે અભિનંદન પાઠવું છું, મને આશા છે કે, તેઓ લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરશે.

16:14 March 10

બસપાએ પંજાબમાં ખાતું ખોલાવ્યું

નવાશહેરથી બસપાના ઉમેદવાર જીત્યા

ડો નક્ષત્ર પાલ જીત્યા

15:52 March 10

ડેરાબાબા નાનક તરફથી ચૂંટણીના મોટા સમાચાર

સુખજિંદર સિંહ રંધાવા 441 મતોથી જીત્યા, રંધાવાને 52361 મત મળ્યા હતા

અકાલી દળના રવિકરણ સિંહને 51920 મત મળ્યા છે

પંજાબના અરુણા ચૌધરી દીનાનગરથી બહુ ઓછા માર્જિનથી જીત્યા

કોંગ્રેસના અરુણા ચૌધરી 1377 મતોથી જીત્યા

અરુણા ચૌધરીને 50547 મત મળ્યા

AAPના શમશેર સિંહને 49170 વોટ મળ્યા

15:32 March 10

સુખબીર સિંહ બાદલની ખરાબ હાર

સુખબીર સિંહ બાદલની ખરાબ હાર

જલાલાબાદ સીટ પરથી ચાલીને 15 રાઉન્ડ 48749 સુધી મેળવ્યા

AAPના જગદીપ કંબોજને 15 રાઉન્ડમાં 74226 વોટ મળ્યા

15:08 March 10

મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીની હાર, આપે મારી બાજી

મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીની હાર, આપે મારી બાજી

કોંગ્રેસના ઉમેદવાર મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની ચમકૌર સાહિબ બેઠક પરથી હારી ગયા છે. તેમને 62148 મત મળ્યા હતા.

અહીંથી AAPના ડૉક્ટર ચરણજીત સિંહ ચૂંટણી જીત્યા છે, તેમને 69981 મત મળ્યા છે.

15:05 March 10

નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર પૂર્વથી હાર્યા

નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર પૂર્વથી હારી ગયા
  • નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર પૂર્વથી હાર્યા
  • AAP પાર્ટીના નવજીવન કૌર જીત્યા
  • પૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશ સિંહ બાદલ હાર્યા
  • AAP ઉમેદવાર ગુરમીત સિંહને 65717 વોટ મળ્યા
  • પ્રકાશ સિંહ બાદલને 54360 વોટ મળ્યા

13:59 March 10

નવજોત સિદ્ધુ 4,000 મતોથી પાછળ

નવજોત સિદ્ધુ અમૃતસર પૂર્વ બેઠક પરથી AAPના ઉમેદવાર જીવન જોત કૌરથી લગભગ 4,000 મતોથી પાછળ છે.

ગણતરીના દસ રાઉન્ડ બાદ જીવન જોત કૌરને 31196 વોટ મળ્યા, નવજોત સિદ્ધુને 26327 વોટ મળ્યા જ્યારે અકાલી દળના વિક્રમ મજીઠિયાને 20274 વોટ મળ્યા.

અકાલી દળના પ્રકાશ સિંહ બાદલ લાંબી બેઠક પરથી AAPના ગુરમીત સિંહ ખુડિયાનથી લગભગ 10 હજાર મતોથી પાછળ છે.

સોનુ શૂદની બહેન મોગાથી 19 હજારથી વધુ મતોથી પાછળ છે.

મોગાથી AAPના ઉમેદવાર ડૉ. અમનદીપ કૌર અરોરાને 13 રાઉન્ડ બાદ અત્યાર સુધીમાં 51029 વોટ મળ્યા છે.

13:50 March 10

AAPના ભગવંત માન ધૂરી બેઠક પરથી જીત મેળવતા પંજાબમાં ઉજવણી શરૂ

AAPના સીએમ ઉમેદવાર ભગવંત માન સંગરુરમાં તેમના નિવાસસ્થાને પક્ષના કાર્યકરો અને સમર્થકોને શુભેચ્છા પાઠવે છે, સત્તાવાર EC વલણો મુજબ માન ધુરીથી જીતી ચૂક્યા છે.

