ગુજરાત

gujarat

વિપક્ષ મહિલાઓનું અપમાન કરી રહી છે: મનસુખ માંડવિયા

By

Published : Aug 6, 2021, 1:25 PM IST

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આજે(શુક્રવાર) લોકસભામાં વિચિત્ર પરિસ્થિતિઓ સર્જાઈ જ્યારે સરકાર વતી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું કે વિપક્ષ હંગામો કરીને આદિવાસી મહિલા મંત્રીનું અપમાન કરી રહ્યું છે.

ચોમાસુ સત્ર
વિપક્ષ મહિલાઓનું અપમાન કરી રહી છે: મનસુખ માંડવિયા

  • આજે પણ સંસદમાં હંગામો
  • વિપક્ષ મહિલાઓનું અપમાન કરી રહી છે : માંડવિયા
  • ઓલ્પિક ખેલાડીઓને અભિનંદન આપવામાં આવ્યા

દિલ્હી: સંસદના ચોમાસુ સત્રનો આજે 14 મો દિવસ છે. વિપક્ષના સૂત્રોચ્ચારનો રાઉન્ડ ચાલુ છે. પેગાસસ જાસૂસી સહિત અનેક મુદ્દાઓ પર લોકસભામાં હંગામો અને સૂત્રોચ્ચાર વચ્ચે, સરકારના મંત્રીઓએ કહ્યું કે વિપક્ષના નેતા એક આદિવાસી મહિલા મંત્રીનું અપમાન કરી રહ્યા છે.

ખેલાડીઓને અભિનંદન

શુક્રવારે લોકસભાની કાર્યવાહી શરૂ થયા બાદ ઓલિમ્પિકમાં નોંધપાત્ર પ્રદર્શન કરનાર ભારતના ખેલાડીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા. આ પછી, પ્રશ્નકાળ શરૂ થતાં જ ઝારખંડના ભાજપના સાંસદે આરોગ્ય મંત્રાલયને પ્રશ્ન પૂછ્યો. સવાલનો જવાબ આપવા માટે આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પવાર ઉભા થયા. સાથે જ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉભા થયા.

આ પણ વાંચો: આજથી આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા ફેઝ-2 નો પ્રારંભ

મહિલાઓનું અપમાન

ભારતી આ સવાલનો જવાબ આપે તે પહેલા માંડવિયાએ કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ નથી ઈચ્છતી કે મોદી સરકાર જે રીતે મહિલાઓ અને આદિવાસીઓના હિતમાં કામ કરી રહી છે તેનો ઉલ્લેખ કરવો જોઈએ. માંડવિયાએ કહ્યું કે જે વિપક્ષ હંગામો મચાવી રહ્યો છે તે નથી ઈચ્છતો કે માતૃત્વ મૃત્યુ અને આરોગ્ય જેવા ગંભીર મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા થવી જોઈએ, તેથી હંગામો અને સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે આદિવાસી મહિલા મંત્રીનું અપમાન થઈ રહ્યું છે.

આ પણ વાંચો: Today Gold Price: આજે સોનાના ભાવમાં 376 રૂપિયાનો ઘટાડો

ABOUT THE AUTHOR

...view details