ગુજરાત

gujarat

વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ યુરોપીસ સંઘની બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી

By

Published : May 27, 2021, 9:59 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય અને એકબીજાના હિત તેમ જ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ યુરોપીસ સંઘની બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી
વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ યુરોપીસ સંઘની બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી

  • વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ વચ્ચે સંવાદ થયો
  • બંને નેતાઓએ દ્વિપક્ષીય હિત અને વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરી
  • ભારત અને યુરોપીસ સંઘના નેતાઓની બેઠકમાં થઈ હતી ચર્ચા

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો સાથે વાતચીત કરી હતી. બંને નેતાઓએ ભારત અને યુરોપીસ સંઘના નેતાઓની બેઠકના સકારાત્મક પરિણામો પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તે દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય અને એકબીજાના હિત તેમ જ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

આ પણ વાંચો-વિદેશ પ્રધાન અમેરીકાની મુલાકાતે, રસી સંબધી થશે બેઠક

મહત્વપૂર્ણ સમજૂતી પર ચર્ચા શરૂ કરવાની સંમતિ દર્શાવાઈ

ભારત અને યુરોપીસ સંઘે વિગત 8 મેએ 8 વર્ષના સમયગાળા બાદ મુક્ત વેપાર સમજૂતી (એપટીએ) પર વાતચીત શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ રોકાણ સુરક્ષા અને ભૌગોલિક સંકેત વિષય પર પણ 2 મહત્વપૂર્ણ સમજૂતી પર ચર્ચા શરૂ કરવાની સંમતિ દર્શાવી હતી.

ડિજિટલ માધ્યમથી યોજાયેલી શિખર બેઠકમાં અનેક નિર્ણય લેવાયા

આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 27 સભ્યોના યુરોપીય સંઘ સમૂહના શાસનાધ્યક્ષો કે રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે ડિજિટલ માધ્યમથી શિખર બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં વેપાર, સંપર્ક અને રોકાણના વિસ્તાર સહિત સંપૂર્ણ સહયોગ વધારવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો-વડાપ્રધાને બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે કહ્યું, માનવતા સામે કોરોના ખૂબ જ ખરાબ સંકટ

રોકાણ સમજૂતી અને ભારત-EU સંપર્ક સમજૂતી સ્વાગત યોગ્ય પગલું

વડાપ્રધાન કાર્યાલય તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોએ આ વાત પર સંમતિ દર્શાવી હતી કે, સંતુલિત અને વ્યાપક મુક્ત વેપાર માટે વાર્તા પુનઃસ્થાપિત કરવાના સંબંધમાં થયેલી જાહેરાતો અને રોકાણ સમજૂતી અને ભારત-EU સંપર્ક સમજૂતી સ્વાગત યોગ્ય પગલું છે.

ABOUT THE AUTHOR

...view details