13:43 March 10

ભગવંત માન અને તેમની માતા હરપાલ કૌર

AAP CM ઉમેદવાર ભગવંત માન અને તેમની માતા હરપાલ કૌર સંગરુરમાં પાર્ટીના કાર્યકરો અને સમર્થકોને શુભેચ્છા પાઠવતા એક ભાવનાત્મક ક્ષણ

13:40 March 10

હું લોકોના ન્યાનને નમ્રતાથી સ્વીકારું છું. લોકશાહીનો વિજય થયો છે: કેપ્ટન અમરિન્દર સિંહ

કેપ્ટન અમરિન્દર સિંહનુ ટ્વિટ

હું લોકોના ન્યાનને નમ્રતાથી સ્વીકારું છું. લોકશાહીનો વિજય થયો છે. પંજાબીઓએ સાંપ્રદાયિક અને જ્ઞાતિની રેખાઓથી ઉપર ઉઠીને અને મતદાન કરીને પંજાબીયતની સાચી ભાવના દર્શાવી છે.

12:40 March 10

લોકોનો અવાજ એ ભગવાનનો અવાજ

સિદ્ધુએ આમ આદમી પાર્ટીને અભિનંદન પાઠવ્યા

પંજાબ કોંગ્રેસના વડા નવજોત સિંહ સિદ્ધુએ ટ્વિટ કરીને લખ્યું, "લોકોનો અવાજ એ ભગવાનનો અવાજ છે... પંજાબના લોકોના આદેશને નમ્રતાથી સ્વીકારો... આમ આદમી પાર્ટીને અભિનંદન!!!

12:25 March 10

કેપ્ટન અમરિન્દર સિંહ પટિયાલાથી હાર્યા, AAPના ઉમેદવાર અજીત સિંહની જીત

પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહ પટિયાલાથી હાર્યા, AAPના ઉમેદવાર અજીત સિંહની જીત

12:21 March 10

કેબિનેટ પ્રધાન અને કોંગ્રેસના ઉમેદવાર રાણા ગુરજીત સિંહ જીત્યા

કપૂરથલા બેઠક પરથી કેબિનેટ પ્રધાન અને કોંગ્રેસના ઉમેદવાર રાણા ગુરજીત સિંહ જીત્યા

પઠાનકોટઠી ભાજપના પ્રદેશ અધ્યક્ષ અશ્વિની શર્માની જીત

12:18 March 10

અરવિંદ કેજરીવાલે ભગવંત માન સાથેનું કર્યું ટ્વીટ

"ઈસ ઈન્કિલાબ કે લિયે પંજાબ કે લોગોં કો બહુત બડાઈ (પંજાબના લોકોને આ ક્રાંતિ માટે અભિનંદન)," દિલ્હીના સીએમ અને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, જ્યારે પાર્ટી પર જીત મેળવી રહી છે.

11:53 March 10

આમ આદમી પાર્ટીએ પંજાબમાં બહુમતીનો આંકડો પાર કરી લીધો

ચંદીગઢ: ટ્રેન્ડમાં આમ આદમી પાર્ટીએ પંજાબમાં બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. AAPના ચંદીગઢ કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ છે. AAP નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું, "અમે પંજાબીઓને ઝાડૂનો ઉપયોગ કરવાનું કહ્યું હતું, પંજાબીઓએ તો વેક્યુમ ક્લીનર જ ચલાવી દીધુ."

11:25 March 10

પંજાબે કેજરીવાલના શાસનના મોડલને તક આપી : મનીષ સિસોદિયા

AAP નેતા મનીષ સિસોદિયાએ કહ્યું કે, પંજાબે કેજરીવાલના શાસનના મોડલને તક આપી છે. આજે તેમના શાસનનું મોડેલ રાષ્ટ્રીય સ્તરે સ્થાપિત થયું છે. આ 'આમ આદમી' (સામાન્ય માણસ) ની જીત છે.

