ગુજરાત

gujarat

વડાપ્રધાન મોદી આજે સચિવો સાથે યોજશે સમીક્ષા બેઠક

By

Published : Sep 18, 2021, 8:06 AM IST

વડાપ્રધાન મોદી આજે સચિવો સાથે કરશે સમીક્ષા બેઠક
વડાપ્રધાન મોદી આજે સચિવો સાથે કરશે સમીક્ષા બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિવિધ મંત્રાલયો અને વિભાગોના સચિવો સાથે સમીક્ષા બેઠક કરશે. તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન પરિષદના સભ્યો સાથે યોજાયેલી 'ચિંતન શિબિર' બાદ વડાપ્રધાને આ સમીક્ષા બેઠક બોલાવી છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિવિધ મંત્રાલયો અને વિભાગોના સચિવો સાથે સમીક્ષા બેઠક કરશે
  • 18 સપ્ટેમ્બરે યોજાનારી સચિવો સાથેની બેઠક સાંજે યોજાશે
  • બેઠકના કાર્યસૂચિ વિશે હજુ સુધી કોઈ વિગતવાર માહિતી નથી

નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારના રોજ વિવિધ મંત્રાલયો અને વિભાગોના સચિવો સાથે સમીક્ષા બેઠક યોજશે. તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન પરિષદના સભ્યો સાથે યોજાયેલી 'ચિંતન શિબિર' બાદ વડાપ્રધાને આ સમીક્ષા બેઠક બોલાવી છે. 18 સપ્ટેમ્બરે યોજાનારી સચિવો સાથેની બેઠક સાંજે યોજાશે. બેઠકના કાર્યસૂચિ વિશે હજુ સુધી કોઈ વિગતવાર માહિતી નથી.

આ પણ વાંચો:પ્રધાનપદ ગુમાવ્યા બાદ ધારાસભ્યોએ કઈ રીતે ઉજવ્યો વડાપ્રધાન મોદીનો જન્મદિવસ?

સરકારે અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાના પગલા

કોરોનાના પગલે લોકોના જીવન તેમજ અર્થવ્યવસ્થા પર અસર ઘટાડવા માટે સરકાર સતત પગલાં લઈ રહી છે. સરકારે અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે ઘણા મહત્વના પગલાં પણ લીધા છે.

પ્રધાન પરિષદનું વિસ્તરણ

આ વર્ષે જુલાઈમાં વડાપ્રધાને તેમની પ્રધાન પરિષદનું વિસ્તરણ અને ફેરબદલ કર્યું હતું. આવતા વર્ષે સાત રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું હતું. જે રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યાં ઉત્તર પ્રદેશ સહિત 6 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારો છે.

આ પણ વાંચો:PM Modiએ આજે SCO દેશોની બેઠકને સંબોધિત કરી, નવા સભ્યોથી ગૃપ વધુ મજબૂત બન્યું

ચિંતન શિબિર

14 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા ચિંતન શિબિરમાં વડાપ્રધાને ભાર મૂક્યો હતો કે, સાદું જીવન જીવવાની રીત છે. આ બેઠકમાં વડાપ્રધાને તેમના સહકર્મીઓની શ્રેષ્ઠ વસ્તુઓ અપનાવવા કહ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details