ગુજરાત

gujarat

Bihar Crime: કટિયારથી ઝડપાયેલો શંકાસ્પદ કાશ્મીરી યુવકનું પાકિસ્તાન કનેક્શન, રૉ તપાસી રહી છે કૉલ ડિટેલ

By

Published : Mar 18, 2023, 5:09 PM IST

બિહારના કટિહારમાં કસ્ટડીમાં લેવાયેલા શંકાસ્પદ કાશ્મીરી યુવકની છપરછમાં RAWને ઘણા મહત્વના પુરાવા મળ્યા છે. આરોપી નાસિર વાજાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. સોશિયલ મીડિયા ચેનલ દ્વારા રાષ્ટ્રવિરોધી વાત કરતા આરોપીની માહિતી સામે આવી છે. હાલ તેના મોબાઈલ ફોનના કોલ રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે.

Bihar Crime: કટિયારથી ઝડપાયેલો શંકાસ્પદ કાશ્મીરી યુવકનું પાકિસ્તાન કનેક્શન, રૉ તપાસી રહી છે કૉલ ડિટેલ
Bihar Crime: કટિયારથી ઝડપાયેલો શંકાસ્પદ કાશ્મીરી યુવકનું પાકિસ્તાન કનેક્શન, રૉ તપાસી રહી છે કૉલ ડિટેલ

કટિહારઃબિહારના કટિહારથી ગુરૂવારે કસ્ટડીમાં લેવામાં આવેલા શંકાસ્પદ કાશ્મીરી યુવકની પૂછપરછમાં રૉને અનેક મહત્વના પૂરાવા મળ્યા છે. આરોપી નાસિર યુસિફ વજાને કટિહારના શહીદ ચોકથી શંકાસ્પદ રીતે ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. પછી તે વિદેશી હોવાની માહિતી મળતાં તેને RAWને સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃકટ્ટરપંથીના પર્યાય બનેલા ઉપદેશક અમૃતપાલ સિંહની ધરપકડ

કટિહારમાંથી ઝડપાયેલા શંકાસ્પદની પૂછપરછમાં મહત્વની કડીઓ મળી:RAW નાસિર યુસુફ વાજાની સતત પૂછપરછ કરી રહ્યું છે. પૂછપરછમાં ઘણી મહત્વની માહિતી સામે આવી છે. આરોપી નાસિર યુસુફ વાજાનો પિતા આતંકવાદ વિરોધી ઑપરેશનના ભાગરૂપે 1993માં એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. સોશિયલ મીડિયા ચેનલ દ્વારા રાષ્ટ્રવિરોધી વાત કરતા આરોપીની માહિતી સામે આવી છે.

પાકિસ્તાન સાથેનું કનેક્શન સામે આવ્યું:આરોપીઓના પાકિસ્તાન કનેક્શનની વાતો પણ સામે આવી છે અને મોબાઈલ ફોનના કોલના રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અધિક્ષક જિતેન્દ્ર કુમારે કહ્યું કે, તપાસ બાદ ઇઈનપુટ મળ્યા બાદ જ માહિતી શેર કરવામાં આવશે. હવે કશું કહી શકાય તેમ નથી, તપાસ ચાલી રહી છે અને તપાસ દરમિયાન જે પણ સામે આવશે તે શેર કરવામાં આવશે.

કોલ ડિટેઈલની તપાસ થઈ રહી છેઃસૂત્રોના જણાવ્યા પ્રમાણે, યુસુફ વાજા નેપાળથી જોગબાની થઈને ભારતમાં પ્રવેશ્યો હતો. બાતમીદારોની પૂછપરછમાં આરોપીઓ પાસેથી અડધો ડઝન ડેબિટ કાર્ડ મળી આવ્યા છે, જેની તપાસ ચાલી રહી છે. સીસીટીવી ફૂટેજ પણ સ્કેન કરવામાં આવી રહ્યા છે. એવું કહેવાય છે કે, જ્યારે આરોપી નેપાળથી જોગબાની થઈને ભારતમાં પ્રવેશ્યો હતો ત્યારે તેની કોની સાથે મુલાકાત થઈ હતી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તેણે પોતાના ગળામાં અલગઅલગ પ્રકારની માળા પણ પહેરી છે. તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃBihar Crime: લગ્નના દબાણથી કંટાળી બોયફ્રેન્ડે ગર્ભવતી સગીરાને જીવતી સળગાવી દીધી, પરિવારજનોને પણ બનાવ્યા બંધક

શંકાસ્પદ રીતે ફરતો ઝડપાયોઃમાહિતી આપતાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, નાસીર યુસુફ વાજા મધરાતે શહેરમાં નાસતોફરતો હતો. તેની પાસે એક થેલી હતી, જેમાં કેટલીક વસ્તુઓ હતી. જ્યારે પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો તો તે સમજી શક્યો નહીં. કાશ્મીરી યુવાનો હિન્દી નથી જાણતા. પિતા યુસુફ વાજાના અવસાન બાદ તેઓ ફિનલેન્ડ ગયા હતા. વર્ષ 2021 સુધી ફિનલેન્ડમાં રહીને કાશ્મીર પરત ફર્યા. અડધી રાત્રે રસ્તા પર રખડવાનું કારણ પણ તે કહી શક્યો નહતો.

ABOUT THE AUTHOR

...view details