આ સાથે જ તેમણે કહ્યું કે, અમે ગોવા, ઉત્તરાખંડ અને યુપીમાં ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ ક્યાંક પંજાબ પર ફોકસ હતું. ધીરે ધીરે આ રાજ્યોના લોકો પણ અમારી પાર્ટીમાં વિશ્વાસ કરવા લાગશેઃ

11:01 March 10

આપ સરકાર બનાવવાની સ્થિતિમાં

  • આપ સરકાર બનાવવાની સ્થિતિમાં
  • AAPના ઉમેદવારો 117માંથી 90 બેઠકો પર આગળ
  • માઝામાં AAP 14 બેઠકો પર આગળ
  • માલવામાં AAP 64 સીટો પર આગળ
  • ડોબામાં આપ 23 સીટો પર આગળ
  • આપ ચંદીગઢ ઓફિસમાં સુરક્ષા વધારી દેવાઈ
  • કેજરીવાલ પણ ચંદીગઢ જવાની તૈયારીમાં
  • આપના કાર્યકરોમાં ખુશીનો માહોલ

10:50 March 10

AAP 89 બેઠકો પર આગળ, કોંગ્રેસ 12 બેઠકો પર અને ભાજપ 5 બેઠકો પર આગળ

પંજાબની તમામ 117 બેઠકો માટે સત્તાવાર વલણો - AAP 89 બેઠકો પર આગળ, કોંગ્રેસ 12 બેઠકો પર અને ભાજપ 5 બેઠકો પર આગળ

10:46 March 10

AAPના સમર્થકમાં બાળક બન્યા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન

AAP સમર્થકનું બાળક પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને સીએમના ઉમેદવાર ભગવંત માનના પોશાક પહેરીને પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીતની ઉજવણી કરી રહ્યા છે.

10:36 March 10

પંજાબ ચૂંટણી 2022

ચન્ની, સિદ્ધુ, અમરિન્દર પ્રારંભિક વલણોમાં પાછળ છે

10:09 March 10

હું પંજાબના લોકોનો આભાર માનું છું : ગોપાલ રાય

દિલ્હીના પ્રધાન અને AAP નેતા ગોપાલ રાયએ કહ્યું કે, "અમે પંજાબમાં સકારાત્મક વલણો જોઈ શકીએ છીએ, અને અમને આશા છે કે પરિણામો પણ સકારાત્મક હશે. પરિવર્તન માટે મતદાન કરવા બદલ હું પંજાબના લોકોનો આભાર માનું છું"

AAPએ પંજાબમાં 88 વિધાનસભા મતવિસ્તારોમાં પ્રારંભિક લીડ સાથે બહુમતીનો આંકડો પાર કર્યો છે.

09:56 March 10

પંજાબમાં AAPનું જોરદાર બેટિંગ

ચૂંટણી પંચની વેબસાઇટ પર પણ પંજાબને બહુમતી મળતી જોવા મળી રહી છે. અત્યાર સુધી પાર્ટી 79 સીટો પર આગળ ચાલી રહી છે.

09:40 March 10

AAP કોંગ્રેસનું સ્થાન લેશે : રાઘવ ચઢ્ઢા

AAPના પંજાબના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ કહ્યું, આપણે 'આમ આદમી' છીએ પણ જ્યારે 'આમ આદમી' ઉઠે છે ત્યારે સૌથી શક્તિશાળી સિંહાસન હલી જાય છે. આજનો દિવસ ભારતના ઈતિહાસમાં એક પ્રભાવશાળી દિવસ છે, માત્ર એટલા માટે જ નહીં કે AAP વધુ એક રાજ્ય જીતી રહ્યું છે, પરંતુ કારણ કે તે એક રાષ્ટ્રીય બળ બની ગયું છે. AAP કોંગ્રેસનું સ્થાન લેશે.

09:39 March 10

સિદ્ધુ પોતાની સીટ પર ત્રીજા નંબરે

પંજાબની અમૃતસર સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નવજોત સિંહ સિદ્ધુ ત્રીજા નંબર પર ચાલી રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી આગળ છે. સિદ્ધુ એક સમયે સીએમ પદની રેસમાં હતા, પરંતુ હવે તેઓ પોતાની સીટથી પાછળ છે.

09:39 March 10

સીએમ ચન્ની તેમની બન્ને સીટો પર પાછળ

પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની પોતાની બન્ને સીટો પર પાછળ છે. ચન્ની આ વખતે ચમકૌર સાહિબ, ભદૌર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જ્યારે નવજોત સિંહ સિદ્ધુ પણ પોતાની સીટ પર પાછળ ચાલી રહ્યા છે.

