ગુજરાત

gujarat

Sanjay Raut Blame BJP : શિવસેના નેતા સંજય રાઉતના ભાજપ પર આકરા પ્રહાર, " શિવસેનાના ભાગલા માટે ભાજપ જવાબદાર "

By ANI

Published : Sep 29, 2023, 5:24 PM IST

મહારાષ્ટ્રમાં શિવસેના નેતા સંજય રાઉતના નિવેદનો રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી છે. તેમણે મહારાષ્ટ્ર અને કેન્દ્રીય ભાજપ સરકારને અનેક મુદ્દે સવાલોના ઘેરામાં લીધી હતી. તેમણે શિવસેનાના ભાગલા માટે પણ ભાજપને જવાબદાર હોવાનું કહ્યું હતું.

Sanjay Raut Blame BJP : શિવસેના નેતા સંજય રાઉતના ભાજપ પર આકરા પ્રહાર, " શિવસેનાના ભાગલા માટે ભાજપ જવાબદાર "
Sanjay Raut Blame BJP : શિવસેના નેતા સંજય રાઉતના ભાજપ પર આકરા પ્રહાર, " શિવસેનાના ભાગલા માટે ભાજપ જવાબદાર "

મુંબઇ : શિવસેના ( ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે )ના નેતા સંજય રાઉતે શુક્રવારે શિંદે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે મહારાષ્ટ્રમાં લોકશાહીની હત્યા થઈ રહી છે અને ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકાર સંપૂર્ણપણે બંધારણ અને કાયદાની વિરુદ્ધ સરકાર ચલાવી રહી છે અને ભાજપ શિવસેનામાં ભંગાણ માટે જવાબદાર છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે લોકશાહીને મજબૂત કરવા ઓમ બિરલાના નેતૃત્વમાં ઘાના જઈ રહેલા પ્રતિનિધિમંડળમાં મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ નથી. લોકશાહીની સ્થિતિ શું છે અહીં? લોકશાહીની હત્યા કરવામાં આવી છે. એક વર્ષથી તેઓ સંપૂર્ણપણે બંધારણ, કાયદા અને સુપ્રીમ કોર્ટની વિરુદ્ધ સરકાર ચલાવી રહ્યા છે...સંજય રાઉત ( શિવ સેના નેતા )

મણિપુર હિંસા મુદ્દે વાર : સંજય રાઉતે શુક્રવારે એક નિવેદનમાં ભાજપ પર મણિપુર હિંસા મુદ્દે વાર કરતું નિવેદન આપ્યું હતું, મણિપુરની પરિસ્થિતિ પર બોલતાં તેમણે કહ્યું કે રાજ્યમાં સરકાર સંપૂર્ણ ક્ષીણ થઈ ગઈ છે. સરકાર, ગૃહ મંત્રાલય, સંરક્ષણ, વડા પ્રધાન, બધું જ નિષ્ફળ ગયું છે. વિદ્યાર્થીઓને પણ મારવામાં આવે છે. નવી સંસદની ઇમારત બનાવવામાં આવી છે, પરંતુ હજી પણ કોઈ મણિપુરની વાત કરવા માંગતું નથી.,

ભાજપ પર આકરા પ્રહારો : સંજય રાઉતે ભારપૂર્વક સવાલ કર્યો હતો કે "શું 2024ની ચૂંટણી પહેલા દેશને બાળવાની કોઈ વ્યૂહરચના છે? જે થઈ રહ્યું છે તેનો આખો દેશ સાક્ષી છે. મહારાષ્ટ્રમાં એમવીએ સરકારના પતન માટે ભાજપ પર આકરા પ્રહારો કરતાં સંજય રાઉતે કહ્યું કે વિભાજન માટે ભાજપ જવાબદાર છે. શિવસેના મરાઠી લોકોનો અવાજ - શિવસેના હવે રાજ્યમાં તૂટી ગઈ છે. સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું, " મુંબઈ માટે 105 મરાઠી લોકો શહીદ થયા અને ઘણા લોકો જેલમાં ગયા. અમારા પિતાજી અને દાદા જેલમાં ગયાં પણ મુંબઈમાં મરાઠી લોકોને ઘર નકારવામાં આવી રહ્યું છે. આ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે મરાઠી લોકોનો અવાજ શિવસેના તૂટી ગઈ હતી. એકનાથ શિંદે આના માટે જવાબદાર છે, જેઓ બેઈમાન હતાં. ભારતીય જનતા પાર્ટીએ શિવસેવા તોડી નાખી. મુંબઈ અને મરાઠી લોકોને નબળા કરવા માટે ભાજપ જવાબદાર છે.

મુંબઈ કેન્દ્રશાસિત પ્રદેશ? :રાઉતે મુંબઇ વિશે પણ ચોંકાવનારું નિવેદન કર્યુ હતું. રાઉત તેઓ મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવશે. આ તેમનું કાવતરું છે. તેથી જ મુંબઈથી મોટા ઉદ્યોગો અને ઓફિસો ગુજરાતમાં જઈ રહી છે. શિવસેનાનું વિભાજન થયું ત્યારથી રાઉત હંમેશા રાજ્ય સરકાર અને તેની નીતિઓની ટીકા કરતા રહ્યા છે. બુધવારે પણ તેમણે શિંદે સરકારની ટીકા કરી હતી.

રાઉતે મીડિયા કોન્ફરન્સમાં બોલતા પ્રશ્ન કર્યો : નાગપુરમાં પૂર મુદ્દે સરકારને આડે હાથ લેતાં કહ્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્યમાં વરસાદની સ્થિતિમાં આખું નાગપુર પૂરથી ભરાઈ ગયું છે; મહારાષ્ટ્રના ભાગો દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ તે વિસ્તારોની મુલાકાત કેમ ન લીધી? પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા છતાં તે બોલિવૂડ અને ટોલીવુડની હસ્તીઓ સાથે ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણીમાં વ્યસ્ત છે.

  1. Sanjay Raut News: જો કેન્દ્ર સરકારમાં હિંમત હોય તો ચીન પર સર્જીકલ સ્ટ્રાઈક કરેઃ સંજય રાઉત
  2. DNH પેટા ચૂંટણી: પ્રચાર માટે આવેલા સંજય રાઉતે BJPને ઘેરી, સ્થાનિક પ્રશાસન પર કર્યા આકરા પ્રહાર
  3. Maharashtra Politics: મહારાષ્ટ્રમાં શિંદે સરકાર 15થી 20 દિવસમાં પડી જશે - સંજય રાઉત

ABOUT THE AUTHOR

...view details