ગુજરાત

gujarat

TOP NEWS: નાસા આજે લ્યુસી મિશન લોન્ચ કરશે, IIIT-D 10 મો દીક્ષાંત સમારોહ યોજશે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Oct 16, 2021, 6:00 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

NEWS TODAY
NEWS TODAY

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1 નાસા આજે લ્યુસી મિશન લોન્ચ કરશે

નાસા આજે લ્યુસી મિશન લોન્ચ કરીને ઇતિહાસ રચશે. ટ્રોજન એસ્ટરોઇડનો અભ્યાસ કરવા માટેનું પ્રથમ મિશન.

2 IIIT-D આજે 10 મો દીક્ષાંત સમારોહ યોજશે

ઇન્દ્રપ્રસ્થ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દિલ્હી (IIIT-Delhi) આજે પોતાનો 10 મો દિક્ષાંત સમારોહ યોજશે. પ્રખ્યાત વાઇરોલોજિસ્ટ ડો. ગગનદીપ કાંગ વર્ચ્યુઅલ રીતે યોજાનારા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1 EVM મશીનના અભાવને કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે

ડિસેમ્બર માસ દરમિયાન ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજ્યના 10 હજારથી વધુ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે, આ વખતે EVM મશીનથી નહીં પરંતુ બેલેટ પેપરથી મતદાન થશે. click here

2સુરત: PM મોદીએ છાત્રાલયનું ભૂમિપૂજન કર્યું, કહ્યું - સબકા સાથ સબકા વિકાસ શું છે,એ હું ગુજરાતમાંથી શીખ્યો

આશરે 500 છોકરીઓ માટે બીજા તબક્કાની છાત્રાલયનું બાંધકામ આવતા વર્ષે શરૂ થશે. તે 1983 માં સ્થાપિત એક રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે, જેનો મુખ્ય ઉદ્દેશ સમાજના નબળા વર્ગોનું શૈક્ષણિક અને સામાજિક પરિવર્તન છે.click here

3અફઘાનિસ્તાનમાં મસ્જિદની પાસે બોમ્બ બ્લાસ્ટ, 16 લોકોના મોત-40 ઘાયલ

અફઘાનિસ્તાન (Afghanistan)ના કંદહાર (Kandhar)માં મસ્જિદની પાસે ગઈકાલે બ્લાસ્ટ (Blast) થયો હતો. મળતી માહિતી પ્રમાણે આ બ્લાસ્ટમાં 16 જેટલા લોકો માર્યા ગયા છે અને 40થી વધારે લોકો ઘાયલ થયા છે. click here

  • sukhibhava:

ભાવનાત્મક સ્વાસ્થ્યને બહેતર રાખવા માટે પ્રયાસો જરુરી છે, જાણો આ 9 ગુરુચાવીઓ

ભાવનાત્મક અસ્વસ્થતા શરીરમાં વિભિન્ન પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી ખૂબ જરુરી છે કે પોતાના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય સાથે ભાવનાત્મક સ્વાસ્થ્યને લઇને સચેત રહો. click here

ABOUT THE AUTHOR

...view details