09:35 March 10

અમરિન્દર સિંહ પટિયાલા વિધાનસભામાં પાછળ

પંજાબના લોક કોંગ્રેસના નેતા અને પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર સિંહ પટિયાલા વિધાનસભા મતવિસ્તારમાં પાછળ છે

09:33 March 10

આમ આદમી પાર્ટી 54 બેઠકો પર આગળ

પંજાબ ચૂંટણીની ગણતરીમાં આમ આદમી પાર્ટી (AAP) 54 બેઠકો પર આગળ છે, બહુમતીની નજીક

09:15 March 10

ચમકૌર સાહિબથી સીએમ ચરણજીત સિંહ ચન્ની આગળ

ચમકૌર સાહિબથી સીએમ ચરણજીત સિંહ ચન્ની આગળ છે. અટારી વિધાનસભા સીટ પર અત્યાર સુધીમાં શિરોમણી અકાલી દળના ગુલઝાર સિંહ રાણીકેને 2814, આમ આદમી પાર્ટીના જસવિંદર સિંહને 3572, કોંગ્રેસના તરસેમ સિંહને 1328, બીજેપીના બલવિંદર કૌરને 178 વોટ મળ્યા છે.

09:08 March 10

પંજાબમાં 50 સીટોનું વલણ

પંજાબમાં અત્યાર સુધી 50 સીટોનું વલણ આવ્યું છે, જેમાંથી આમ આદમી પાર્ટી 24 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસને 18 સીટો પર લીડ છે. ભાજપ ગઠબંધનને માત્ર 2 સીટો પર લીડ મળી રહી છે.

08:45 March 10

શિરોમણી અકાલી દળ પંજાબના મુકેરિયા વિધાનસભા મતવિસ્તારમાં આગળ

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ પ્રારંભિક વલણોમાં, શિરોમણી અકાલી દળ પંજાબના મુકેરિયા વિધાનસભા મતવિસ્તારમાં આગળ છે.

08:39 March 10

એક રાષ્ટ્ર, એક ચૂંટણી માટે બંધારણમાં ફેરફારની જરૂર : સુશીલ ચંદ્રા

મુખ્ય ચૂંટણી કમિશ્નર સુશીલ ચંદ્રાએ કહ્યું કે, એક રાષ્ટ્ર, એક ચૂંટણી માટે બંધારણમાં ફેરફારની જરૂર પડશે, આ કેવી રીતે થઈ શકે તે સંસદમાં નક્કી કરવું પડશે. ચૂંટણી પંચ આ માટે સક્ષમ છે, 5 વર્ષમાં માત્ર એક જ વાર ચૂંટણી યોજાશે.

07:22 March 10

AAP નેતા ભગવંત માને ગુરસાગર મસ્તુઆના સાહિબ સામે માથું ટેકાવ્યું

AAP નેતા ભગવંત માન સંગરુર ખાતે ગુરુદ્વારા ગુરસાગર મસ્તુઆના સાહિબ સામે માથું ટેકાવ્યું. તેમણૈે કહ્યું કે, અમને આશા છે કે પંજાબના લોકોએ પરિવર્તન માટે મત આપ્યો છે.

06:37 March 10

CM ચરણજીત સિંહ ચન્ની ગુરુદ્વારા શ્રી કતલગઢ સાહિબ પાસે માથું ટેકાવ્યું

મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્ની ગુરુદ્વારા શ્રી કતલગઢ સાહિબને રોપરમાં માથું ટેકાવ્યું. પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે.

06:23 March 10

PUNJAB Election 2022 UPDATE : AAPના ભગવંત માન ધૂરી બેઠક પરથી જીત મેળવતા પંજાબમાં ઉજવણી શરૂ

પંજાબ: પંજાબ (Punjab Assembly)ના મુખ્ય ચૂંટણી અધિકારી એસ કરુણા રાજુએ જણાવ્યું હતું કે, સવારે 8 વાગ્યાથી 66 સ્થળોએ સ્થાપિત 117 કેન્દ્રો પર મત ગણતરી. આ વખતે કુલ 1,304 ઉમેદવારો મેદાનમાં છે જેમાં 93 મહિલાઓ અને બે ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે રાજ્યમાં 71.95 ટકા મતદાન થયું છે. છેલ્લી ત્રણ વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ આ વખતે મતદાન સૌથી ઓછું હતું. 2017ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં 77.40 ટકા, 2012માં 78.20 ટકા અને 2007માં 75.45 ટકા મતદાન થયું હતું, જ્યારે 2002માં માત્ર 65.14 ટકા મતદાન નોંધાયું હતું.

Last Updated : Mar 10, 2022, 5:10 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details