ETV Bharat / bharat

કેપ્ટન અમરિંદર સિંહ આજે ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા અને અમિત શાહને મળે તેવી સંભાવના

author img

By

Published : Sep 28, 2021, 1:40 PM IST

પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ઉથલપાથલને લઈને ચર્ચામાં છે. ત્યારે નવીનતમ ઘટનાઓમાં તે આજે દિલ્હી જવા રવાના થશે. સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન તેઓ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડાને મળે તેવી સંભાનાઓ છે.

કેપ્ટન અમરિંદર સિંહ આજે ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા અને અમિત શાહને મળે તેવી સંભાવના
કેપ્ટન અમરિંદર સિંહ આજે ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા અને અમિત શાહને મળે તેવી સંભાવના

  • પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ રાજકીય ઉથલપાથલને લઈને ચર્ચામાં
  • નવીનતમ ઘટનાઓને લઇને તે આજે દિલ્હી જવા રવાના થશે
  • કેપ્ટન અમરિંદર સિંહ આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાને મળે તેલી સંભાના

નવી દિલ્હી: પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ઉથલપાથલને લઈને ચર્ચામાં છે. ત્યારે નવીનતમ ઘટનાઓને લઇને તે આજે દિલ્હી જવા રવાના થશે. આ દરમિયાન તેઓ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાને મળે તેલી સંભાના છે. મહત્વનું છે કે, પંજાબ કોંગ્રેસમાં લાંબી લડત બાદ અમરિંદર સિંહે 18 સપ્ટેમ્બરના રોજ સમગ્ર કેબિનેટ સાથે રાજીનામું આપ્યું હતું. મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ અમરિંદર સિંહે કહ્યું હતું કે, તેમનું અપમાન થઈ રહ્યા છે જેથી તેમણે પદ છોડવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો: સિદ્ધુ જૂથે કેપ્ટન અમરિંદર સામે મોરચો માંડ્યો, જાણો આ છે મતભેદ...

શું કેપ્ટન કોંગ્રેસનો હાથ છોડશે?

હકીકતમાં, છેલ્લા એક સપ્તાહમાં પંજાબના રાજકારણમાં જે બન્યું છે તે પછી બધાની નજર કેપ્ટન અમરિંદર સિંહ પર છે. કેપ્ટને ભવિષ્યની રાજનીતિમાં એક વિકલ્પ વિશે પણ વાત કરી છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ રહે છે કે, શું કેપ્ટન કોંગ્રેસનો હાથ છોડશે? જો કેપ્ટન કોંગ્રેસ છોડે છે તો તેનું આગળનું પગલું શું હશે? આગામી વર્ષે 2022 માં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા કોંગ્રેસે અમરિંદર સિંહને હટાવી દીધા પરંતુ હવે તમામની નજર કેપ્ટનના આગળના પગલા પર છે.

રાજીનામું આપ્યું ત્યારથી કેપ્ટન અમરિંદર સિંહ કોંગ્રેસ પર કરી રહ્યા છે પ્રહારો

રાજીનામું આપ્યું ત્યારથી કેપ્ટન અમરિંદર સિંહ કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યા છે. જો કે, તે હજુ સ્પષ્ટ નથી કે તેઓ આગામી દિવસોમાં કોંગ્રેસ સાથે રહેશે કે અન્ય પક્ષમાં જોડાશે. એવી અટકળો ચાલી રહી છે કે કેપ્ટન અમરિંદર સિંહ કાં તો ભાજપમાં જોડાઈ શકે છે અથવા આગામી વર્ષે પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા પોતાની નવી પાર્ટીની રચનાની જાહેરાત કરી શકે છે.

આ પણ વાંચો: તમામ મંત્રીઓ સાથે પંજાબના મુખ્યપ્રધાન પદેથી કેપ્ટન અમરિંદર સિંહે આપ્યું રાજીનામું

કેપ્ટન અમરિંદર સિંહ ભાજપમાં જોડાઈ તેવી અટકળો

કેપ્ટન અમરિંદર સિંહ ભાજપમાં જોડાઈ તેવી અટકળો સેવાઇ રહી છે કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સારા સંબંધો છે. પરંતુ મોસમી રાજકારણી હોવાના કારણે કેપ્ટન અમરિંદર સિંહ જે પણ નિર્ણય લેશે, તે વિચાર કર્યા બાદ લેશે. કોંગ્રેસ હાઈકમાન્ડની નજર તેમના નિર્ણય પર ટકેલી છે

પંજાબ વિધાનસભાની ચૂંટણી પોતાના દમ પર લડવા જઈ રહ્યું છે.

હકીકતમાં, પહેલી વખત ભાજપ અકાલી દળથી અલગ થઈને પંજાબ વિધાનસભાની ચૂંટણી પોતાના દમ પર લડવા જઈ રહી છે. મુખ્યપ્રધાન પદના દાવેદાર તરીકે ભાજપ પાસે હાલમાં રાજ્યમાં કોઈ મજબૂત ચહેરો નથી. ત્યારે ભાજપને રાજ્યમાં કેપ્ટન જેવા મોટા નેતા સાથે જોડાણથી ફાયદો થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.