ગુજરાત

gujarat

કન્હૈયા કુમાર કોંગ્રેસમાં જોડાયા, હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી રહ્યાં ઉપસ્થિત

By

Published : Sep 28, 2021, 1:59 PM IST

Updated : Sep 28, 2021, 7:10 PM IST

CPI નેતા અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પૂર્વ પ્રમુખ કન્હૈયા કુમાર અને ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજે સત્તાવાર રીત કોંગ્રેસમાં જોડાયા છે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બન્ને યુવા નેતાઓને પાર્ટીનું સભ્યપદ આપ્યું હતું.

જીગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર જોડાયા કોંગ્રેસમાં, હાર્દિક પટેલ રહ્યા ઉપસ્થિત
જીગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર જોડાયા કોંગ્રેસમાં, હાર્દિક પટેલ રહ્યા ઉપસ્થિત

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બંને યુવા નેતાઓને પાર્ટીનું સભ્યપદ આપ્યું
  • કન્હૈયા કુમારે તાજેતરમાં જ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી
  • જીગ્નેશ મેવાણી દલિત આંદોલનનો ચહેરો રહ્યો છે
  • કન્હૈયા કુમાર વિદ્યાર્થી આંદોલનમાંથી ઉભરી આવ્યો

નવી દિલ્હી: CPI નેતા અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પૂર્વ પ્રમુખ કન્હૈયા કુમાર આજે કોંગ્રેસમાં જોડાયા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ યુવા નેતાઓને પાર્ટીનું સભ્યપદ આપ્યું હતું. કન્હૈયા કુમારે તાજેતરમાં જ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી, જે બાદ રાજકીય અટકળો તેજ થઈ ગઈ હતી.

આ પણ વાંચો : કેપ્ટન અમરિંદર સિંહ આજે ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા અને અમિત શાહને મળે તેવી સંભાવના

કન્હૈયાની મોદી વિરોધી ઓળખ

કન્હૈયા કુમાર વિદ્યાર્થી આંદોલનમાંથી ઉભરી આવ્યો છે. CPI ની વિદ્યાર્થી સંસ્થા ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન સાથે સંકળાયેલી છે. તે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘનો પ્રમુખ રહી ચૂક્યા છે. તેણે ગત લોકસભા ચૂંટણીમાં બિહારના બેગુસરાયથી ચૂંટણી લડી હતી અને ભાજપના ઉમેદવાર ગિરિરાજ સિંહ સામે હારી ગયો હતો.

રાહુલના નજીકના લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે

કોંગ્રેસનાં યુવા નેતાઓ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટી અથવા અન્ય પક્ષોમાં જોડાઈ રહ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ, સુષ્મિતા દેવ, અશોક તંવર, પ્રિયંકા ચતુર્વેદી, લલિતેશપતિ ત્રિપાઠી જેવા ઘણા યુવા નેતાઓએ કોંગ્રેસ છોડી દીધી. આ તમામ નામો રાહુલ ગાંધીના સૌથી નજીકના સહયોગીઓમાં ગણાતા હતા. રાહુલની આ યુવા બ્રિગેડને કોંગ્રેસનો ભાવિ ચહેરો માનવામાં આવતો હતો. આ પછી પણ કોંગ્રેસ તેમને પાર્ટીમાં રાખી શકી નથી.

કોંગ્રેસમાં ઘણા યુવા નેતાઓ એક પછી એક પાર્ટી છોડી રહ્યા છે

કોંગ્રેસમાં ઘણા યુવા નેતાઓ એક પછી એક પાર્ટી છોડી રહ્યા છે, જ્યારે બીજી બાજુ ગુલામ નબી આઝાદ સહિત તમામ વૃદ્ધ નેતાઓ પાર્ટીમાં સાઈડ લાઈનમાં છે. એવું માનવામાં આવે છે કે, યુવા નેતાઓની વિદાયથી સર્જાયેલા શૂન્યાવકાશને ભરવા માટે કોંગ્રેસ કન્હૈયા કુમાર અને જીગ્નેશ મેવાણીની એન્ટ્રી કરી રહી છે. બંને નેતાઓ યુવાન છે, ચળવળમાંથી ઉભરી આવ્યા છે અને તેમની યુવાનોમાં સારી પકડ છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે, કન્હૈયા, જિજ્ઞેશ અને હાર્દિક જેવા નેતાઓ 'આઉટસોર્સિંગ' કરીને કોંગ્રેસ યુવાનોનો પક્ષ ન હોવાનો ટેગ દૂર કરવા માંગે છે.

આ પણ વાંચો : PM MODI એ પાકની 35 નવી જાતો દેશને સમર્પિત કરી, કહ્યું-તેમાં વધુ પોષક તત્વો

ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું

આ સાથે જ ભાજપે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, છેલ્લે કોંગ્રેસ દ્વારા ટુકડે-ટુકડે ગેંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આવનારા સમયમાં જનતા કોંગ્રેસને જવાબ આપશે. સંબિત પાત્ર ઉપરાંત કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ પણ કન્હૈયા કુમારના કોંગ્રેસમાં જોડાવા પર કટાક્ષ કર્યો હતો. નકવીએ કહ્યું કે આ માત્ર હાસ્યની દુનિયા છે, આનાથી વધુ કંઇ નથી. જ્યારે નેતૃત્વ અને નીતિઓ સંપૂર્ણપણે નાશ પામે છે, ત્યારે સમાન પરિસ્થિતિઓ જોવા મળે છે. ટુકડે ટુકડે ગેંગને જોડવા માટે આ જુગાડ છે.

Last Updated : Sep 28, 2021, 7:10 PM IST

ABOUT THE AUTHOR

...view details