ગુજરાત

gujarat

2022-24 માટે UNHRCમાં ભારત ફરી ચૂંટાયું, જાણો કેટલામી વખત ભારત ચૂંટાયું

By

Published : Oct 15, 2021, 4:02 PM IST

Updated : Oct 15, 2021, 6:24 PM IST

2022-24 માટે ભારત સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) માં ફરી ચૂંટાયું. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનએ ટ્વીટ કરીને આ માહિતી આપી.

2022-24 માટે UNHRCમાં ભારત ફરી ચૂંટાયું, જાણો કેટલામી વખત ભારત ચૂંટાયું
2022-24 માટે UNHRCમાં ભારત ફરી ચૂંટાયું, જાણો કેટલામી વખત ભારત ચૂંટાયું

  • સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) 2022-24
  • ભારત છઠ્ઠી વખત ભારે બહુમતી સાથે UNHRC માટે ફરી ચૂંટાયું
  • સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનએ ટ્વીટ કરીને માહિતી આપી

સંયુક્ત રાષ્ટ્ર: ભારત ગુરુવારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) માં 2022-24 માટે ફરી ચૂંટાયું અને "આદર, સંવાદ અને સહકાર" દ્વારા માનવ અધિકારોના પ્રમોશન અને રક્ષણ માટે કામ કરવાનું ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો.

સંયુક્ત રાષ્ટ્રના સભ્યોનો હૃદયપૂર્વક આભાર

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનએ ટ્વીટ કરીને આ માહિતી આપી. તેમણે લખ્યું, 'ભારત છઠ્ઠી વખત ભારે બહુમતી સાથે UNHRC માટે ફરી ચૂંટાયું. ભારતમાં તેમના વિશ્વાસને પુન:સ્થાપિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્રના સભ્યોનો હૃદયપૂર્વક આભાર.

ગુપ્ત મતદાન દ્વારા પસંદગી

તેમણે અન્ય એક ટ્વિટમાં કહ્યું, "અમે આદર, સંવાદ, સહકાર દ્વારા માનવાધિકારના પ્રમોશન અને રક્ષણ માટે કામ કરવાનું ચાલુ રાખીશું." સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આર્જેન્ટિના, બેનિન, કેમરૂન, એરિટ્રિયા, ફિનલેન્ડ, ઝામ્બિયા, હોન્ડુરાસ, ભારત, કઝાકિસ્તાન, લિથુનીયા, લક્ઝમબર્ગ, મલેશિયા, મોન્ટેનેગ્રો, પેરાગ્વે, કતાર, સોમાલિયા, સંયુક્ત આરબ અમીરાત અને યુનાઇટેડ સ્ટેટ્સને ગુપ્ત મતદાન દ્વારા પસંદ કર્યા.

આ પણ વાંચોઃસુરત: PM મોદીએ છાત્રાલયનું ભૂમિપૂજન કર્યું, કહ્યું - સબકા સાથ સબકા વિકાસ શું છે,એ હું ગુજરાત માંથી શીખ્યો

આ પણ વાંચોઃઅલાસ્કામાં આજથી 15 દિવસ માટે ભારત-અમેરિકાનો સંયુક્ત સૈન્ય અભ્યાસ

Last Updated : Oct 15, 2021, 6:24 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details