ગુજરાત

gujarat

બિહારમાં આકાશી વીજળી પડવાથી 9 લોકોના મોત, બાળક સહિત અનેક યુવક પણ દાઝ્યા

By

Published : Sep 3, 2021, 10:54 AM IST

બિહારમાં આકાશી વીજળીએ કહેર વર્તાવ્યો છે. વીજળીની ઝપેટમાં આવવાથી 9 લોકોના મોત થયા છે. જ્યારે એક બાળક સહિત અનેક યુવક વીજળી પડવાથી દાઝી ગયા છે, જેમની સારવાર અત્યારે ચાલી રહી છે.

બિહારમાં આકાશી વીજળી પડવાથી 9 લોકોના મોત, બાળક સહિત અનેક યુવક પણ દાઝ્યા
બિહારમાં આકાશી વીજળી પડવાથી 9 લોકોના મોત, બાળક સહિત અનેક યુવક પણ દાઝ્યા

  • બિહારમાં આકાશી વીજળીએ કહેર વર્તાવ્યો
  • વીજળી પડવાથી 9 લોકોના મોત થયા
  • એક બાળક સહિત અનેક યુવકો દાઝ્યા

પટનાઃ બિહારના વિવિધ જિલ્લાઓમાં આકાશી વીજળીનો કહેર સર્જાયો છે. ત્યારે આકાશી વીજળીની ઝપેટમાં આવવાથી 9 લોકોના મોત થયા છે. જ્યારે મૃતકના ઘર પર શોકનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે જ અનેક લોકો અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમની સ્થિતિ ખૂબ જ ગંભીર છે.

આ પણ વાંચો-બિહારમાં વીજળી ત્રાટકતા 7 લોકોના મોત

બક્સરમાં વીજળીની ઝપેટમાં આવવાથી 2 વ્યક્તિ અને 3 ભેંસના મોત

બક્સરના સિમરી બ્લોકના અલગ અલગ ગામમાં આકાશીય વીજળીની ઝપેટમાં આવવાથી 2 વ્યક્તિ અને 3 ભેંસના મોત થયા છે. જાણકારી અનુસાર, તિલક રાયના હાતા ઓપી અંતર્ગત અભિલાખ યાદવના રહેવાસી નાગેન્દ્ર ચૌધરી અને તીસરીયના ડેરાનો રહેવાસી સભાપતિ યાદવનું વીજળી પડવાથી મોત થયું છે. આ બંને પોતાના ખેતરમાં ફરી રહ્યા હતા. તે સમયે વીજળીની ઝપેટમાં આવ્યા હતા.

આ પણ વાંચો-West Bengalમાં પૂર આવવાથી 7 લોકોના મોત, 2.5 લાખ લોકો બેઘર

બાંકાના કામતપુર ગામમાં વીજળી પડવાથી એક મહિલાનું મોતઆ પણ વાંચો-

બાંકાના શંભુગંજ પોલીસ સ્ટેશન અંતર્ગત કામતપુર ગામમાં વીજળી પડવાથી એક મહિલાનું મોત થયું છે. આ મૃતકનું નામ શિનાખત શાલુ દેવી તરીકે થઈ છે. પૂરના પંડારકમાં આકાશી કહેર તૂટ્યું છે. અહીંના પૂરણબિગહામાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું છે. આ સાથે જ એક વ્યક્તિ દાઝી ગયો છે.

પશ્ચિમી ચંપારણમાં 2 સગા ભાઈઓ પર વીજળી પડી

તો પશ્ચિમી ચંપારણના ચનપટિયા પોલીસ સ્ટેશન વિસ્તારના જૈતિયા પંચાયતના પીપરા ગામમાં 2 સગા ભાઈઓની ઉપર વીજળી પડી ગઈ હતી, જેના કારણે એકનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે બીજો ગંભીર રીતે દાઝી ગયો હતો, જેની બેતિયાની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મધેપુરાની પૈના પંચાયતમાં પણ વીજળી પડવાથી એક યુવકનું મોત

મધેપુરાના ચૌસા બ્લોક સ્થિત પૈના પંચાયતમાં આકાશી વીજળી પડવાથી એક યુવકનું મોત થયું છે. આ સાથે જ એક શખ્સ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા હતા.

ABOUT THE AUTHOR

...view details