ETV Bharat / business

Today Gold Price: આજે સોનાના ભાવમાં 376 રૂપિયાનો ઘટાડો

author img

By

Published : Aug 6, 2021, 12:15 PM IST

છેલ્લા કેટલાક દિવસોમાં, સોના અને ચાંદીના ભાવ (Gold-Silver Price Today) નોંધવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ એક સારી તક છે.

gold
Today Gold Price: આજે સોનાના ભાવમાં 376 રૂપિયાનો ઘટાડો

  • સોનાના ભાવમાં ઘટાડો થયો
  • ચાંદીના ભાવમાં પણ થયો ઘટાડો
  • ભવિષ્યમાં સોનાનો ભાવ વધી શકે છે

દિલ્હી: સોના-ચાંદીના ભાવમાં આજે, શુક્રવારે, 06 ઓગસ્ટના રોજ ફરી એકવાર ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ એક સારી તક છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓક્ટોબરમાં ડિલિવરી માટે સોનું 0.26 ટકા ઘટીને 47,480 રૂપિયા થયું હતું. આ સાથે ચાંદીમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે.

10 ગ્રામ ગોલ્ડનો ભાવ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓક્ટોબરમાં ડિલિવરી માટે સોનું 0.26 ટકા ઘટીને 47,480 પ્રતિ 10 ગ્રામ થયું હતું.

આ પણ વાંચો : ધંધાના છેલ્લા દિવસની શરૂઆતમાં ડાઉન ખુલ્યું માર્કેટ

ચાંદીનો ભાવ

જો આપણે ચાંદીની વાત કરીએ તો આજે તેની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આજે 1 કિલો ચાંદીના ભાવ 0.41 ટકાના ઘટાડા બાદ 66,720 રૂપિયા પર આવી ગયા છે.

આ પણ વાંચો : અમદાવાદનાં ખમાસામાં આવેલી 150 વર્ષ જૂની સ્કૂલનું કરાશે રિ-ડેવલપમેન્ટ

સોનું રૂપિયા 90,000 ની સપાટી પાર કરી શકે છે

કોરોના વાયરસ સામે રસીકરણની ગતિમાં વધારા સાથે, વિશ્વભરમાં સોનાના ભાવમાં વધારો થયો છે. દરમિયાન, ડિએગો પેરિલા, જે 250 મિલિયન ડોલરના ક્વાડ્રિગા ઇગ્નીયો ફંડનું સંચાલન કરે છે, કહે છે કે આગામી 3-5 વર્ષમાં સોનાના ભાવ બમણા થશે. આ દરમિયાન, સોનાની આંતરરાષ્ટ્રીય કિંમત તોલા દીઠ 3000-5000 ડોલર સુધી પહોંચી શકે છે. જો આપણે ભારતના દૃષ્ટિકોણથી ડિએગોના અંદાજને સમજીએ, તો આગામી 5 વર્ષમાં સોનાના ભાવ 90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી પાર કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.