ગુજરાત

gujarat

વડાપ્રધાન મોદીએ આદિ શંકરાચાર્યની જે પ્રતિમાનું અનાવરણ કર્યું, જાણો તેની વિશેષતાઓ...

By

Published : Nov 5, 2021, 10:02 AM IST

PM નરેન્દ્ર મોદી આજે આદિ ગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ મૂર્તિઓ અનેક વિશેષતાઓથી ભરેલી છે. જાણો તેની વિશેષતા....

PM મોદી આજે કેદારનાથમાં શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું
PM મોદી આજે કેદારનાથમાં શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું

  • કેદારનાથમાં શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું PM મોદીએ
  • શંકરાચાર્યની પ્રતિમા 35 ટન વજન ધરાવતી પ્રતિમા બનાવવામાં આવી છે
  • વડાપ્રધાન કેદારનાથમાં 400 કરોડથી વધુ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે કેદારનાથ પહોંચ્યા બાદ સૌથી પહેલા બાબા કેદારની પૂજા કરી હતી. આ પછી પીએમ મોદી કેદાર ઘાટીમાં પુનઃનિર્માણ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કાર્યક્રમ યોજવાનો છે. આ સાથે આજે પીએમ મોદી આદિ ગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું.

કેદારનાથમાં શંકરાચાર્યની 12 ફૂટ લાંબી અને 35 ટન વજન ધરાવતી પ્રતિમા બનાવવામાં આવી છે. આ સિવાય વડાપ્રધાન 2013માં સર્જાયેલી આપત્તિમાં ક્ષતિગ્રસ્ત થયેલ શંકરાચાર્યના સમાધિ સ્થળનું પણ લોકાર્પણ કરશે. બાબા કેદારનાથના દર્શન કરવાની સાથે સાથે વડાપ્રધાન કેદારનાથમાં 400 કરોડથી વધુ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મોદી આદિ શંકરાચાર્યની જે પ્રતિમાનું અનાવરણ કરવાના છે, તેની વિશેષતાઓ...

આદિ શંકરાચાર્યની પ્રતિમાની વિશેષતાઓ

1. પ્રતિમાના નિર્માણ માટે મૂર્તિકારો દ્વારા કુલ 18 જેટલા મોડલ તૈયાર કરવામાં આવ્યા હતા. તેમાંથી આ મોડલની પસંદગી કરવામાં આવી છે.

2. વડાપ્રધાનની સહમતિ બાદ આ મોડલની પસંદગી કરવામાં આવી છે.

3. કર્ણાટકના મૈસૂરના મૂર્તિકાર અરૂણ યોગીરાજે આ મૂર્તિ બનાવી છે. MBA સુધીનો અભ્યાસ કરનાર અરૂણની 5 પેઢીઓ આ કાર્ય સાથે સંકળાયેલી છે.

4. મૂર્તિ બનાવવાનું કામ સપ્ટેમ્બર 2020માં શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 9 મૂર્તિકારો સંકળાયેલા હતા.

5. આ મૂર્તિ પર લગભગ એક વર્ષ માટે કામ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે સપ્ટેમ્બરમાં જ મૂર્તિને ચિનૂક હોલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરીને ઉત્તરાખંડ લાવવામાં આવી હતી. જ્યાં બ્લેક સ્ટોનથી આ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે.

6. આ મૂર્તિ બનાવવા માટે અંદાજે 130 ટન વજન ધરાવતી એક જ પ્રતિમાની પસંદગી કરવામાં આવી હતી. મૂર્તિ બન્યા બાદ તેનું વજન માત્ર 35 ટન જ રહ્યું હતું.

7. 12 ફૂટ ઉંચાઈ ધરાવતી આ મૂર્તિના નિર્માણ દરમિયાન નારિયેળ પાણીનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આદિ શંકરાચાર્યના તેજને પ્રસ્થાપિત કરે તેવી ચમક માટે આમ કરવામાં આવ્યું હતું.

8. બ્લેક સ્ટોન પર આગ, પાણી, વરસાદ કે હવાની કોઈ અસર પડતી નથી. જેના કારણે જ આ પથ્થરની પસંદગી કરવામાં આવી છે

આ પણ વાંચોઃ Vaccination In Gujarat : જાણો કયાં જિલ્લામાં કેટલું થયું રસીકરણ...

આ પણ વાંચોઃ Diwali 2021: દિવાળીનાં પાવન પર્વ પર દ્વારકામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી

ABOUT THE AUTHOR

...view details