ગુજરાત

gujarat

Kanhaiya Lal murder case : કન્હૈયાલાલ હત્યાના મુખ્ય આરોપી રિયાઝ અટારીના ભાજપ સાથે નજીકના સંબંધો : કોંગ્રેસનો આરોપ

By

Published : Jul 2, 2022, 3:15 PM IST

રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલની ઘાતકી હત્યાના(Murder of Kanhaiya Lal in Udaipur) મામલામાં કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું(Congress accuses BJP) છે. કોંગ્રેસે કહ્યું કે, ભાજપ આ મામલાને સાંપ્રદાયિક રંગ આપી રહી છે.

Kanhaiya Lal murder case
vKanhaiya Lal murder case

નવી દિલ્હીઃઉદયપુરમાં કન્હૈયાલાલની ઘાતકી હત્યાનો મામલો(Kanhaiya Lal murder case) રાજકીય રંગ લઈ રહ્યો છે. કોંગ્રેસે શનિવારે મોદી સરકાર પર આરોપ લગાવ્યો(Congress accuses BJP) હતો કે, મુખ્ય કાવતરાખોર રિયાઝ અટારીના ભગવા પાર્ટી સાથે સંબંધો(Riyaz Atari links BJP says Congress) છે. કન્હૈયાલાલની ઉદયપુરમાં બે મુસ્લિમ યુવકોએ હત્યા કરી હતી. નવી દિલ્હીમાં તેના મુખ્યાલયમાંથી મીડિયા કર્મચારીઓને સંબોધતા, કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ મોદી સરકાર પર સાંપ્રદાયિક એજન્ડા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો - Udaipur Murder Case : મૃતકના પત્ની શોદાએ કહ્યું હત્યારાઓને ફાંસી આપો...

આરોપીઓના ભાજપ સાથેના સબંધો - પવન ખેડાએ જણાવ્યું કે, હવે રાજ્યની શાંતિ અને સૌહાર્દ માટે ખતરો છે. આ મામલાને સાંપ્રદાયિક રંગ આપવાનો આરોપ લગાવતા ખેરાએ કહ્યું કે, "અમારા સંશોધન અને અન્ય ઈનપુટ્સના આધારે એકત્ર થયેલા, તમને જાણીને આશ્ચર્ય થશે કે ઉદયપુર ઘટનાના મુખ્ય આરોપી રિયાઝ અટારીના ભાજપ સાથે નજીકના સંબંધો હતા." રિયાઝ અટારીના ભાજપના બે નેતાઓ ઇર્શાદ ચેનવાલા અને મોહમ્મદ તાહિર સાથેના સંબંધો અને તસવીરો જાણીતી છે.

કોંગ્રેસે ભાજપ પર સાધ્યું નિશાન - કોંગ્રેસનું કહેવું છે કે, આ ખુલાસામાં એ વાત પણ સામે આવી છે કે મુખ્ય આરોપી રિયાઝ અટારી રાજસ્થાન ભાજપના મજબૂત નેતા અને રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન ગુલાબચંદ કટારિયાના કાર્યક્રમોમાં હાજરી આપતો હતો. ખેરાએ કહ્યું કે, 'ભાજપ નેતા ઇર્શાદ ચૈનવાલાની 30 નવેમ્બર 2018' અને મોહમ્મદ તાહિરની 3 ફેબ્રુઆરી 2019, 27 ઑક્ટોબર 2019, 10 ઑગસ્ટ 2021, 28 નવેમ્બર 2019 અને અન્ય ફેસબુક પોસ્ટ્સ સ્પષ્ટ કરે છે કે રિયાઝ માત્ર બીજેપી નેતાઓની નજીક જ નહતો, તે એક સક્રિય સભ્ય પણ હતો.

આ પણ વાંચો - નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ લખવા બદલ અમરાવતીમાં દુકાન માલિકની હત્યા!

શું ખરેખર કેન્દ્ર સરકારનો હાથ છે - ગેહલોત સરકાર ANIને સહકાર આપવા સંમત થઈ હતી. તેને ઉતાવળિયો નિર્ણય ગણાવતા, ખેડાએ ભગવા પાર્ટીની ટીકા કરી અને કહ્યું કે, "આ કારણોસર કેન્દ્રની ભાજપ સરકારે આ ઘટનાને ANIને ટ્રાન્સફર કરવાની ઉતાવળ કરી? શું આ કોઈ પ્રકારનું કાવતરું છે? પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ આ અંગે મૌન છે. જમ્મુ-કાશ્મીરના સસ્પેન્ડેડ DSP દવિન્દર સિંહના કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દવિન્દર સિંહની ANI દ્વારા એક આતંકી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો. ખેડાએ જણાવ્યું હતું કે, આ બાબતને પણ દબાવી દેવામાં આવી હતી. પુલવામા ઘટના પર પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. દેશને તેને જવાબ જોઈએ છે.

ABOUT THE AUTHOR

...view details